
Gujarat Heavy Rain Forecast: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે આ સ્થિતિમાં ખેડૂતોને નુકશાન થયું છે ત્યારે હજુપણ વરસાદની સ્થિતિ યથાવત રહે તેવી હવામાન વિભાગની આગાહી છે.
આજે બુધવારે તા.29 ઓક્ટોબરના રોજ અમરેલી, ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની શકયતા વ્યક્ત કરાઈ છે જ્યારે દક્ષિણ ગુજરાતના ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, સોમનાથ, બોટાદ જિલ્લા તેમજ દીવ-દમણમાં પણ ભારે વરસાદની અને રાજ્યના અન્ય જિલ્લામાં 30-40 કિ.મી ઝડપે પવન સાથે તોફાની વરસાદની ચેતવણી જારી કરી છે.
આમ,સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. આગામી 31 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મોન્સૂન ટ્રફ, સાઇકલોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ યથાવત રહેશે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ ડિપ્રેશન મંગળવારે ઉત્તર-પૂર્વ દિશામાં એટલે કે સૌરાષ્ટ્ર તરફ.કલાકના 7 કિ.મી.ની ઝડપે આગળ વધ્યું હતું અને આ જ દિશામાં આગળ વધવાનું પૂર્વાનુમાન છે જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને વધુ તીવ્ર બનેતો ચિંતા વધી શકે છે.
મહત્વનુ છે કે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણ ઠંડુંગાર બની ગયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. આજ સવારથી અમદાવાદમાં ઠંડા પવન ફૂંકાતાં લોકો ઠુઠવાયા હતા. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયાના અહેવાલો વચ્ચે બનાસકાંઠા, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં સવારથી આજે વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:
OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”
kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા








