
Surat Accident News: સુરતના અડાજણ વિસ્તારમાં એક ભયંકર અકસ્માત થયો છે. અડાજણમાં ડમ્પરની અડફેટે યુવતીનું મોત થયુ છે. કોલેજથી યુવતી પોતાનું મોપેડ લઈને ઘરે જવા નીકળી ત્યારે મનપાનાં કચરાનાં ડમ્પરે યુવતીનો ભોગ લીધો છે. અકસ્માત બાદ ડમ્પરચાલકનો ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે મોડી પહોંચી હોવાનો આરોપ છે. જેથી પોલીસ આવ્યા બાદ મૃતદેહ લઈ જવાનું 108એ જણાવ્યું છે. પોલીસ મડી આવતાં કલાકો સુધી રસ્તા પર મૃતદેહ પડ્યો રહ્યો હોવાના આક્ષેપ થયા છે.
સુરતના અડાજણમાં આવેલા સ્ટાર બજાર ખાતે 12 ફેબ્રુઆરીએ અકસ્માત સર્જાયો હતો. જેમાં 20 વર્ષીય શ્રેયા જિતેન્દ્ર સારંગનું મોત થયું છે. માઈક્રોબાયોલોજી વિભાગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
કોલેજથી ઘરે જતી વખતે બની ઘટના
વિદ્યાર્થિનીને કચરા ડમ્પરે કચડી મારતા પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યો છે. મોપેડ પર કોલેજથી ઘરે જતી વખતે વિદ્યાર્થિનીને રસ્તામાં કાળ ભેટી ગયો હતો. પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એક કલાક સુધી વિદ્યાર્થિનીનો મૃતદેહ રસ્તા ઉપર પડ્યો રહ્યો છતાં તંત્ર દ્વારા ત્વરિત કોઈ પગલા લેવાયા ન હતા. અડાજણ પોલીસ એક કલાક સુધી સ્થળ પર ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મનપાના ડ્રાઈવરની ધરપકડ
હાલ પોલીસે પૂર ઝડપે ડમ્પર હંકારનાર આરોપી ચાલકને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત બાદ લોકો પણ આક્રોશ જોવા મળ્યો છે. અને ચાલક વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહીની માગ કરી છે.
આ પણ વાંચોઃ શું PM મોદીએ અદાણીને ફાયદો કરાવવા દેશને ખતરામાં નાંખ્યો? સરહદને લગતા નિયમો બદલી નાંખ્યા
આ પણ વાંચોઃ KHEDA: દારુમાં ઝેર કે સોડામાં? ખેડા પોલીસની કામગીરી પર કેમ ઉઠ્યા સવાલ!