Operation Sindoor: અમે ફક્ત આતંકીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો: રાજનાથ સિંહ

  • India
  • May 7, 2025
  • 9 Comments

Operation Sindoor: ભારતીય સેનાએ પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોને સજા આપવા માટે પાકિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો છે, જેને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. હવે આ અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું, “ભારતીય સેનાએ નિર્ધારિત લક્ષ્ય પર સચોટ કાર્યવાહી કરી છે. જેમણે અમારી પર હુમલો કર્યો તેમને અમે મારી નાખ્યા છે. અમે આતંકવાદીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો છે.”

તેમણે કહ્યું, “ઓપરેશન સિંદૂર હેઠળ અમારા દળોએ આતંકવાદી તાલીમ શિબિરોનો નાશ કરીને યોગ્ય જવાબ આપ્યો છે. અમે સંવેદનશીલતા દર્શાવી અમે કોઈ નાગરિકો પર હુમલો કર્યો નથી.

ઓપરેશન સિંદૂરએ દુનિયાને મોટો સંદેશ આપ્યો

તમને જણાવી દઈએ કે ભારતના ઓપરેશન સિંદૂરએ દુનિયાને એક મોટો સંદેશ આપ્યો છે. પાકિસ્તાન સમજી ગયું છે કે હવે નવુ ભારત એક એવી શક્તિ છે જે પસંદગીપૂર્વક બદલો લઈ શકે છે. 2008 અને હવે 2025 વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે દેખાય છે. 2008 માં આતંકવાદીઓએ દેશની આર્થિક રાજધાનીમાં ઘૂસીને 166 લોકોની હત્યા કરી હતી, 2025 માં, 26 નિર્દોષ પ્રવાસીઓ માર્યા ગયા હતા, ભારતે હવે આનો બદલો લીધો છે. એવો બદલો લેવામાં આવ્યો કે પાકિસ્તાન પોતે આગળ આવીને કબૂલ કરી રહ્યું છે કે તેના 26 લોકો માર્યા ગયા છે પરંતુ વાસ્તવિક સંખ્યા આના કરતા ઘણી વધારે છે.

કેવી રીતે 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો?

ભારતીય સેનાએ ગત રાત્રે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાનના મુખ્ય આતંકવાદી ઠેકાણાઓનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, જેમાં ઘણા મોટા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. ભારત દ્વારા આ હવાઈ હુમલો કેવી રીતે કરવામાં આવ્યો અને આતંકવાદીઓના ઠેકાણાઓને કેટલી ચતુરાઈથી નિશાન બનાવવામાં આવ્યા તેનો વીડિયો ભારતીય સેના દ્વારા આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યો છે. આ વિડીયો બતાવે છે કે કેવી રીતે દરેક લક્ષ્યને નિશાન બનાવવામાં આવ્યું અને સેનાએ ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું.

Related Posts

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા
  • February 1, 2026

Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પહેલી ફેબ્રુઆરી 2026ને રવિવારે પોતાનું સળંગ નવમું બજેટ રજૂ કર્યું હતું.ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025ના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને…

Continue reading
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
  • February 1, 2026

●અમેરિકામાં સગીરાઓનું શારીરિક શોષણ કરવું અને કરાવવાના પ્રકરણમાં દોષિત રેપીસ્ટ જેક્રી એપસ્ટેઇનની ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ મૂકી તેનો જવાબ આપવા જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 8 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 6 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 6 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 11 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?