
Australia: આખરે આજથી ઓસ્ટ્રેલિયામાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહિ કરી શકે અને 16 વર્ષથી ઓછી વયજૂથના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા ઉપર કડક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝના જણાવ્યા અનુસાર, ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પરનો વિશ્વનો આ પ્રથમ પ્રતિબંધ છે જે બાળકોને તેમનું બાળપણ સુનિશ્ચિત કરશે.
આજે તા.10 ડિસેમ્બરને બુધવારથી અમલમાં આવી ગયેલા સોશિયલ મીડિયા પ્રતિબંધને સમર્થન આપવા બદલ અલ્બેનીઝે ગઈકાલે મંગળવારે ઓસ્ટ્રેલિયાના રાજ્ય અને સ્થાનિક નેતાઓનો આભાર માન્યો હતો.તેમણે કહ્યું, “આ એક સાંસ્કૃતિક પરાવારીક પરિવર્તનનો પ્રયાસ છે જે ઓસ્ટ્રેલિયાને માતાપિતાને વધુ માનસિક શાંતિ આપવા તેમજ ઓસ્ટ્રેલિયન બાળકોને સુરક્ષિત બાળપણ મળે તે સુનિશ્ચિત કરશે.”
નવેમ્બર 2024 માં ફેડરલ સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદા હેઠળ, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશ્યલ એકાઉન્ટ બનાવવાથી રોકવા માટે જેતે પ્લેટફોર્મને તાકીદ કરવામાં આવી છે.આ કાયદાથી બાળકો ઉપર પડતી સોશિયલ મીડિયાની નકારાત્મક અસર ઓછી થશે.જે મોબાઈલ સ્ક્રીન પર વધુ પડતો સમય વિતાવે છે તેઓ એવી સામગ્રીના સંપર્કમાં લાવે છે જે તેમના સ્વાસ્થ્ય અને વિકાસને નુકસાન પહોંચાડી શકે છે.
2025 ની શરૂઆતમાં હાથ ધરવામાં આવેલા એક સરકારી અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે 10-15 વર્ષની વયના 96 ટકા બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા, અને 10 માંથી સાત બાળકો ઉપર તેની ખૂબજ નકારાત્મક અસરો જણાઈ હતી.
સોશિયલ મીડિયા ઉપર સ્ત્રી-વિરોધી અને હિંસક સામગ્રી, તેમજ ખાવાની વિકૃતિઓ અને આત્મહત્યાને પ્રોત્સાહન આપતી સામગ્રીઓ બાળકોના કુમળા માનસ ઉપર ખૂબજ નકારાત્મક અસરો ઉભી કરે છે અને તેનું સ્વાસ્થ જોખમાય છે અને માનસિક-શારીરિક અસરો તેનું બાળપણને અવરોધે છે.
અત્યાર સુધીમાં 10 સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પ્રતિબંધ લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, થ્રેડ્સ, ટિકટોક, ટ્વિચ, એક્સ, યુટ્યુબ, કિક અને રેડિટનો સમાવેશ થાય છે.અલબત્ત જે સોશિયલ મીડિયા કંપની આ નિયમનો ભંગ કરશે તેના પર ભારે દંડ ફટકારવામાં આવશે.
જોકે,દુનિયાના અન્ય દેશો પણ આ નિયમને અમલમાં તૈયારી કરી રહયા છે સોશિયલ મીડિયામાં કન્ટેન્ટથી માંડીને તેના બાળકોના ઉપયોગ અંગે હવે દુનિયાભરમાં ચિંતા છે અને અનેક દેશો પ્રતિબંધ લાવવાવાનું વિચારી રહયા છે,મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયાએ 10 મહિના પહેલા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ઉપર સોશિયલ મીડિયાનો પ્રતિબંધ લાવવાની જાહેરાત કરી હતી તેનો હવે આજથી અમલ શરૂ થઈ ગયો છે.
ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં વિદ્યાર્થીઓને બતાવવામાં આવેલા એક વિડીયો સંદેશમાં, અલ્બેનીઝે જણાવ્યું હતું કે સરકારે અલ્ગોરિધમ્સ, સોશિયલ મીડિયા ફીડ્સ અને તેમના દબાણ સાથે મોટા થયેલા બાળકોને ટેકો આપવા માટે આ ફેરફાર કર્યો છે,એમ સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલમાં જણાવાયું છે.
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો







