
SIR dates announce : ભારત ચૂંટણી પંચ (ECI) દ્વારા આજે સોમવારે સાંજે લગભગ 4:15 કલાકે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને દેશભરમાં મતદાર યાદીના ખાસ સઘન ફેરફાર (Special Intensive Modification – SIR)ની તારીખોની જાહેરાત કરશે જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી મીડિયાને વિગતો આપશે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 10 થી 15 એવા રાજ્યોનો સમાવેશ કરાયો છે કે જેમાં 2026માં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે.SIR મતદાર યાદીઓને અપડેટ કરવા માટે એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, જેમાં નવા મતદારોની નોંધણી, મૃતકોના નામ દૂર કરવા, ડુપ્લિકેટ એન્ટ્રીઓ દૂર કરવા અને તેમને સ્થાનાંતરિત કરવા જેવા કાર્યોનો સમાવેશ થાય છે.
પંચ દ્વારા આ પહેલ ખાસ કરીને આગામી ચૂંટણીઓ ધરાવતા રાજ્યો પર કેન્દ્રિત છે, જેમ કે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ અને પુડુચેરી. આ રાજ્યોમાં 2026માં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે અને મતદાર યાદીની ચોકસાઈ ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતાને સુનિશ્ચિત કરશે.
પ્રથમ તબક્કા માટે વિગતવાર સમયપત્રક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તબક્કો એવા રાજ્યોમાં શરૂ થશે જ્યાં ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. તમિલનાડુમાં, DMK અને AIADMK વચ્ચે સીધી સ્પર્ધા છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં TMCનો ભાજપ વચ્ચે સત્તાનો મુખ્ય મુદ્દો રહેશે.કેરળમાં LDF-UDF સ્પર્ધા, આસામમાં ભાજપની મજબૂત પકડ અને પુડુચેરીમાં કોંગ્રેસ-DMK ગઠબંધનની ભૂમિકા પર નજીકથી નજર રાખવામાં આવશે.
આ રાજ્યોમાં મતદાર યાદીમાં કોઈપણ ભૂલ ચૂંટણી પરિણામોને અસર કરી શકે છે તેથી SIR ની સમયસરતા મહત્વપૂર્ણ છે. તાજેતરના વર્ષોમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પંચે મતદાર યાદીને વધુ મજબૂત બનાવી છે.
મતદાર હેલ્પલાઇન એપ્લિકેશન, ઓનલાઈન નોંધણી અને બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ની ભૂમિકાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
SIR દરમિયાન ઘરે-ઘરે જઈને સર્વેક્ષણો, દાવાઓ અને વાંધાઓનું નિરાકરણ અને ફોટો ID કાર્ડ અપડેટ કરવા જેવા કાર્યો હાથ ધરવામાં આવશે.પ્રથમ તબક્કા પછી સમગ્ર દેશમાં એકસમાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે તબક્કાવાર રીતે અન્ય રાજ્યોનો સમાવેશ કરવામાં આવશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે રાજકીય પક્ષો મતદાર નોંધણી અંગે હવે જાગૃત થઈ ગયા છે.તાજેતરમાં જ વિપક્ષ નેતા રાહુલ ગાંધી સત્તા પક્ષ ભાજપ સામે વારંવાર મતચોરી કરી ગેરરીતિના આક્ષેપ કરી રહયા છે તેવા સમયે આ મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો છે અને ચૂંટણી પંચ સામે પણ સવાલો ઉઠતા હવે મતદાર યાદી અપડેટ કરવા SIRની પ્રક્રિયા શરૂ થઈ રહી છે.
આ પણ વાંચો:
Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા






