
Solar eclipse: 29મી માર્ચ અને શનિવારના રોજ ખંડગ્રાસનો સૂર્યગ્રહણનો અદભુત અવકાશી નજારો બનવાનો છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહિ જયારે યુરોપ, ઉત્તર રશિયા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકામાં આહલાદક જોવા મળવાનું છે. આ ગ્રહણની અવધિ 3 કલાક 53 મિનિટની રહેશે. જે પ્રદેશો-દેશમાં ખંડગ્રાસ ગ્રહણ જોવા મળવાનું છે ત્યાં વૈજ્ઞાનિકો, ખગોળપ્રેમીઓ, જાગૃતો જોવા માટે થનગની રહ્યા છે. સૂર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમી છે.
વિશ્વના ખગોળીય વૈજ્ઞાનિકો કે પ્રદેશમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણની ખગોળીય ઘટના બનવાની તે વખતે દુલર્ભ તસ્વીરો, વિડીયોગ્રાફી અને તાપમાન, વાતાવરણ ભૌગોલિક ફેરફારો વિગેરેની સુક્ષ્મતમ માહિતી મેળવવા સંશોધનો કરે છે. ચોક્કસ જગ્યા માટે પડાપડી કરતા હોય છે.
ભારતભરમાં ગ્રહણ સમયે વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સદીઓ જુની માન્યતાનું ખંડન સ્થળ ઉપર કરવામાં આવશે. લેભાગુઓને ફળકથનોની પ્રતિક હોળી કરવામાં આવશે. લોકોમાં માનસિક ભય-ડર દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવશે. પૃથ્વી ઉપર હજારો ચંદ્ર-સૂર્યગ્રહણો પસાર થઈ ગયા છે. માત્ર ખગોળીય ઘટના છે તેવું વિજ્ઞાનની મદદથી સાબિત કરવામાં આવશે. ભારતમાં સદીઓથી ગ્રહણ સમયે દાયકાઓ જુની રદી દંતકથાઓ, માન્યતાઓ, પરંપરાઓનો આધાર મુકી માત્ર ને માત્ર ગુમરાહ કરવાનું કામ કરે છે. માનવીની કર્મકાંડ–ક્રિયાકાંડો, વૈધાદિ નિયમો સુતક-બુતક ઠોકી, શારીરિક-માનસિક, આર્થિક શોષણનું કામ લેભાગુઓએ ઉભું કર્યું છે. તેનાથી સાવધાન રહેવા જાથા ગામે ગામ જાગૃતિ અભિયાન ચલાવે છે.
ગ્રહો કે ગ્રહણો માનવજીવનને અસરકર્તા નથી
વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે ગ્રહો કે ગ્રહણો માનવજીવનને અસરકર્તા નથી કે જીવન પદ્ધતિ ઉપર કશી જ અસર કોઈપણ પ્રકારે થતી નથી છતાં ભારતમાં ગ્રહણ સમયે દાન-પુણ્ય, જપ-તપ, સ્નાન કરવું, રાશિ ફળકથનો અને દોષ નિવારણના નામે લેભાગુઓ છેતરપિંડીનું કામ કરે છે તેનો જાથા સદૈવ વિરોધ કરે છે. સદીઓથી લેભાગુઓના મિલાપીપણાના કારણે દેશમાં ગુમરાહ-ભ્રામકતા ફેલાવવાનું કામ જોવા મળે છે. લેભાગુઓ પોતાની આજીવિકા-રોટલા માટે યેનકેન માનવીનું શોષણ કરે છે તેની સામે જાથા જાગૃતિ કાર્યક્રમો આપી નકારાત્મક, અવૈજ્ઞાનિક ફળકથનો, આગાહીઓની પ્રતિક હોળી કરે છે.
હોમ-હવન, જપ-તપ અધઃપતન સાથે સમયની બરબાદી?
પૃથ્વી ઉપર દર મિનિટે સારી-ખરાબ, શુભ-અશુભ, લાભ-નુકશાન, હોની-અનહોની ઘટના ભૌગોલિક પરિસ્થિતિ, પ્રાકૃતિક – કુદરતી, નિયમો અનુસાર બને જ છે તેને કોઈ અટકાવી શકતું નથી કે રોકી શકતું નથી. તેને જપ-તપ, અનુષ્ઠાન, પૂજાવિધિ કે અન્ય કોઈપણ પ્રકારના ક્રિયાકાંડોના ગતકડા, આશિર્વાદ કે કૃપાદ્રષ્ટિ સાથે કશી જ લેવા-દેવા નથી. લેભાગુઓ સદીઓથી નિરાધાર વાતો મુકી અમંગળ ઘટના બતાવી લોકોને મુર્ખ બનાવે છે. હોમ-હવન, જપ-તપ, અનુષ્ઠાન વિગેરેને અનુસરવું તે માનસિક અધઃપતન સાથે સમયની બરબાદી જ છે. ગ્રહણની જયોતિષીઓ દર્શાવે છે તેવી કોઈપણ ભૌગોલિક અસરો જોવા મળતી નથી. તેની પાસે એક પણ વૈજ્ઞાનિક ઉપકરણ નથી. હંબક વાતો કરે છે. લોકોને ઉઠા ભણાવે છે. મંદિર-દેવસ્થાના બંધ રાખવા, ગોળાનું પાણી ફેંકી દેવું, રાંધેલું અનાજ, પથારીનો ત્યાગ કરવો વિગેરે વર્ષો પૂર્વે બોગસ કહાની– કથનો છે. તેને ગ્રહણ સાથે કશી જ લેવા-દેવા નથી. માનવીએ ચંદ્ર-મંગળ ઉપર પગ મુકી દીધો છે છતાં પણ ભારતમાં માનસિક નબળા લોકો ચંદ્ર-મંગળની વીંટીઓ, હાથના આંગળામાં પહેરી છિન્ન મનોવૃતિના દર્શન કરાવી તેના મંત્ર-જાપ કરી નંગની વીંટી પહેરી મુખાર્મીનું પ્રદર્શન કરે છે.
આ પણ વાંચોઃ Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, કોણ જીતશે? | GT vs PBKS
આ પણ વાંચોઃ અમદાવાદ-મુંબઈનો રેલવ વ્યવહાર પુનઃ શરુ, વટવા નજીક ક્રેન તૂટી પડી હતી | Crane collapses
આ પણ વાંચોઃ Vadodara: ધારાસભ્યએ કરેલા સમૂહલ લગ્નના આયોજનમાં દુષ્કર્મના આરોપીનું સન્માન
આ પણ વાંચોઃ Illegal tolls: દ્વારકાથી ભાવનગર સુધી ગેરકાયદેસર બે ટોલટેક્સ: હાઈકોર્ટમાં PIL, જુઓ VIDEO