
Snake Bite Death Meerut: ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના બહસુમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌરભ રાજપૂત હત્યાકાંડ જેવી જ વધુ એક ઘટના આજ વિસ્તારમાં બનતાં ચકચાર મચી ગયો છે. બહસુમા પોલીસે અકબરપુર સદાતના અમિત કશ્યપની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પતિ અમિત તેમના પ્રેમ સંબંધમાં અવરોધ બનતા, પત્ની રવિતાએ તેના પ્રેમી અમરદીપ સાથે મળીને તેની હત્યા કરી દીધી હતી. રવિતાએ અમિતના હાથ પકડીને તેનું મોં દબાવી દીધુ હતુ. જ્યારે પ્રેમી અમરદીપે તેનું ગળું દબાવી દીધુ હતુ. જેથી અમિતનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતુ.
હત્યાને અંજામ આપ્યા બાદ પોતાની કરતૂત છૂપાવવા અમિતના શરીર પર એક સાપ છોડી દેવામાં આવ્યો હતો. સાપે અમિતને 10 જેટલા ડંખ માર્યા હતા. આ ઘટનામાં બંને પ્રમીઓની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ ગુરુવારે કોર્ટમાં રજૂ કર્યા હતા, કોર્ટે બંને 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે હાલ બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે.
ગ્રામીણ એસપી રાકેશ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, બહસુમા પોલીસ સ્ટેશન વિસ્તારના અબકારપુર ગામના રહેવાસી વિજયપાલનો પુત્ર અમિત કશ્યપ ઉર્ફે મક્કી, રવિવાર, 13 એપ્રિલના રોજ તેના પરિવારને ખાટલા પર મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેની નજીક એક જીવતો સાપ બેઠો હતો, અને તેના પરિવારના સભ્યો તેને સાપે કરડ્યો હોવાની શંકા સાથે પ્યારેલાલ શર્મા જિલ્લા હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ અમિતને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે સાપ વેચનાર શખ્સને ઝડપ્યો
પોલીસે સાપ વેચનાર સાપ મંત્રધારને ઝડપી લીધો છે. અમરદીપે મહમૂદપુર શીખેડા નિવાસી નિખિલ પાસેથી રૂ.1000માં સાપ ખરીદ્યો હતો. જેથી સાબિત થાય કે અમિતનું મોત સાપના ડંખ થાય. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુ ગૂંગળામણને કારણે થયું હોવાની પુષ્ટિ થયા પછી, તે હત્યા હોવાનું બહાર આવ્યું છે. ધરપકડ કરાયેલા અમરદીપે નિખિલ પાસેથી સાપ ખરીદ્યાની કબૂલાત કરી લેતાં સાપનો વેપાર કરનાર શખ્સની પણ ધરપકડ કરી લીધી છે.
અમિતના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા
અકબરપુર સદાતના રહેવાસી અમિત કશ્યપ ઉર્ફે મિક્કીના લગ્ન 8 વર્ષ પહેલા મુઝફ્ફરનગર જિલ્લાના સૈયદપુર ગામની રહેવાસી રવિતા સાથે થયા હતા. રવિતાને બે બહેનો અને એક ભાઈ છે. તેની બીજી સાવકી માતાના બે ભાઈઓ પણ છે.
હત્યા પહેલા, તેણી તેના પતિ સાથે શાકંભરીની મુલાકાત લીધી હતી
શનિવાર, 12 એપ્રિલના રોજ, અમિત અને રવિતા શાકંભરી દેવી મંદિરમાં દર્શન કરવા ગયા હતા. અમરદીપ અને રવિતાએ પહેલાથી જ યોજના બનાવી હતી કે તેઓ રાત્રે અમિતને મારી નાખશે. અમરદીપે સાંજે જ સાપ માટે વ્યવસ્થા કરી દીધી હતી. સાપને એક થેલીમાં ભરીને અકબરપુર સદાત ગામની બહાર ઝાડીઓમાં છુપાવવામાં આવ્યો હતો. જ્યારે રવિતા અને અમિત શાકંભરી દેવીના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેમણે બહસુમા શહેરના બાયપાસ ચાર રસ્તા પર અમરદીપને જોયો. આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
રાત્રિભોજન પછી લગભગ 9.30 વાગ્યે, રવિતાએ અમરદીપને ફોન કર્યો અને તેને ઘરે આવવા કહ્યું કારણ કે અમિત ત્યાં સુધીમાં સૂઈ ગયો હતો. રવિતાના ફોન પર, અમરદીપ સાપ લઈને રવિતાના ઘરે પહોંચ્યો. શરૂઆતમાં, બંનેની યોજના અમિતને સાપ કરડીને મારી નાખવાની હતી, પરંતુ તેમને ડર હતો કે સાપ તેમને પણ કરડી શકે છે, તેથી બંનેએ અમિતનું ગળું દબાવીને તેને મારી નાખવાની યોજના બનાવી હતી.
અકબરપુર સદાત ગામનો અમિત કશ્યપ ઉર્ફે મિક્કી (25) સાપ ડંખથી મૃત્યુ પામ્યો ન હતો. અમિતની હત્યા તેની પત્ની રવિતાએ તેના પ્રેમી અમરદીપ સાથે મળીને કરી હતી. બાદમાં અમિતના શરીર પર સાપ છોડી દીધો હતો. જેથ લાગે તેનું મોત સાપ કરડવાથી થયું. જો કે સાપ ડંખ માર્યા હતા. પરંતુ પોસ્ટમોર્ટમાં રિપોર્ટમાં ગળું દબાવીથી મોત થયાનું ખુલતા પત્ની અને પ્રેમીની કરતૂતોનો ભાંડો ફૂટી ગયો હતો. ગ્રામજનો પણ જાણતાં હતા કે અમિતની પત્નીને પરપુરુષ અમરદીપ સાથે આડા સંબંધો છે. જેથી આ હત્યા બંનેએ જ કરી હોવાની પાક્કી આશંકા હતી.
આ પણ વાંચોઃ
Rajkot માં 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, છાશ પીધા તબિયત બગડી
Sports Teachers: 1 મહિના બાદ ખેલ સહાયકોની પાછી પાની, સરકારે રાજી કરી લીધા!
Gujarat: ભાજપના ભ્રષ્ટાચાર સામે બોલી ન શકતી કોંગ્રેસ ચૂંટણી જીતી શકે?
Ahmedabad: 12 વાગ્યા બાદ શાળા ચાલુ રાખી શકાશે નહીં, જો હશે તો થશે કાર્યવાહી
Mehsana: કડીમાં નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતાં ACBએ ઝડપી પાડ્યા