
TET-TAT Candidates: ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નોને લઈ ગાંધીનગર પહોંચ્યા છે. ઉમેદવારોએ પોતાની માંગોને લઈ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ બહાર ભારે સૂત્રોચ્ચાર કર્યા છે. સાથે જ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ આંદોલનમાં પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. જેથી સત્યાગ્રહ છાવણીએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આંદોલનનમાં સાથ આપવા TET-TAT પાસ ઉમેદવારો સોશિયલ મીડિયામાં વિડિયો શેર કર્યા છે.
ધીમી ગતિએ ચાલતી ભરતી પ્રક્રિયાને લીધે ઉમેદવારો રોષે
છેલ્લા બે વર્ષથી કાચબાની ગતિએ ચાલી રહેલી ભરતી પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરવા ઉગ્ર માગ કરાઈ છે. ધીમી ગતિએ ચાલી રહેલી ભરતી પ્રક્રિયાને લીધે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરોધ કરવા પહોંચેલા ઉમેદવારો 200થી વધુ ઉમેદવારોને પોલીસ ટીંટોળી કરીને લઈ ગઈ છે. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઉમેદવારોએ કેબિનેટ મંત્રી કુબેર ડિડોર અને શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાને પણ રજૂઆત કરી માંગણીઓ સ્વીકારવા ગુહાર લગાવી છે.
ઉમેદવારોની શુ છે મુખ્ય માંગણીઓ?
1) શિક્ષણ સહાયક (ધો.9થી12) નું PML અને DV શેયલ જાહેર કરો
2) વિદ્યા સહાયક (ધો.1 થી8) માં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લીસ્ટ જાહેર કરો
3) અંદાજિત 5700 જૂના શિક્ષકો અને 1200 જેટલા આચાર્યની બદલી પ્રકિયાના અંતે ખાલી પડતી તમામ જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકમાં જગ્યા વધારા રૂપે સામેલ કરવામાં આવે
4) ચાલુ વિધા સહાયક 13,852 ભરતીમાં ગત વર્ષે 22/11/23 ના રોજ મંજૂર 2750 જગ્યાઓ વધારા રૂપે સામેલ કરવામાં આવે.
5) ઉનાળુ વેકેશન પહેલા 24,700 શિક્ષકોની ભરતી પ્રક્રિયા તબક્કાવાર પુરી કરીને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવે.
6) RTI મુજબ ધોરણ 1થી 5 માં 31-5-25ની સ્થિતિએ ખાલી જગ્યા અને નિવૃત થનાર શિક્ષક કુલ મળીને આશરે 21354 જગ્યા સામે માત્ર 5000 ની ભરતી કેમ?
આ પણ વાંચોઃ આજે દુનિયા ભારત તરફ જોઈ રહી છે… ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં બોલ્યા પીએમ મોદી
આ પણ વાંચોઃ Surat: હજીરાની AM/NS કંપનીને રૂપિયા 106 કરોડનો દંડ ફટકાર્યો, જાણો સૌથી મોટું કારણ
આ પણ વાંચોઃ Ahmedabad: પાકિસ્તાન સામે જીત બાદ ફટાકડા ફોડવા બાબતે ખોખરામાં પથ્થરમારો, જાણો ઘટના!
આ પણ વાંચોઃ IND vs PAK: ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું પાકિસ્તાન હારશે’, હાર બાદ પૂર્વ કેપ્ટન વસીમ અકરમ ગુસ્સે
જુઓ લાઈવ વિડિયો