
સુરેન્દ્રનગર જીલ્લામાં આજે એક કરુણ ઘટના ઘટી છે. બે સગા નાના ભાઈબહેનનના મોત થયા છે. રમતાં રમતાં એકાએક ભાઈબેહન કૂવામાં પડી ગયા છે. બે બાળકોના એક સાથે મોત થતાં પરિવાર ભારે આઘાતમાં ડૂબ્યો છે. બંનેના મૃતદેહ બહાર કઢાવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે. પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા ગામે ભાડિયા કૂવામાંથી બે નાના બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે કૂવામાં પડી જનાર બંન્ને સગા ભાઈબહેન છે. રમતાં રમતાં અચનાક જ બંને ભાઈબહેન કૂવામાં પડી ગયા હોવાની પ્રાથમિક માહિતી છે. આ બાળકોના નામ કૃણાલ અને રોશની કાવેઠીયા છે. હાલ તો પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદહેને પોસ્ટમોર્ટમ ખસેડ્યા છે. ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલ તો પોલીસ દ્વારા તપાસનો ધમધમટ શરુ થયો છે.
આ પણ વાંચોઃ પ્રેમિકાની હત્યા કરી 10 મહિના સુધી લાશને ફ્રીજમાં રાખી, લિવ-ઇન રિલેશનશિપનો કરુણ અંત, ક્યાની છે ઘટના?