
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ચાઇના ગેંગના આતંકે ફરી એકવાર શહેરને હચમચાવી દીધું છે. ગઇકાલે રોજ ધોળા દિવસે ચમનપુરાની કુખ્યાત ચાઇના ગેંગના સભ્યોએ ધારિયા અને ઘાતક હથિયારો સાથે નીતિન નામના યુવક પર હુમલો કર્યો, તેનું અપહરણ કરીને મેઘાણીનગરના પટણીનગર વિસ્તારમાં લઈ જઈને તેની નિર્દય હત્યા કરી નાખી. આ ઘટનાએ શહેરમાં ભય અને અશાંતિનો માહોલ સર્જ્યો છે.
અમદાવાદમાં લોહિયાળ ગેંગવોર
આ હત્યાકાંડ વિપુલ અને સતીશ નામની બે ગેંગ વચ્ચે ચાલી રહેલી અદાવતનું પરિણામ છે. થોડા દિવસો પહેલાં વિપુલ પર સતીશની ગેંગે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાનો બદલો લેવા વિપુલની ગેંગે સતીશના ભાઈ દીપક ઉર્ફે હુક્કા પર હુમલો કરીને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. દીપકને હોસ્પિટલમાંથી રજા મળતાં જ સતીશે બદલો લેવાનું કાવતરું ઘડ્યું. તેણે વિપુલની ગેંગના સભ્ય નીતિનનું સફલ-3 માર્કેટમાંથી અપહરણ કર્યું અને દીપક પર હુમલો થયો હતો તે જ સ્થળે તેની હત્યા કરી.
શું છે સમગ્ર મામલો ?
નીતિન, જે કાગડાપીઠના સફલ કોમ્પલેક્ષમાં નોકરી કરતો હતો, તેનું 22 ઓગસ્ટે ચાઇના ગેંગના સભ્યોએ અપહરણ કર્યું. આરોપીઓએ તેને મેઘાણીનગરના પટણીનગરમાં લઈ જઈને ધારિયા, પાઈપ અને ડંડાઓ વડે નિર્દયતાથી હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ નીતિનને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું.
પોલીસની કાર્યવાહી
આ ઘટનાની જાણ થતાં જ કાગડાપીઠ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓ—વિજય ઉર્ફે બટ્ટો પ્રેમાભાઈ વાઘેલા, શૈલેષ ગૌતમ અને પૂનમ વિરચંદભાઈ પટણીની ધરપકડ કરી. પૂનમ રિક્ષાચાલક હતો, અને અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી બે રિક્ષાઓ પણ જપ્ત કરવામાં આવી. ફરાર આરોપીઓ સતીશ ઉર્ફે સતીયો, વિશાલ ઉર્ફે બુકો, મહેશ ઉર્ફે કટ્ટો, બાવો, રાજ ઉર્ફે સેસુ અને સાજનને પકડવા માટે પોલીસે પાંચ ટીમો બનાવી છે.
હત્યા અને અપહરણની ફરિયાદ નોંધાઈ
નીતિનના ભાઈ અક્ષય પટણીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હત્યા અને અપહરણની ફરિયાદ નોંધાવી છે. અક્ષયનો પરિવાર સંયુક્ત પરિવારમાં રહે છે, જેમાં તેનો એક ભાઈ રવિ ટીઆરબી જવાન છે.
ચાઇના ગેંગનો ગુનાહિત ઇતિહાસ
ચમનપુરાની ચાઇના ગેંગ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે. આ ગેંગે પાંચ વર્ષ પહેલાં એક પોલીસ કર્મચારીની હત્યા કરી હતી અને પોલીસ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ પણ ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓ યથાવત્ રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો
આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે. શહેરના નાગરિકોમાં આ લોહિયાળ ગેંગવોરને લઈને ભય અને આક્રોશ ફેલાયો છે.આ ઘટનાએ અમદાવાદની શાંતિને ખલેલ પહોંચાડી છે અને ગેંગવોરના મૂળમાં રહેલી સામાજિક સમસ્યાઓને ઉજાગર કરી છે. આ પ્રકારની ઘટનાઓ ન માત્ર શહેરમાં કાયતદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા કરે છે પરંતુ હવે તો પોલીસની નિષ્ફળતાને પણ ઉજાગર કરે છે. એક તરફ પોલીસ કમિશ્નર અમદાવાદને સેફ સિટીનો એવોર્ડ મળવાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે દાવાઓ કરી રહ્ય છે અમદાવાદ શહેર સૌથી સેફ શહેર છે ત્યારે બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ સુરક્ષાને લઈને સવાલ ઉભા કરે છે.
આ પણ વાંચો:
Mumbai: અનિલ અંબાણી ફરી મુશ્કેલીમાં ઘેરાયાં, છેતરપિંડીના કેસમાં ED બાદ CBIના દરોડા
Uttarakhand: ચમોલીમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ,ઘરોમાં ઘૂસી ગયો કાટમાળ
Amit shah on SIR : શું અમિત શાહ પાસે ટાઈમ મશીન છે? લોકો કેમ ઉડાવી રહ્યા છે મજાક?
Rajasthan: હોસ્ટેલની ડરાવની હકીકત, પથારી ભીની કરનારા બાળકો સાથે આવો વ્યવહાર
UP: આજના યુગમાં પણ વૃદ્ધ દંપતીનો અનોખો પ્રેમ, 72 વર્ષની પત્ની પતિને બચાવવા માટે નહેરમાં કૂદી પડી








