
MP News: સોશિયલ મીડિયાની દુનિયામાં, લોકો ઘણીવાર સેલ્ફી અને ફોટોશૂટના શોખને કારણે ખતરનાક અકસ્માતોનો ભોગ બને છે. હવે મધ્યપ્રદેશના સિઓની જિલ્લામાં પણ આવી જ એક દુર્ઘટના બની છે, જેમાં જિલ્લાના જાણીતા ડૉક્ટર અને સામાજિક કાર્યકર ડૉ. પ્રફુલ્લ શ્રીવાસ્તવ ફોટો પડાવતી વખતે ખાડામાં પડી ગયા. તેમનો અકસ્માત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે આ મામલો હવે ચર્ચાનો વિષય બની ગયો છે.
શું બન્યો હતો ઘટનાક્રમ?
સિઓની જિલ્લાના ગણેશ ચોકના ડૉ. પ્રફુલ્લ શ્રીવાસ્તવ પણ આ વિસ્તારમાં એક સામાજિક કાર્યકર તરીકે જાણીતા છે. તેઓ શહેરના મંદિરમાં પોતાની સેવાઓ આપી રહ્યા હતા અને પૂજા કરી રહ્યા હતા. આ સમય દરમિયાન, તેમના સાથીઓએ તેમનું ફોટો સેશન શરૂ કર્યું. આ તકનો લાભ લેવા માટે ડૉક્ટર સાહેબ પણ ફોટા પાડવા આવી પહોંચ્યા હતા અને જ્યારે ડૉક્ટર સાહેબ તગારું (મંદિરના બાંધકામમાં વપરાતું વાસણ) સાથે ખાડામાં સામગ્રી નાખી રહ્યા હતા અને તે જ સમયે તેમણે કહ્યું, ” વધુ એક તગારું લાવો ફોટો સારો નથી આવ્યો!” પછી અચાનક , તે તગારા સાથે 6 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયા. આ બધું કેમેરામાં કેદ થઈ ગયું અને થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું.
एक तसला ओर फ़ोटो नही आई____उसके बाद जो फ़ोटो आयी वो ब्रम्हाण्ड की सबसे खूबसूरत फ़ोटो बन गई😀😀 pic.twitter.com/M3CxEoD6UF
— एस एल देवासी (@SL_Dewasi91) July 16, 2025
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો
ડોક્ટરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ડોક્ટર પ્રફુલ શ્રીવાસ્તવ તગારું ફેંકતા જ પોતાનું સંતુલન ગુમાવી દે છે અને સીધા ખાડામાં પડી જાય છે. નજીકમાં ઉભેલા લોકો તરત જ તેમને મદદ કરવા દોડી જાય છે. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર આ અકસ્માત અંગે વિવિધ રમુજી ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ આવી રહી છે.
પબ્લિસિટીના ચક્કરમાં ઈજ્જતના ધજાગરા
મધ્યપ્રદેશના સિઓની જિલ્લાના એક સામાજિક કાર્યકર એક મંદિર માટે શ્રમદાન કરી રહ્યા હતા. તેઓએ એક ફોટો લીધા પછી, ફોટો સારો ન આવ્યો જેથી તેથી કેમેરામેને ફરીથી લેવાનું કહ્યું. આ દરમિયાન અચાનક ઈંટ ખસી જાય છે અને આ સામાજીક કાર્યકર ખાડામાં પડી જાય છે. આમ તેમને સારો ફોટો ખેચાવવો ભારે પડ્યો જો કે, ફોટો સારો ભલે ન આવ્યો હોય પરંતુ આ સમાજીક કાર્યકર ખાડામાં પડતા સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે અત્યારે તેમની આ રીલ ખુબ વાયરલ થઈ રહી છે જેમાં લોકો તેમની મજા લઈ રહ્યા છે.
ડૉ. પ્રફુલ્લ શ્રીવાસ્તવે શું કહ્યું ?
આ વીડિયો અંગે ડૉ. પ્રફુલ્લ શ્રીવાસ્તવે કહ્યું, “ફોટો લેતી વખતે આ અકસ્માત થયો હતો, જેમાં મને સામાન્ય ઈજાઓ થઈ હતી. જોકે, સોશિયલ મીડિયા પર આ વીડિયો વિશે ઘણી અફવાઓ અને વિવિધ પ્રકારની વાતો ચાલી રહી છે. પરંતુ વાસ્તવમાં હું ઠીક છું.”
