
Surat: ગઈ કાલે સુરતમાં BRTS માં ડ્રગ્સના નશામાં એક યુવકે ઉત્પાત મચાવીને ગાળાગાળી કરી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોએ સુરતમાં બેફામ પણે ચાલી રહેલા ડ્રગ્સના કારોબારની પોલ ખોલી નાખી હતી ત્યારે આ વીડિયો વાયરલ થયા બાદ અને પોલીસ સામે સવાલ ઉઠ્યા બાદ પોલીસે આખરે આ યુવકને પકડી પાડ્યો છે. આ શખ્સે પોલીસ સમક્ષ ચોંકાવનારું નિવેદન પણ આપ્યું છે.
BRTS બસમાં ડ્રગ્સ બતાવી ઉત્પાત મચાવનાર નશેડી ઝડપાયો
અડાજણથી કામરેજ જતી BRTS બસમાં આ નશેડી યુવક ચડ્યો અને નશાની હાલતમાં મુસાફરો સાથે અભદ્ર વર્તન કરવા લાગ્યો. તેણે બસમાં બેઠેલી મહિલાઓને ડ્રગ્સનું પેકેટ અને ઈન્જેક્શન બતાવીને ધમકાવ્યા, જેના કારણે ઘણી મહિલાઓ ડરીને બસમાંથી ઉતરી ગઈ. યુવકે પોતાને “રોયલ કાઠિયાવાડી” ગણાવ્યો અને દાવો કર્યો કે તેની પાસે રૂ. 5,000 નું ડ્રગ્સ પેકેટ, રૂ. 1.5 લાખનો ફોન અને રૂ. 2.5 લાખની ઘડિયાળ છે. આ ઉપરાંત, તેણે કંડક્ટરને ઉતરવાનું કહેતાં તેની સાથે મારપીટ કરી અને અપશબ્દો બોલ્યા, જેનાથી બસમાં હાજર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ મહિધરપુરા પોલીસ અને ક્રાઇમબ્રાંચે સંયુકત ઓપરેશન હાથ ધરી નશેડીને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ચાલીસગામમાંથી દબોચી લીધો હતો.
આરોપીએ પોલીસ સમક્ષ શું કબુલાત કરી ?
પોલીસે જ્યારે આ યુવકને ઝડપી પાડી તેની પૂછપરછ કરી ત્યારે તેણે પોલીસને જણાવ્યું કે, બસમા સીટ મળતી ન હતી એટલે બીમારીનું નાટક કર્યું.
આરોપી અગાઉ 10 થી વધુ ગુનાઓમાં ઝડપાયો હતો
જાણવા મળી રહ્યું છે કે, શખ્સનું નામ વિરેન્દ્ર ઉર્ફે વીરૂ ઉર્ફે વિરાંચી ઉર્ફે કોયતો કેતન ઠક્કર(30) છે. આ શખ્સ અગાઉ મોબાઇલ ચોરી સહિતના 10 થી વધુ ગુનાઓમાં ઝડપાયો હતો. તેની પિતા શાકભાજીની લારી ચલાવે છે. પરંતુ તેની ખરાબ કુટેવોને કારણે પિતાએ તેને ઘરમાંથી કાઢી મુક્યો હતો.
આ પણ વાંચો:
Bengaluru Stampede: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓ સસ્પેન્ડ, 4 આરોપીઓની ધરપકડ
Bakrid 2025 : ગુજરાતમાં બકરી ઈદને લઈને જાહેરનામું , જાણો આ વખતે કયા પ્રતિબંધો લાદવામાં આવ્યા
Gujarat Weather Update: ગુજરાતનાઆ જિલ્લાઓમાં આજે છુટાછવાયા વરસાદની આગાહી
UP: 3 વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર દીપક વર્માને પોલીસે પતાવી દીધો, બાળકીની હાલત ગંભીર, જાણો
Surat: નિર્દોષો ભોગ લેતા ગેરકાયદેસર પતરાના ડોમ પર બુલડોઝર ક્યારે ચાલશે?
Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન
ભાગેડુ વિજય માલ્યાએ RCB ને આપ્યા અભિનંદન, શું માલ્યાની RCB માં હિસ્સેદારી છે?
Gujarat Weather: આજે ગુજરાતના 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
Toronto firing: કેનેડાના ટોરોન્ટોમાં ગોળીબાર, એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ઘાયલ