
Sanand: સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની મારામારીની ઘટના, ગોરજ ગામમાં એક જ સમાજના લોકો વચ્ચે સામાન્ય બાબતે મારામારી થઈ. આ વિવાદ એટલો આગળ વધી ગયો કે લાકડી, પથ્થર, કુહાડી, અને લોખંડની પાઇપો વડે મારામારી થઈ. આ ઘટનામાં 7 લોકો ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અને હવે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉગ્ર બોલાચાલી અને મારામારી
સાણંદમાં નજીવી બાબતમાં એક જ સમાજના બે જૂથ સામે સામે આવી ગયા, અને આ મામલામાં ઉગ્ર બોલાચાલી અને મારામારી કરવામાં આવી, એકબીજા સાથે ગાળાગાળી કરવામાં આવી જેનાથી અશાંતિ ફેલાઈ અને ઝઘડા માટે લોકો ઉશ્કેરાયા, જોકે માહિતી એવી પણ મળી છે કે અગાઉ પણ આ બે જૂથ વચ્ચે આવી મારામારી થઈ ચૂકી હતી, પરતું અત્યારે તે વધુ ઉગ્ર બની, લાકડી, પથ્થર, કુહાડી, અને લોખંડની પાઇપો જેવા હથિયારોથી ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે.
પોલીસ કાર્યવાહી
આ ઘટનાની માહિતી મળતાં સ્થાનિક પોલીસ આવી પહોંચી અને જેમતેમ કરી મામલો શાંત પાડયો હતો. અને હાલ પોલીસ તપાસ કરી રહી છે, મામલામાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
7 જેટલા લોકોને ઈજા પહોંચી
ઘટનામાં 7 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી છે, અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંને પક્ષોની ઝપાઝપી વચ્ચે આ લોકો ઘાયલ થયા છે, અને તેમની સારવાર કરવામાં આવી રહી છે, જોકે આગળની કાર્યવાહી માટે તેમની સાથે પણ પૂછપરછ કરવામાં આવશે.
અહેવાલ: સુમન ડાભી
આ પણ વાંચો:
Chaitar Vasava case: ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટે આપ્યા જામીન છતા કેમ ફરી જેલમાં જવું પડશે?
Gujarat Weather: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તમામ જિલ્લાઓ માટે એલર્ટ
US: અમેરિકાની દુકાનમાં ચોરી કરતા પકડાઈ ગુજરાતી મહિલા, પોલીસ પૂછપરછમાં થયા આવા હાલ
Bihar: પૂર પીડિતની પીઠ પર ચઢી ગયા સાંસદ, સફેદ કપડા અને મોંઘા બુટ બચાવ્યા!
Bihar: લોકોએ પોલીસને દોડાવી દોડાવીને માર માર્યો, જાણો શું છે સમગ્ર મામલો









