
Strait of Hormuz: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 27મો દિવસ છે, ટ્રમ્પની યુદ્ધ વિરામની વાતો ઈરાને ગપગોળા જણાવી છે અને કહ્યુ છે કે “અમે પહેલા પણ કહી ચુક્યા છે કે યુદ્ધ તમે શરૂ કર્યું છે,ખતમ અમે કરીશું” હવે ટ્રમ્પે ઈરાનની શરતો માનવી પડશે અમે ટ્રમ્પ કે ઈઝરાયેલની કોઈપણ શરત મંજુર નથી.
બીજી તરફ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ઉપર હવે કાયદેસર કબ્જો જમાવ્યો છે અને હવે પછી કદાચ યુદ્ધ વિરામ થઈ જાય તો પણ હવે ઈરાન આ માર્ગ ઉપરથી જહાજ પસાર કરવા ખાસ ટેક્સ વસૂલ કરશે અને ટોલ ભર્યા વગર કોઈ જહાજ અહીંથી નીકળી નહિ શકે તે ડિકલેર કરી દીધું છે.
■ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો મેસેજ: યુદ્ધ વિરામ કરવો હોયતો ઈરાનની આ પાંચ શરતો માનવી પડશે!
● ઈરાન સામે હુમલાઓ અને ટાર્ગેટ કિલિંગનો સંપૂર્ણ અંત
● ભવિષ્યમાં પણ ઈરાન ઉપર ઈઝરાયેલ કે અમેરિકા દ્વારા કોઈ યુદ્ધ કે હુમલા નહીં થાય તેની મજબૂત ગેરંટી
● ઈરાન ઉપર થયેલા હુમલામાં ઈરાનમાં થયેલા નુકસાનનું તમામ વળતર ચૂકવવું પડશે.
● તમામ મોરચે સંઘર્ષનો સંપૂર્ણ અંત લાવવાનો રહેશે.
● હવેથી કાયમ માટે હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનના અધિકારની આંતરરાષ્ટ્રીય માન્યતા આપવી પડશે.
હવે,જો ટ્રમ્પને આ શરતો મંજૂર હોયતો જ સીઝ ફાયરની વાત કરવા ઇરાને ચોખ્ખું કહી દીધું છે,તેમછતાં ટ્રમ્પ રોજ રોજ પોતાની રીતે જે ગતકડાં વહેતા કર્યા કરે છે તે બધી વાતો ઈરાન હાસ્યાસ્પદ ગણાવી રહ્યું છે, ઈરાનનું કહેવું છે કે માત્ર બેકચેનલથી સંદેશાની આપ-લે કરવી એ ડિપ્લોમેસી કે વાટાઘાટો ગણી શકાય નહી. વોશિંગ્ટન જુદા જુદા માધ્યમોથી સંદેશા મોકલી રહ્યું છે,પણ આ પ્રકારની ઔપચારિક વાટાઘાટોમાં ઈરાન માનતું નથી.
દરમિયાન ભારત માટે સારા સમાચાર એ છે કે ઈરાને ભારત સહિત ચીન, રશિયા, ઇરાક અને પાકિસ્તાનને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે પરિણામે ત્યાં અટકેલા ભારતીય જહાજ એક બાદ એક ભારત આવવા રવાના થશે, ન્યૂઝ એજન્સી ANI એ મુંબઈ સ્થિત ઈરાની કોન્સ્યુલેટના હવાલાથી આ જાણકારી આપી છે. કોન્સ્યુલેટ જણાવ્યું કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે ‘મિત્ર દેશો’ ને હોર્મુઝમાંથી પસાર થવાની છૂટ આપી છે.
ઈરાન પહેલા પણ કહી ચૂક્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ માત્ર એવા દેશો માટે બંધ છે જે ઈરાનની વિરુદ્ધ અમેરિકાને સાથ આપી રહયા છે. બાકીના દેશોને કેટલીક શરતો સાથે પસાર થવાની પરવાનગી આપવામાં આવી રહી છે, ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માત્ર દુશ્મન દેશો અને તેમના સહયોગીઓ માટે જ બંધ છે.આમ,ઈરાને અમેરિકાના સીઝફાયર પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેણે કહ્યું છે કે તે ટ્રમ્પની શરતો પર યુદ્ધ વિરામ કરવા માંગતા નથી પરિણામે વિશ્વમાં ગેસ-તેલની સમસ્યા વકરતા મોંઘવારી અને મંદીનો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









