Vote Chori | ઉત્તરાખંડ રાજ્ય ચૂંટણી પંચે હાઈકોર્ટના નિર્દેશનું પાલન નહીં કરી ભાજપાને લાભ અપાવ્યો હતો

  • Gujarat
  • September 26, 2025
  • 0 Comments
  • રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પંચાયત ચૂંટણીમાં બેથી વધુ જગ્યાએ વોટર લિસ્ટમાં નામ ધરાવતાં ઉમેદવારોના નોમિનેશન રદ કર્યા નહોતા.
  • ઉત્તરાખંડ હાઈકોર્ટના નિર્દેશના વિરોધમાં રાજ્ય ચૂંટણી પંચે નિર્ણય લીધો હતો.

Uttarakhand Election Commission । રાહુલ ગાંધીના વોટ ચોરી મામલે જવાબ આપવામાં ચૂંટણી પંચ ગેંગેફેંફે થઈ રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી તો આ બાબતે હરફશુદ્ધા ઉચ્ચારી શકતા નથી. વોટ ચોરીના મામલે તો જાણે ભાજપીઓની જીભ પર લકવો મારી જતો હોય તેવું જણાય છે. ત્યારે, ઉત્તરાખંડ રાજ્ય ચૂંટણી પંચને સુપ્રિમ કોર્ટે બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાની વિગતો સપાટી પર આવી છે.

કોંગ્રેસી પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે livelaw.in વેબસાઈટના હવાલાથી કરેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, ગત જાન્યુઆરી માસમાં ઉત્તરાખંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપાએ પોતાના લોકોને ગામડામાંથી શહેરના વોટર લિસ્ટમાં નખાવી દીધા હતાં. જેથી તેઓ બોગસ મતદાન કરીને ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી શકે.

શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂરી થયા બાદ ભાજપાએ શહેરમાં બોગસ મતદાન કરનારા લોકોના નામ પાછા ગામની ચૂંટણી યાદીમાં નખાવવાનું શરૂ કરી દીધું હતું. જેથી મે – જૂન માસમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરીથી બોગસ મતદાનનો ફાયદો ઉઠાવી શકે.

કોંગ્રેસ દ્વારા રાજ્ય ચૂંટણી પંચને લેખિતમાં કહેવાયું હતું કે આ ખોટું થઇ રહ્યું છે કારણકે, મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે ઓછામાં ઓછું છ મહીના એ એડ્રેસ પર વ્યક્તિનું રહેવું જરૂરી છે તેવો નિયમ છે. જોકે, કોંગ્રેસના વિરોધને પગલે ભાજપાવાળાઓ ઘણાં બોગસ મતદારોના નામ મતદાર યાદીમાં ઘુસાડી શક્યા નહીં. એટલે તેમણે તદ્દન નવા મતદાર તરીકે નામ નોંધાવવાનું શરૂ કર્યું. જેના કારણે ઘણાં ભાજપાવાળાઓના નામ બે જગ્યાની મતદાર યાદીમાં નોંધાઇ ગયા હતાં.

ગ્રામ પંચાયતની ચૂંટણી ટાણે ભાજપાએ કેટલાંક એવાં લોકોને ટિકિટ આપી, જેમના નામો બે જગ્યાની મતદાર યાદીમાં હતાં. તેથી તેઓનું નોમિનેશન રદ્દ કરવાની માગણી ઉઠી હતી. પરંતુ, ભાજપાના ખોળામાં બેઠેલા ચૂંટણી પંચની ઉત્તરાખંડ શાખા દ્વારા આ મામલે કંઈપણ સાંભળવાનો ઇન્કાર કરી દીધો હતો. પરિણામે લોકોને હાઇકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા હતા.

ઉત્તરાખંડ હાઈકોર્ટે આ મામલાની સુનવણી બાદ ચૂંટણી પંચને નિર્દેશ કર્યો હતો કે, Uttarakhand Panchayti Raj Act, 2016ના Section 9(6) અને 9(7) અનુસાર બે જગ્યાએ મતદાર યાદીમાં નામ ધરાવતાં ઉમેદવારોના નોમિનેશન રદ કરવામાં આવે. જોકે, ઉત્તરાખંડ ચૂંટણ પંચ દ્વારા હાઇકોર્ટના નિર્દેશને માનવાનો ધરાર ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો.

બાદમાં આ મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. અને હવે સુપ્રિમ કોર્ટે આ મામલામાં ઉત્તરાખંડ રાજ્ય ચૂંટણી પંચને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

સુપ્રિયા શ્રીનેતે પોસ્ટમાં લખ્યું છે કે, સુપ્રિમ કોર્ટના આ ચુકાદાને પગલે આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. જોકે, ચૂંટણી પંચ અને ભાજપા મેળાપીપણાં કરીને બેધડક “વોટ અને ચૂંટણી ચોરી” કરી રહ્યાં છે. એનો અંદાજો દરેક વ્યક્તિએ જાતે વિચારવા જેવો છે.

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 2 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 4 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 8 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ