શિક્ષણ વિભાગમાં AI ટેક્નોલોજી કેવી રીતે કરશે કામ?

રાજ્યમાં શાળાએ જવાપાત્ર બાળકોનું 100 ટકા નામાંકન અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાની ગુજરાતની અભિનવ પહેલ શાળા પ્રવેશોત્સવ  અને કન્યા કેળવણી મહોત્સવની કડીમાં તા. 26 થી 28 જૂન 2025 દરમિયાન યોજાશે. શિક્ષણ વિભાગમાં AI ના ઉપયોગની પણ પહેલ કરાઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ત્રિ-દિવસીય રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થનારા મંત્રીઓ, પદાધિકારીઓ અને IAS, IPS, IFS સહિત વર્ગ-1ના 400 જેટલા ઉચ્ચ અધિકારીઓ માટે ગાંધીનગરમાં યોજાયેલી માર્ગદર્શક બેઠકમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપી છે. તેનો ઉલ્લેખ કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, નવા ઈનીસ્યેટીવ્ઝ સાથે નાનામાં નાની બાબતોને પણ મહત્તા આપવાની કાર્યક્ષમતા સાથેનું નેતૃત્વ તેમણે દેશને પૂરું પાડ્યું છે.

તેમણે ઉમેર્યું કે, પ્રવેશોત્સવના 22 વર્ષમાં રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ સુધારા સહિત ઘણું જ સારું કામ થયું છે. તેને વધુ વેગવાન બનાવીને ટીમવર્કથી કાર્યરત રહીએ અને અગાઉના પ્રવેશોત્સવના અનુભવો- ફીડબેકના આધારે સૌ સાથે મળીને વધુ પરિણામદાયી કાર્ય કરીએ.

નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન 2002-03માં શરૂ કરાવેલા આ શાળા પ્રવેશોત્સવના 22 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.

આ વર્ષે 23મો શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ”ની થીમ સાથે રાજ્યભરની 1529 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 5134 ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા 31,824 સરકારી પ્રાથમિક શાળાઓમાં યોજાવાનો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ શાળા પ્રવેશોત્સવ અન્વયે બાલવાટિકામાં પ્રવેશપાત્રતા ધરાવતા 8.75 લાખ, 8મા ધોરણમાંથી 9મા ધોરણમાં પ્રવેશની પાત્રતા વાળા 10.50 લાખ અને ધોરણ 10 થી 11માં પ્રવેશ માટે પાત્રતા યોગ્ય 6.50 લાખ મળીને સમગ્રતયા 25.75 લાખ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવવાનું આયોજન શિક્ષણ વિભાગે કર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી શાળાઓમાં વધુને વધુ બાળકો પ્રવેશ મેળવે તેવું વાતાવરણ ઊભું કરવા અનુરોધ કર્યો હતો. એટલું જ નહીં, કન્યાઓ ધોરણ 9 થી 12 નું શિક્ષણ મેળવે તે માટે નમો લક્ષ્મી અને બાળકોમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય તે માટે નમો સરસ્વતી યોજનાના લાભોથી પ્રવેશોત્સવ દરમિયાન SMCના સભ્યો અને બાળકોને માહિતગાર કરવાની પણ તેમણે તાકીદ કરી હતી.

શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે આ પ્રસંગે કહ્યું કે, રાજ્ય સરકારે આ વર્ષના પ્રવેશોત્સવમાં ધોરણ 8માંથી 9માં અને10માંથી 11માં ધોરણના પ્રવેશ પર પણ ફોકસ કર્યું છે અને AI આધારિત ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા સંભવિત ડ્રોપ આઉટની યાદી બનાવીને આવા વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, આપણે પરીક્ષા નહીં સમીક્ષા અને પ્રેઝન્ટેશન નહીં પરફોર્મન્સનો અભિગમ અપનાવીને માધ્યમિક શિક્ષણને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે.

મુખ્ય સચિવ પંકજ જોષી એ કહ્યું કે, શાળા પ્રવેશોત્સવનો આ કાર્યક્રમ શિક્ષણ વિભાગ પૂરતો જ મર્યાદિત ન રહેતા બધા જ વિભાગોને જોડતો ‘મિશન મોડ’નો ઉત્સવ બની ગયો છે. સરકાર અને સમાજના આ સંયુક્ત કાર્યક્રમમાં પ્રાથમિક શિક્ષણને માનવતાના કાર્ય તરીકે લોકોનો સહયોગ મળતો થયો છે. તેમણે શાળા પ્રવેશોત્સવમાં શાળાની મુલાકાત દરમિયાન SMC સાથેની બેઠક દ્વારા ફીડબેક મેળવીને સોશિયલ ઓડિટની પણ હિમાયત કરી હતી.

આ પણ વાંચો:

‘ભાજપા કાર્યકરોએ શંકરસિંહ વાઘેલાના પોસ્ટરોને કાળા કર્યા’ | ShankarSingh Vaghela

Rajkot: શંકરસિંહ વાઘેલાનું દારૂ અંગે નિવેદન: ઘણી જગ્યાએ બહેનો દારૂ પીવે છે, દારૂબંધી જ ખોટી!

શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટીની જાહેરાત બાદ ખળભળાટ, ભાજપ-કોંગ્રેસ પર શું લગાવ્યો આરોપ: EXCLUSIVE INTERVIEW

Amar Kishore Kashyap: મોડે મોડે ભાજપા નેતાનું પદ ગયુ, મહિલાને ટેકો આપવો ભારે પડ્યો

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

Donald Trump Vs Elon Musk: એલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચે સીઝફાયર!, શબ્દયુદ્ધ રોકાયું, મસ્ક ઢીલા પડ્યા

પૂર્વ CM ના ભાઈ લક્ષ્મણસિંહને કોંગ્રેસમાંથી હાંકી કાઢ્યા | Laxman Singh

  11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભગાની વેબસાઈટ અપડેટ થઈ નથી!, નેતાઓની માહિતી અપડેટ | Gujarat Education

કથાકાર મોરારીબાપુના પત્નીનું અવસાન, સમાધિ અપાઈ | Morari Bapu wife passes away

Delhi: 9 વર્ષની બાળકી પર રેપ કરી હત્યા કરનાર પાડોશી પકડાયો, પોલીસને બ્લેડ મારી

Sabarkantha Accident: પ્રાંતિજ હાઈવે પર ઇકો કારનું ટાયર ફાટતાં ગંભીર અકસ્માત, એક્ટિવા અને બાઈકના ભુક્કા

Austria School Firing: ઑસ્ટ્રિયાની શાળામાં વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો, સુરક્ષકર્મીઓ દોડતા થયા!

Visavadar: પેરિસ જેવા રોડ, રામરાજ્યનું વચન… કિરીટ પટેલને કેમ આવા ગપગોળા ફેંકવા પડ્યાં?

Related Posts

Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading
Gujarat Lost to Illiteracy: અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ!! ડ્રોપ આઉટમાં 341 ટકાનો વધારો!
  • December 11, 2025

(સંકલન,દિલીપ પટેલ) Gujarat Lost to Illiteracy: સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ