BJP: ભાજપને ચૂંટણી ફંડ આપનાર “કોન્ટ્રાક્ટર”દ્વારા બનેલી ₹ 21 કરોડની બનેલી ટાંકીએ વટાણા વેરી નાખ્યા!!

  • Gujarat
  • January 25, 2026
  • 0 Comments

BJP:  રાજ્યમાં ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર છે ત્યારે તાજેતરમાં સુરત જિલ્લાના તડકેશ્વરમાં ₹ 21 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન જ ધરાશાયી થવાની ઘટનાએ દેશભરમાં ભારે ચર્ચા જગાવી છે આ ગંભીર ઘટના સંદર્ભે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ તકલાદી પાણીની ટાંકી તૈયાર કરનાર કોન્ટ્રાક્ટર ‘જયન્તી સુપર કન્સ્ટ્રક્શન’ દ્વારા ભાજપને ચૂંટણી ફંડ આપવામાં આવ્યું હતું તેથી તે ભાજપ માટે ખાસ કોન્ટ્રાક્ટર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

તડકેશ્વર ગામ ખાતે લોકોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે રૂ.21 કરોડોના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવી જેનો કોન્ટ્રાક્ટ જયન્તી સુપર કન્સ્ટ્રક્શન’ પાસે હતો પણ ટાંકીનું કામ પૂર્ણ થયા બાદ જ્યારે પાણી ભરવાની ચકાસણી કરવામાં આવી રહી હતી, ત્યારે જ આખી ટાંકી ધડામ દઈ બેસી જતા બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા હતા.

દરમિયાન સામે આવેલી વિગતો મુજબ આ તકલાદી ટાંકીનું નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર જયન્તી સુપર કન્સ્ટ્રક્શને ભાજપને ચૂંટણી ફંડ પેટે વિવિધ બેન્કોના પાંચ ચેક મારફતે 1 લાખ રૂપિયાની રકમ આપવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષ અને સામાજિક કાર્યકરોના આક્ષેપ મુજબ જે કોન્ટ્રાક્ટરો ફંડ આપે છે તેઓને કરોડોના કામો આપવામાં આવી રહયા છે આટલી મોટી બેદરકારી અને કરોડોની ગોલમાલ સામે આવી હોવાછતાં રાજ્ય સરકાર દ્વારા હાલમાં માત્ર કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે બીજું કે કરોડોની ટાંકી મિનિટોમાં જ તૂટી ગઈ તેવા નબળુ કામ કરનાર જયન્તી સુપર કન્સ્ટ્રક્શન પાસે દક્ષિણ ગુજરાતમાં બીજા પણ ઘણા કરોડોના પ્રોજેક્ટ્સ હોવાનું કહેવામાં આવી રહ્યું છે ત્યારે આ મામલે તપાસની માંગ થઈ રહી છે.

મોટી મોટી વાતો કરનાર સરકાર પોતાના જ મળતીયા કોન્ટ્રાક્ટરો ભેખડે ભરાય ત્યારે સાચવી લેવામાં આવતા હોવાની વ્યાપક ચર્ચા ઉઠી રહી છે તડકેશ્વર ગામે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી પાણીની ટાંકી તૂટી પડવાની ઘટનાએ સાબિત કર્યું છે કે સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત જનતાના ટેક્સના પૈસા બરબાદ થઈ રહયા છે અને ભ્રષ્ટાચાર બેફામ વધતો જઇ રહ્યો છે ત્યારે આ પ્રકરણમાં કોન્ટ્રાક્ટરે ભાજપને ફંડ આપ્યું હોવાની વાત સામે આવતા સબંધિત વર્તુળોમાં ભારે ચકચાર મચી છે ત્યારે આ પ્રકરણમાં યોગ્ય તપાસની માંગ ઉઠી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે ‘ગાય પગલાં પાણી પુરવઠા યોજના’ હેઠળ ₹ 21 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સંપ અને પાણીની ટાંકીમાંથી 11 લાખ લિટરની ક્ષમતા ધરાવતી અને 15 મીટર ઊંચી પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન તૂટી પડી હતી. આ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ મજૂરોને ઈજા પહોંચી હતી.

આ ઘટનામાં સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષની લાગણી ફેલાઈ છે ગાય પગલાં પાણી પુરવઠા યોજના યોજનાથી 33 ગામોને પીવાનું પાણી પૂરું પાડવાનું લક્ષ્ય હતું અધિકારીઓ-કોન્ટ્રાક્ટરો સામે ગુનો નોંધવા માંગ થઈ રહી છે સ્થાનિક લોકોમાં ચાલતી ચર્ચા મુજબ જો આ ટાંકી લોકાર્પણ બાદ તૂટી હોતતો મોટી જાનહાનિ થવાની ભીતિ હતી અને જો આવું થાત તે તે માટે જવાબદાર કોણ હોત ?

₹ 21 કરોડનું ધુપ્પલ સર્જનાર ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે માત્ર તપાસ નહીં પણ ફોજદારી ગુનો નોંધવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”