Satire: દેશમાં જ્યાં જ્યાં ચૂંટણીઓ થાય ત્યાં ‘બાંગ્લાદેશીઓ’ હાજર કેમ થઈ જાય છે? પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો!

  • Others
  • April 8, 2026
  • 0 Comments

● શ્રીકાંત આપ્ટે

Satire: ભારતમાં પ્રવાસન ઉદ્યોગ દિવસે દિવસે ઝડપથી વિકાસ કરી રહ્યો છે,એ આનંદની વાત છે. એમાંય દેશમાં બાંગ્લાદેશી ઘુસણખોરોની ઓળખ થયા પછીથીતો પ્રવાસનની લોકપ્રિયતા પણ બહુ વધી ગઈ છેશહેરોની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા આ બાંગ્લાદેશી ઘુસણખોરો ખૂબ પ્રવાસનપ્રેમી છે પ્રવાસન પ્રત્યેના પ્રેમને કારણે તેઓ જ્યાં પણ ચૂંટણીઓ થાય છે ત્યાં પહોંચી જાય છે.

બિહારમાં ચૂંટણી થાય તો બિહાર પહોંચી જાય છે. બિહારનું કામ પૂરું કરીને જ્યારે બંગાળમાં ચૂંટણી થાય તો બંગાળ પહોંચી જાય છે. આપણો દેશ એટલો વિશાળ છે કે અહીં-ત્યાં વર્ષભર ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ ચાલતી જ રહે છે. જ્યાં ચૂંટણી, ત્યાં તેઓ — આવી સ્થિતિ છે આ ઘુસણખોરોની.

બાંગ્લાદેશી ઘુસણખોરોના એક જૂથની વાતચીત

એક: આસામમાં ચૂંટણી ચાલી રહી છે,તમે તો જ જવાના હશો.

બીજો : આસામમાં અમે છેલ્લી ચૂંટણીમાં ગયા હતા,આ વખતે તમિલનાડુ જવાનો પ્લાન છે.

ત્રીજો: અમે તો આ વખતે પુડુચેરી જઈશું, તમિલનાડુમાં છેલ્લી ચૂંટણીમાં ગયા હતા.

ચોથો : અમે છેલ્લી ચૂંટણીમાં કેરળ ગયા હતા અને આ વખતે પણ જઈશું.

બંગાળની ચૂંટણી સૌથી છેલ્લે છે, એટલે બધાં બંગાળ તો જશે જ જરા વિચાર કરો કે જો ચૂંટણી ન હોય તો આ ઘુસણખોરો શું કરશે? અથવા જો ઘુસણખોરો ન હોય તો ચૂંટણીઓનું શું થશે? આપણા દેશના પ્રવાસન ઉદ્યોગનું શું થશે? ‘બાત કુછતો દમ હૈ ભીડું!’

નોંધ:- આ લેખ વ્યંગકાર-લેખક શ્રી શ્રીકાંત આપ્ટેએ લખ્યો છે, તેઓ વ્યંગાત્મક લેખન માટે જાણીતા છે અને તેઓએ પોતાના અંગત વિચારો અને ટિપ્પણી વ્યગાત્મક શ્રેણીમાં પ્રગટ કર્યા છે)

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Satire: “ઇઝરાઇલ ઇઝ ફાદરલેન્ડ” મનેતો હવે ખબર પડી કે ‘મહામાનવ’ આવું કેમ બોલ્યા?
  • April 8, 2026

● શ્રીકાંત આપ્ટે Satire: શરૂઆતમાં જ હું વાચકોને સ્પષ્ટ કરી દઉં કે ઇઝરાઇલ મારું ફાદરલેન્ડ નથી. મારા પિતાનો જન્મ તો ભારતમાં જ થયો છે,તો પછી આ મહામાનવ ઇઝરાઇલને કોનું ફાદરલેન્ડ…

Continue reading
બ્રહ્માંડમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ ‘એલિયન યાન’ દેખાયું?, વૈજ્ઞાનિકોમાં વધી ચિંતા; ખાસ મિશન શરૂ થશે | 3I/ATLAS
  • November 3, 2025

3I/ATLAS: એલિયનની હાજરી વિશે વર્ષોથી એક રહસ્ય રહ્યું છે અને બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે ક્યાંક જીવન છે તેવી માન્યતાઓના આધારે અત્યાર સુધી અનેક પ્રયોગો થયા છે પણ હજુ સુધી નક્કર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election: ખડગેના નિવેદનને રાજકીય મુદ્દો બનાવીને ભાજપે ગુજરાત અને આસામમાં ફાયદો લેવાનો ખેલ ખેલ્યો!

  • April 9, 2026
  • 3 views
Election: ખડગેના નિવેદનને રાજકીય મુદ્દો બનાવીને ભાજપે ગુજરાત અને આસામમાં ફાયદો લેવાનો ખેલ ખેલ્યો!

Gujarat Election: અપમાન છોડો, ભાજપનું ધમકીનું રાજકારણ પણ એટલુંજ ખરડાયેલું છે!

  • April 9, 2026
  • 11 views
Gujarat Election: અપમાન છોડો, ભાજપનું ધમકીનું રાજકારણ પણ એટલુંજ ખરડાયેલું છે!

Mumbai: મહારાષ્ટ્રમાં ટેક્સી-રીક્ષા ચાલકોએ મરાઠીમાંજ વાત કરવાનો ‘ફતવો’ જાહેર!

  • April 9, 2026
  • 6 views
Mumbai: મહારાષ્ટ્રમાં ટેક્સી-રીક્ષા ચાલકોએ મરાઠીમાંજ વાત કરવાનો ‘ફતવો’ જાહેર!

Election: આસામ, કેરળ અને પુડુચેરીમાં કુલ 296 બેઠકો પર આજે મતદાન, મતદારોમાં ભારે ઉત્સાહ

  • April 9, 2026
  • 7 views
Election: આસામ, કેરળ અને પુડુચેરીમાં કુલ 296 બેઠકો પર આજે મતદાન, મતદારોમાં ભારે ઉત્સાહ

Lebanon: ઈરાન-પાકિસ્તાને લેબનોન પરના હુમલાને સીઝ ફાયરનું ઉલ્લંઘન ગણાવ્યું! ટ્રમ્પે કહ્યું કરારમાં લેબનોનનો સમાવેશ નહિ!