Gir Somnath: માણેકપુરમાં 20 દિવસથી પાણીની સમસ્યા વિકરાળ, મહિલા સરપંચ અને પતિના ધરણાં

Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા માણેકપુર ગામમાં છેલ્લા 20 દિવસથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગામની 5000થી વધુ વસ્તી પાણીની અછતને કારણે મુશ્કેલીનો સામનો કરી રહી છે. આ સમસ્યાના વિરોધમાં ગામના મહિલા સરપંચ ભાવુબેન લાખાભાઈ રાઠોડ તેમના પતિ અને બે બાળકો સાથે પાણી પુરવઠા બોર્ડની કચેરી ખાતે ધરણાં પર બેઠા છે.

ભાવુબેને જણાવ્યું કે ગામમાં પાણીનો સ્ટોરેજ સંપૂર્ણપણે ખલાસ થઈ ગયો છે, જેના કારણે ગ્રામજનોને પીવાના પાણી અને પશુઓ માટે પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો અન્ય પાસેથી પાણી માંગવા અને ખારા પાણીનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. તેમણે ઉમેર્યું કે તેઓ છેલ્લા પાંચ દિવસથી સ્નાન પણ કરી શક્યા નથી. સરપંચે અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી.

સરપંચના પતિએ કહ્યું કે પાણી ન મળવાનું કારણ તંત્ર આપે છે કે પાણી પાઈપલાઈન તૂટેલી છે. તેમણે વધુ કહ્યું આ તૂટેલી પાઈપલાઈનનું ત્રણ દિવસ સમારકામ થયા પછી પણ પાણી મળ્યું નથી.

મહિલા સરપંચે ખોખારીને કહ્યું છે કે જ્યાં સુધી ગામમાં પાણીનો પુરવઠો નહીં શરૂ થાય ત્યાં સુધી તેઓ ધરણાં ચાલુ રાખશે. બીજી તરફ પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં ઇન્ચાર્જ અધિકારી સહિત અન્ય અધિકારીઓ ગેરહાજર હોવાનું જાણવા મળ્યું છે. ટેલિફોનિક વાતચીતમાં એક અધિકારીએ આજે જ પાણી પૂરું પાડવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી.

ગામના લોકો અને સરપંચે સરકાર અને સંબંધિત વિભાગો પાસે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. આ સમસ્યાને લઈને ગ્રામજનોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે, અને તેઓ ઝડપી ઉકેલની અપેક્ષા રાખે છે.

સવાલ એ પણ થાય કે નલ સે જલ યોજનાના ફાકા મારતી ગુજરાત સરકાર અહીં કેમ હજુ સુધી પાણીની સમસ્યા હલ કરી શકી નથી. જાણળવા મળ્યું છે કે ગુજરાતના 500 ગામોમાં ટેન્કરથી પાણી આપવમાં આવી રહ્યું છે. જો કે આ માણેકપુર ગામને ટેન્કરથી પાણી નથી આપતું.

આ પણ વાંચો:

‘દેશ કા TATA નમક’ એ દ્વારકાના ખેડૂતોની પથારી ફેરવી,’જેની બાજુ TATA હોય એને ખબર પડે’ | Part-3

India Census: ભારતમાં વસ્તીગણતરીની તારીખ જાહેર, આ તારીખથી થશે ગણતરી ચાલુ!

Accident: મલયાલમ હિરોને નડ્યો અકસ્માત, પિતાનું ઘટનાસ્થળે જ મોત, અભિનેતા ગંભીર

Idar: શાહી પરિવારે રાજકુંવરીને સોંપી રાજગાદી, પિતાનો વારસો આગળ ધપાવશે!

Bhavnagar: પ્રેમલગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીને છરીના 14 ઘા માર્યા

Rajsthan: આરોગ્ય મંત્રીની પત્ની રાત્રે ઊંઘ્યા પછી જગ્યા નહીં, જાણો શું થયું?

રાહુલે પોતાના જ નેતાઓને લંગડા ઘોડા કહ્યા!, હકીકતમાં Congress ને નબળી કોણ પાડી રહ્યું છે?

Sabarkantha: પ્રાંતિજમાં ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો, બસ ડિવાઈડર પર ચઢી

Dwarka: TATA ના સોલ્ડ, સિમેન્ટ, સોડા ખેડૂતો માટે પ્રાણઘાતક, અહીં ઉજવો પર્યાવરણ દિવસ! | Part-1

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

Dwarkaમાં TATA સિમેન્ટના રજકણોથી મોટો ખતરો, લોકોનો અવાજ ના ટાટાએ સાંભળ્યો કે નરેન્દ્ર મોદીએ!, આ વેદના હવે કોણ સાંભળશે?

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
  • August 4, 2025

દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 4 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 3 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • August 5, 2025
  • 12 views
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

  • August 5, 2025
  • 14 views
Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

  • August 5, 2025
  • 15 views
Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

  • August 5, 2025
  • 22 views
‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court