
Surat Viral Video: ભાજપ નેતાઓ વારંવાર જાહેર રોડ પર તાયફા કરતાં જોવા મળે છે. કારણ કે તેમને કાયદાનો ડર જ નથી. કાયદા તો સામાન્ય લોકો માટે છે. આવી જ એક ઘટનનો વીડિયો હાલ સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે. સુરતમાં ભાજપ કોર્પોરેટર અમિતસિંગ રાજપૂતે જાહેર રોડ પર ભવ્ય એન્ટ્રી સાથે ફટાકડા ફોડી જન્મ દિવસ ઉજવતાં વિવાદમાં ફસાયા છે. આ વીડિયો 3 ઓક્ટોબરનો હોવાનું કહેવાઈ છે. જાહેરમાં ફટાકડા અને આવી ઉજવણીઓ પર પ્રતિબંધ હોવા છતાં ભાજપ નેતાઓ આ રીતે કાયદાનો ભંગ કરતાં જોવા મળ્યા છે.

મળતી જાણકારી અનુસાર વોર્ડ નં.26 ગોડાદરા-ડીંડોલીના કોર્પોરેટર ભાજપના કોર્પોરેટર અમિતસિંગ રાજપૂતે જાહેરમાં પોતાના બર્થ-ડે સેલિબેશનના નામે તમાશો કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા વિવાદનું કેન્દ્ર બની ગયો છે. જાણવા મળ્યું છે કે જાહેર રોડ પર રોશની, ફટાકડા ફોડીને અમિતસિંગની એન્ટ્રી સાથે સ્ટેજ પર કેક કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વોર્ડ પ્રમુખના જન્મદિવસની ઉજવણીની આડમાં જાહેર માર્ગ પર મોડી કરાયેલા આ તાયફાથી વિવાદ શરૂ થયો છે. બીજી તરફ સામાન્ય લોક સામે કાર્યવાહી કરતી પોલીસ અમિતસિંહ સામે શું કાર્યવાહી કરશે તેવા સવાલ ઉભા થયા છે.
આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મિડિયામાં પણ ભારે ટીકા થઈ રહી છે. લોકોનું કહેવું છે કે રોડ પર અડચણ ઉભી કરનારા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.
ભાજપ કોર્પોરેટર પ્રમુખ પ્રકાશ ખૈરનારનો પણ વીડિયો વાયરલ
View this post on Instagram
અમિતસિંગ જ નહીં સુરતમાં અન્ય એક ભાજપ કોર્પોરેટરનો વીડિયો વાયરલ થયો છે. તાજેતરમાં સુરત ભાજપના ઉધના વોર્ડ નં.24ના પ્રમુખ પ્રકાશ ખૈરનારે ઉધનામાં આવેલી સાંઇબાબા સોસાયટીના ગેટ પર જાહેર રોડ પર જન્મદિવસ ઉજવ્યો હતો. ખૈરનારે પોતાના કાર્યકર્તાઓ સાથે મળીને જાહેર માર્ગ પર કેક કાપી હતી. સમર્થકો દ્વારા રસ્તા પર જોરદાર ફટાકડાઓ ફોડીને ઉજવણી કરવામાં આવી હતી, જેના કારણે ટ્રાફિક અને સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી હોવાનું પણ સામે આવ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થતાં પ્રકાશ ખૈરનારે જણાવ્યું હતું કે, જન્મદિવસની ઉજવણી જાહેર રસ્તા પર નહીં પણ સોસાયટીમાં કરવામાં આવી હતી.
ત્યારે આ રીતે ભાજપ નેતાઓ જાહેર રોડ પર બર્થ ડે ઉજવી ટ્રાફિકમાં અડચણરુપ બને તે કેટલું યોગ્ય કહેવાય. જો સામાન્ય માણસ આ રીતે ઉજવણી કરે તો પોલીસ પકડી જાય છે. જો કે ભાજપના નેતાઓને પોલીસનો પણ ડર નથી. તે કોઈપણ ભોગે પોતાની મોજ કરે છે. જેથી આવા લોકો સામે પણ કાર્યવાહી થાય તેવી માગ ઉઠી છે.
આ પણ વાંચો:
Surat: લોકો ના, ના કહેતા રહ્યા, મહિલાએ રાષ્ટ્રધ્વજને સળગાવી દીધો, વીડિયો વાયરલ થતાં….
આતે ભાજપ કાર્યાલય કે મચ્છી બજાર? ભાજપના બે કાર્યકરો વચ્ચે જોરદાર મારમારીનો વીડિયો વાયરલ
Politics: ભાજપ ફરી હિંદુ- મુસ્લીમનો તડકો લગાવા માંગે છે!, કેમ છે બિહારમાં કપરાં ચઢાણ?, જુઓ વીડિયો
Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો









