Donald Trump: ટ્રમ્પ કેનેડા ટેરિફ ઝીંકશે,હવે ક્યુબાને તેલ સપ્લાય કરતા દેશોને પણ ટેરિફની ધમકી

  • World
  • January 30, 2026
  • 0 Comments

ટેરીફમેનનું આપોઆપ બિરુદ મેળવનાર ટ્રમ્પના વલણથી દુનિયાભરના બજેટ ખોરવાયા ; ટેરીફમેનની જીદ કહો કે દાદાગીરી “હું કહું તેમજ કરવાનું અન્યથા હું ટેરીફ ઝીંકી દઈશ” આ હાથવગું હથિયાર ટ્રમ્પ પાસે આવી ગયું છે અને તેમાં ફાવટ આવી જતા આજ હથિયારનો ઉપયોગ કરી અન્ય દેશોના પોતાના સ્વતંત્ર અધિકારો ઉપર તરાપ મારવાનું કામ કરી રહયા છે તેઓ કહે છે કે રશિયા પાસેથી તેલ નહિ ખરીદવાનું હવે ક્યુબા પાસેથી તેલ નહિ ખરીદવાનું, આમ ટ્રમ્પ એક તરફી દાદાગીરી કરી ટેરીફની ધમકી આપી રહયા છે.

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગતરોજ ગુરુવારે કેનેડિયન વિમાનો અને ક્યુબાને તેલ સપ્લાય કરતા દેશો પર ૫૦ ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા સામેના પોતાના વેપાર વલણને વધુ કડક બનાવતા ચેતવણી આપતા કહ્યું કે અમેરિકામાં વેચાતા કેનેડિયન વિમાનો પર ૫૦ ટકા ટેરિફ લાદવામાં આવી શકે છે આ પગલાને ટ્રમ્પ અને કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની વચ્ચે વધતા વિવાદ અને ઘર્ષણને લઈ સર્જાયેલા ટ્રેડ વોર તરફ ઈશારો કરે છે.

ક્યુબાને તેલ સપ્લાય કરતા દેશો પર ટેરિફ બોમ્બ ફૂટશે.

આ દરમિયાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગુરુવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા જે ક્યુબાને તેલ વેચતા અથવા સપ્લાય કરતા દેશોથી આવતા કોઈપણ માલ પર ટેરિફ લાદશે. ટ્રમ્પના આ નિર્ણયથી મેક્સિકો પર દબાણ વધવાની અપેક્ષા છે.

મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે આ અઠવાડિયે કહ્યું હતું કે તેમની સરકારે ક્યુબાને તેલ સપ્લાય અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધો છે,તેમણે કહ્યું હતું કે આ એક સાર્વભૌમ નિર્ણય છે, જે યુએસના દબાણ હેઠળ લેવામાં આવ્યો નથી,નોંધનીય છે કે ટ્રમ્પ મેક્સિકો પર ક્યુબન સરકારથી દૂર રહેવા દબાણ કરી રહ્યા છે.

કેનેડા ઉપર ટ્રમ્પને ગુસ્સો કેમ આવ્યો? આ છે કારણ

કેનેડા પર ટેરિફ લાદવાની ધમકી આપતા પોતાના નિવેદનમાં, ટ્રમ્પે જણાવ્યું હતું કે આ કાર્યવાહી જ્યોર્જિયાના સવાનામાં સ્થિત ગલ્ફસ્ટ્રીમ એરોસ્પેસ દ્વારા ઉત્પાદિત વિમાનોને પ્રમાણિત કરવાના કેનેડાના ઇનકારના જવાબમાં કરવામાં આવી છે.

તેમણે ચેતવણી આપી હતી કે જો પરિસ્થિતિ તાત્કાલિક સુધરશે નહીં, તો યુએસ કેનેડાથી આયાત કરાયેલા તમામ વિમાનો પર 50 ટકા ટેરિફ લાદશે,ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે જવાબમાં, યુએસ બોમ્બાર્ડિયર વિમાન સહિત તમામ કેનેડિયન વિમાનોનું પ્રમાણપત્ર રદ કરી શકે છે.

અગાઉ, ટ્રમ્પે ધમકી આપી હતી કે જો કેનેડા ચીન સાથેના તેના પ્રસ્તાવિત વેપાર સોદા સાથે આગળ વધશે તો સપ્તાહના અંતે તેની સામે 100 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી,જો કે, તે ધમકીમાં ટેરિફ માટે સમયમર્યાદા પણ સ્પષ્ટ કરવામાં આવી ન હતી, જોકે કેનેડા પહેલાથી જ ચીન સાથે કરાર કરી ચૂક્યું છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ
  • March 18, 2026

■ અલી લારીજાએ કહ્યું હતું કે મારું મોત થઈ જાય ત્યારે લખજો કે”ખુદાનો બંદો,ખુદા પાસે પરત ફર્યો!” Ali Larijani: ઈઝરાયલી એરસ્ટ્રાઈકમાં ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના ચીફ લારીજાનીનું મોત થતાં…

Continue reading
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”
  • March 18, 2026

Iran War Update: ઈરાનના ટોચના કમાન્ડર અલી લારીજાની અને સુલેમાનીની હત્યા કર્યા બાદ ઇઝરાયલે હવે નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીને ખુલ્લો પડકાર આપ્યો છે. IDF એ જાહેરાત કરી, “અમે તેને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views