ટ્રમ્પના એક નિર્ણયથી સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો, ડૉલર સામે રૂપિયો ઓલ ટાઈમ લૉ

  • Others
  • February 3, 2025
  • 0 Comments
  • ટ્રમ્પના ટેરિફ વૉરથી સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો, ડૉલર સામે રૂપિયો ઓલ ટાઈમ લૉ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારવાના નિર્ણય બાદ વિશ્વભરના બજારો પર દબાણ વધ્યું છે. તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે, જ્યાં પ્રી-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 731 પોઈન્ટ (0.57%) ઘટીને 76,774 પર પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ 243 પોઈન્ટ (0.69%)નો કડાડો જોવા મળી રહ્યો છે. આ સાથે જ રૂપિયો ડોલર સામે ઓલ ટાઈમ લો સપાટી પર જોવા મળી રહ્યો છે.

બજાર ખુલતાની સાથે જ વેચવાલી જોવા મળી અને સેન્સેક્સ 710.70 પોઈન્ટ ઘટીને 76,795.26 પર જ્યારે નિફ્ટી 211.75 પોઈન્ટ ઘટીને 23,270.40 પર ટ્રેડ કરી રહ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં મોટી કંપનીઓના શેર વેચવાલીના દબાણ હેઠળ આવી ગયા હતા અને બેન્કિંગ, આઈટી અને ઓટો સેક્ટરમાં મોટો કડાકો નોંધાયો હતો.

આ પણ વાંચો- Under 19 Women’s T20 World Cup: ભારતીય મહિલા અંડર-19 ટીમે ઇતિહાસ રચ્યો, બીજી વખત ખિતાબ જીત્યો

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ યુદ્ધના સંકેતોએ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધારી છે. જો અમેરિકા તેની આયાત ડ્યુટીમાં મોટા ફેરફારો કરશે તો તેની અસર ભારતીય કંપનીઓ અને નિકાસકારોને પણ પડી શકે છે. આ આશંકાને કારણે વિદેશી રોકાણકારોએ તેમની વેચવાલી વધુ તીવ્ર બનાવી, જેના કારણે બજાર પર દબાણ વધ્યું છે.

બીજી બાજુ ડૉલરની સામે રૂપિયો ઓલ ટાઈમ લૉની સપાટીએ પહોંચી ગયો હતો. પહેલીવાર રૂપિયો 87ના લેવલને ક્રોસ કરી ગયો. શુક્રવારે રૂપિયાઓ 86.61 ના સ્તરે બંધ થયો હતો પણ આજે 41 પૈસાના મોટા કડાકા સાથે તે 87.02 પર ઓપન થયો જે ફેબ્રુઆરી 2023 બાદ સૌથી મોટો કડાકો મનાઈ રહ્યો છે.

જોકે આ કડાકો ત્યાં જ ન રોકાયો અને રૂપિયો ડૉલર સામે 55 પૈસા તૂટીને 87.17ના લેવલને ક્રોસ કરી ગયો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા ટેરિફ વૉરને કારણે ડૉલર મજબૂત થઇ રહ્યો છે. ડૉલર ઈન્ડેક્સ 1.4% ની મજબૂતી સાથે 109.84 પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો- Shatrughan Sinha called PM: શત્રુઘ્ન સિંહાએ PM મોદીને ‘પ્રચાર મંત્રી’ ગણાવ્યા, ખેડૂતોની આવક બમણી કરવાને લઈ શું કહ્યું?

Related Posts

plastic polythene: તમે જે પોલિથીનમાં શાકભાજી લાવો છો તેનાથી થઈ શકે છે કેન્સર જેવા ઘાતક રોગ
  • July 5, 2025

plastic polythene: પ્લાસ્ટિકનું નામ સાંભળતાની સાથે જ આપણને બધે જ પોલીથીન દેખાય છે. કરિયાણાની દુકાનોથી લઈને શાકભાજી વેચનારાઓ સુધી અને ફૂડ પેકેજિંગથી લઈને બજાર સુધી, બધે જ પોલીથીનનો ઉપયોગ થાય…

Continue reading
Viral Video: લગ્નમાં કપલને રોલો પાડવો ભારે પડ્ચો, ફોટોશૂટના ચક્કરમાં મજાકનો શિકાર બન્યા
  • June 16, 2025

Viral Video: હાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ડરામણો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલ ગળામાં અજગર રાખીને ફોટોશૂટ કરાવતું જોવા મળે છે. આ વીડિયોએ લોકોને ચોંકાવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

  • October 29, 2025
  • 5 views
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

  • October 29, 2025
  • 15 views
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

  • October 29, 2025
  • 7 views
IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

  • October 29, 2025
  • 18 views
 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

  • October 29, 2025
  • 9 views
OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત

  • October 29, 2025
  • 9 views
Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત