
Amreli: ગુજરાતમાં સૌથી વધુ ટાંટીયા ખેંચ અમરેલીમાં ભાજપમાં ચાલી રહ્યું છે. આજથી 15 વર્ષ પહેલા 6 જુન 2010 મા ભાજપ દ્વારા જએવું કહેવામાં આવ્યું કે, સહકારી પ્રવૃતિમાં રાજકીય હસ્તક્ષેપનો કયારેય ઇરાદો આ સરકારે રાખ્યો નથી બલ્કે વિકાસની સ્પર્ધાનું તંદુરસ્ત વાતાવરણ સર્જયું છેઅમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક શતાબ્દી મહોત્સવ મુખ્યમંત્રીએ ઉદઘાટન કર્યું હતું. ત્યારે વિકાસમાં ટોટીયા ખેંચનું રાજકારણ નહીં સંવાદિત વિકાસના ટેકાનું વાતાવરણ સર્જીએ એવું જણાવવામાં આવ્યું હતું. આમ નરેન્દ્ર મોદીએ તે વખતે ટાંટિયાખેચ બંધ કરી દેવા કહ્યું હતું અને થયું શું? આજે તેનાથી બધુ જુદુ જ ચાલી રહ્યું છે.
પાટીલ સામે સંઘાણી અને જયેશ રાદડિયા
અમરેલીમાં પાટિલે જાહેરમાંતકહ્યુ હતુ કે અહીં તો ઈલુ ઈલુ ચાલે છે. ત્યારે તેની સામે દિલીપ સંઘાણીએ અવાજ ઉઠાવ્યો હતો. આમ જાહેરમાં દિલીપ સંઘાણીએ પાટીલને ચેલેન્જ આપી હતી. સી આર પાટીલના પ્રમુખ બન્યા પછી સૌથી વધુ ટાંટિયા ખેચ થઈ છે. તેમજ જયેશ રાદડિયાએ પણ પાટીલને પડકાર્યા હતા. રાજકોટમાં ભાજપના કાર્યલય પર તાળા મારી દેવામા આવ્યા હતા.
ભાજપના 17 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ
અમરેલી નગરપાલિકામાં ભાજપમાં બળવો થયો હતો. ભાજપના પ્રમુખ સામે ભાજપના 17 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. અને ઝડપથી સામાન્ય સભા બોલાવવાની માગ કરી હતી. ત્યારે પાટીલ પક્ષમાં ધ્યાન ન આપતા હોવાથી સ્થિતિ ખરાબ થઈ હોવાનું કહેવાતું હતું.
નારણ કાછડિયાની ભાજપ સામે નારાજગી
2024 ની ચુંટણીમાં પણ પક્ષની સામે અવાજ ઉઠાવવામા આવ્યો હતો પરંતુ અમરેલીમાં ગેરશિસ્ત આખા ગુજરાતમાં ક્યાંય નથી થઈ. ભાજપે ટિકિટ કાપતા નારણ કાછડિયા નારાજ થયા હતા. તેઓ ભાજપનો આંતરિક કકળાટ સપાટી પર લાવ્યા હતા. ત્યારે કાછડિયાના આક્ષેપ પર ભરત સૂતરિયાએ વળતો જવાબ આપ્યો હતો. તેમયે વિરોધ એટલો વધ્યો હતો કે, એક બીજા જુથો સામ સામે આવી ગયા હતા. ત્યારે મુખ્યમંત્રી પોતે અમરેલી દોડી ગયા હતા અને તેમણે બધાને સાથે રહેવાની વાત કરી હતી.
પક્ષપલટા સામે ભરત કાનાબારનો વિરોધ
કોંગ્રેસના ઢગલાબંધ નેતાઓને ભાજપમાં લેવામા આવ્યા હતા ત્યારે ભાજપ નેતા અને નરેન્દ્ર મોદીની સાથે નિકટતા ધરાવતા ભરત કાનાબારે પક્ષાતરનો વિરોધ કર્યો હતો.
કૌશિક વેકરિયા સામે લેટર કાંડ
છેલ્લે સૌથી મોટી ઘટના તે બની હતી કે, ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા પર આક્ષેપ કરતો લેટર વાયરલ થયો હતો. તેમાં ભાજપના નેતા જ સામેલ હતા. આ ઘટનામાં પાટલ ગોટી નામની યુવતીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતુ આ મામલે ભાજપના નેતા ભરત કાનાબારે વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો:
Ahmedabad plane crash: બેદરકારી દાખવવા બદલ એર ઈન્ડિયાના 3 કર્મી સસ્પેન્ડ!
Ghazipur: સાસરિયાઓએ વહુને પ્રેમી સાથે જોઈ જતા બંનેને બંધક બનાવી કરાવી દીધા લગ્ન
Paris Diamond League: નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગમાં જીત્યો ગોલ્ડ મેડલ
ભારતે કોની મિત્રતા રાખવી જોઈએ? ઈરાન કે ઈઝરાયલ? | Iran Israel War
Iran Earthquack: યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનમાં ભૂકંપ, 5.1ની તીવ્રતાનો આવ્યો આંચકો