
- મિલકત દસ્તાવેજ અંગે સરકારનો મોટો નિર્ણય
- 1 એપ્રિલથી ખુલ્લા પ્લોટના અક્ષાંશ-રેખાંશ દર્શાવવા ફરજિયાત
ગુજરાતમાં મિલકત સંબંધી દસ્તાવેજોમાં હવે નવો નિર્ણય સરકારે લીધો છે. હવે મિલકતોનો દસ્તાવેજ કરતી વખતે અક્ષાંસ-રેખાંશ દર્શાવવા પડશે. જેથી સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં સરળતાં રહે અને ગેરરિતી પણ ન થાય.
ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે કચેરીમાં થતાં મિલકતોના દસ્તાવેજમાં ફરજીયાત ફોટોગ્રાફવાળા પૃષ્ઠ પર અક્ષાંશ અને રેખાંશની વિગતો ફરજિયાત દર્શાવવી પડશે. સાથે સાથે દસ્તાવેજ કરાવનાર બંને પક્ષે તેના પર સહીં કરવાની રહેશે. આ પહેલા અક્ષાંસ -રેખાંશ લખવામાં આવતાં ન હતા. જેથી સબ રજીસ્ટ્રાર ઓફિસમાં દસ્તવેજ કરે ત્યારે બાંધકામ હોવા છતાં લોકો ફોટમાં ખુલ્લો પ્લોટ બતાવવતા હતા. ખુલ્લો પ્લોટ બતાવે એટેલે સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરવાની થતી હતી. જેથી સરકાર સાથે છેડતરપીંડીને ડામવા આ પગલું લેવાયું છે. અક્ષાંસ-રેખાંસમાં શું આવેલું તે પણ દર્શાવવું પડશે. આ નિયમ 1 એપ્રિલ 2025થી રાજ્યની તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગૂ પડશે. જો દસ્તાવેજમાં આ વિગતો નહી હોય તો લખેલી નહીં હોય તો સ્વીકારવામાં આવશે નહી. સરકારના આ નિર્ણય બાદ કોઈપણ વ્યક્તિ ખોટી વિગતો નહીં લખાવી શકે.
ગેરરીતિઓ અટકાવવાનો પ્રયાસ
ખાસ કરીને ખુલ્લા પ્લોટની મિલકતોની તબદીલીના કિસ્સામાં, ફોટોગ્રાફવાળા પૃષ્ઠ પર અક્ષાંશ અને રેખાંશની વિગતો દર્શાવવી ફરજિયાત બનશે. આ નિયમનો ઉદ્દેશ મિલકતની ચોક્કસ ઓળખ સુનિશ્ચિત કરવાનો છે, જેથી ખોટી માહિતી આપીને થતી ગેરરીતિઓને અટકાવી શકાય.
આ પણ વાંચોઃ ખંભાતનો દરિયો વધી રહ્યો છે આગળ, માટીની ભેખડો ધસી, કેમ આવું થઈ રહ્યું છે અને શું અસર થશે? |Gulf of Khambhat
આ પણ વાંચોઃ Anand: પાલિકા કારોબારી ચેરમેનની પત્ની અને સોશિલય મિડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ પટેલનું મોત
આ પણ વાંચોઃ આજથી વધુ ગરમી પડશે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે | Gujarat Weather
આ પણ વાંચોઃ Rajkot Crime: આરોપી ભૂવાએ મહિલાના મોતનો દોષ માતાપિતા પર નાખ્યો, વાંચો વધુ