
Jaya Bachchan: રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, સપા સાંસદ જયા બચ્ચને એક મોટું નિવેદન આપ્યું. તેમણે ઓપરેશનને સિંદૂર નામ આપવા સામે વાંધો ઉઠાવ્યો. જયાએ કહ્યું કે જ્યારે સિંદૂર પોતે જ નાશ પામી ચૂક્યું છે તો પછી ઓપરેશનને સિંદૂર નામ કેમ આપવું?
જયા બચ્ચને પહેલગામની ઘટના પર જતાવ્યું દુખ
રાજયસભામાં અભિનેત્રી જયા બચ્ચને પોતાના વકતવ્યમાં કહ્યું કે પહેલગામ હુમલામાં જવાનો શહીદ થયા એ વાતનું તેમને દુખ છે. અને તેમના પરિવાર પ્રત્યે પણ સહાનુભૂતિ બતાવતા કહ્યું કે કશ્મીરને જન્નત માનવામાં આવે છે. અને આ જ જન્નત તેમના માટે ઘાતક સાબીત થઈ.
પરિવારોની માફી માંગવવાની માંગ
વધુમા તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું તેઓ કહે છે કે આતંકવાદને અમે ખતમ કરી નાખ્યો છે. તેમને આવું બોલતા શરમ આવવી જોઈએ. લોકોની રક્ષા કરવી તમારી ફરજ છે. અમે તમારી રક્ષા ના કરી શકયા ફરજ ના નિભાવી શકયા માટે માંફી માંગવી જોઈએ અને તમારા પર વિશ્વાસ રાખીને જ કાશ્મીર ગયા હતા તમે તેમનો વિશ્વાસ ના સાચવ્યો માટે તમારે માંફી માંગવી જોઈએ. એટલી તો માણસાઈ રાખવી જોઈએ.
જયા બચ્ચના ભાષણ દરમિયાન હોબાળો
જયારે જયા બચ્ચન બોલતા હતા ત્યારે સત્તાપક્ષે હંગામો કર્યો હતો. તેમની પાસે બેઠેલા પ્રિયંકા ચર્તુવેદી હસવા લાગ્યા ત્યારે તેમને પણ ઠપકો આપ્યો મને ના સમજાવો શું કરવુ .અને કહ્યું હું લોકો પર ધ્યાન નથી આપતી પણ મારા કાન બહુ તેજ છે એનું શું લોકો બોલશે તો હું બંધ થઈ જઈશ પણ મને પછી મને તમારે થોડો સમય તો આપવો જ પડશે પોતાની વાત મૂકવા.
ઓપરેશન સિંદૂર નામ પર નારાજગી
તેમણે સરકારને કહ્યું કે એમની પાસે બહુ મોટા મોટા લેખકો છે જેમને મોટા નામની આવડત રાખે છે. આ સિંદૂર નામ શોધ્યું કયાંથી જે યુવાનો શહીદ થઈ ગયા તેમનું તો સિંદૂર જ મટી ગયું. સિંદૂર ઉજાળનારા ઓપરેશનને સિંદૂર નામ આપી શકાય.સરકારે પોતે જ વિચાર કરવો જોઈએ શહીદોના પરિવારનો તો વિચાર કરવો જોઈએ. તેમના દુખનો સરકારને અંદાજો નથી રાજ્યસભામાં ‘ઓપરેશન સિંદૂર’ વિશે ઉગ્ર ભાષણ આપીને ચર્ચામાં આવ્યા તેમણે આ ઓપરેશનના નામ પર ગંભીર વાંધો ઉઠાવ્યો, જયા બચ્ચને દલીલ કરી કે ‘સિંદૂર’ સૌભાગ્યનું પ્રતીક છે, જેનો ઉપયોગ યુદ્ધની કાર્યવાહી માટે કરવો અયોગ્ય છે. તેમણે કહ્યું કે આ નામથી શહીદોના પરિવારોની લાગણીઓને ઠેસ પહોંચી છેકારણ કે આ ઓપરેશનમાં ઘણા જવાનો શહીદ થયા. તેમણે સરકાર પાસે માફી માંગવાની માગણી કરી, એમ કહીને કે આ નામથી લોકોના વિશ્વાસનું અપમાન થયું છે.
આ પણ વાંચો:
Trump on Tariff: ડોલાન્ડ ટમ્પે આવી મિત્રતા નિભાવી? ભારત પર 25% ટેરિફ લાદ્યો
Gujarat ATS: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ
Russia Earthquack: રશિયા નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભયાનક વીડિયો આવ્યા સામે