સુરત સિવિલ હોસ્પિટલનાં પ્રાંગણમાં બનેલી રહસ્યમયી ઘટનાને પગલે ચકચાર

  • Gujarat
  • September 27, 2025
  • 0 Comments
  • મૂળ યુપીની પૂજા કુશવાહ હાલ સુરતના હજીરા વિસ્તારમાં રહેતી હતી.
  • પૂજાનું બિમાર નવજાત બાળક 10 દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે.
  • ગત રાતે અચાનક ગૂમ થઇ ગયેલી પૂજાનો મૃતદેહ સ્ટેમસેલ બિલ્ડિંગ પાસેના વૃક્ષની ડાળી પર લટકતો મળી આવ્યો.

Surat News । સુરતની સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં સ્ટેમસેલ બિલ્ડિંગ પાસેના વૃક્ષની ડાળી પર લટકતી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, રહસ્યમય સંજોગોમાં વૃક્ષની ડાળી પર લટકતી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવેલી યુવતીએ 10 દિવસ અગાઉ જ બાળકને જન્મ આપ્યો હતો.

બનાવની પ્રાપ્ત જાણકારી એવી છે કે, મૂળ ઉત્તરપ્રદેશની વતની એવી પૂજા કુશવાહ સુરતના હજીરા વિસ્તારમાં પરિવારજનો સાથે રહેતી હતી. 26 વર્ષિય પૂજા કુશવાહ સગર્ભા હતી. ડોક્ટરે આપેલી તારીખ કરતાં 10 દિવસ અગાઉ પૂજાને વેણ ઉપાડતાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

10 દિવસ અગાઉ પૂજા કુશવાહે એક બાળકને જન્મ આપ્યો હતો. નવજાત બાળકની તબિયત સારી ના હોઈ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું.

https://youtu.be/RgVESX-9JhY

ગઈકાલે રાત્રે પૂજા કુશવાહ અચાનક પોતાના વોર્ડમાંથી ગૂમ થઈ ગઈ હતી. ત્યાં હાજર પરિવારજનોએ હોસ્પિટલમાં શોધખોળ કર્યા બાદ અન્ય સગાં સંબંધીઓને આ અંગે જાણકારી આપતાં પૂજાના ભાઈ અમરજિત સહિતના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. બધાંએ ભેગા મળી મોડી રાત્રે બે વાગ્યા સુધી હોસ્પિટલ ઉપરાંત રેલવે સ્ટેશન સહિતના અન્ય સ્થળોએ પૂજાની સઘન શોધખોળ કરી હતી પરંતુ પૂજાનો કોઈ અત્તો પત્તો લાગ્યો નહોતો.

આખરે પૂજાના પરિવારજનોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરીને તપાસનો દૌર શરૂ કર્યો હતો. આખી રાતની કવાયત છતાં પૂજાને શોધવામાં સફળતા મળી નહોતી.

આજે સવારે સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગ પાસે આવેલા વૃક્ષની ડાળી પર એક યુવતીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. જેને પગલે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. બનાવને પગલે દોડી આવેલી પોલીસ દ્વારા તપાસ કરાતાં મૃતદેહ પૂજા કુશવાહનો હોવાનું જાણવા મળ્યું હતું.

પૂજા કુશવાહે રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતાં 10 દિવસના બિમાર બાળકે માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. પોલીસે પૂજાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત