
GPSC(Gujarat Public Service Commission)ના અનેકવાર છબરડાં બહાર આવતાં હોય છે. ત્યારે હવે નવો છબરડો બહાર આવ્યો છે. ગાંધીનગરમાં લેવાયેલી પરિક્ષામાં કેટલાંક વિકલ્પો જ ખોટા આપવામાં આવ્યા હતા. જેથી હવે આ ભૂલ અંગે વિદ્યાર્થીને વાંધો ઉઠાવવો હોય તો રુ. 100 ચૂકવવા નિયમ બનાવાયો છે. સવાલો એ થયા છે કે પેપર કાઢનારની ભૂલને કારણે વિદ્યાર્થીઓને રુપિયા કેમ ભરવાના? વિદ્યાર્થી વાધાં અરજી કરે તો 100 રુપિયા GPSC વિદ્યાર્થી પાસેથી વસૂલી રહી છે. આમાં GPSCની ભૂલ પોતે હોવા છતાં દરેક વિકલ્પના ફી વિદ્યાર્થીઓ પાસેથ વસૂલવામાં આવી રહ્યા છે. જેથી પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉમેદવારોએ ભૂલ દેખાડાતાં તેમની પાસે આયોગ પૈસા માગી રહ્યું છે.
ગુજરાતમાં તાજેતરમાં લેવાયેલી સ્પર્ધાત્મક પરિક્ષામાં 3થી 4 વિકલ્પોમાં ભૂલો આવી છે. જેમાં GPSC દ્વારા ખોટા વિકલ્પો પૂછી લેવામાં આવ્યા છે. જેથી પેપરમાં આપેલા વિકલ્પો અંગે વાંધા અરજી કરનાર વિદ્યાર્થીને દરેક વિકલ્પે 100 રુપિયા ફી ચૂકવવા GPSCએ નિયમ બનાવ્યો છે. આ અરજી ઓનલાઈન આયોગની વેબસાઈટ પર કરવાની હોય છે. જેને લઈ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી છે. વિદ્યાર્થીઓની માગ છે કે સરકારે તો ખરેખર યોગ્ય ગાઇડલાઈન આપવી જોઈએ. આટલા પુસ્તકોની માન્યાતા અંગે, સંદર્ભ પુસ્તક સરકાર નક્કી કરે. અને જો પેપર સેટમાં ભૂલ આવે છે તેની ફી વસૂલી પેપર સેટર પાસેથી કરવા માગ કરી છે. વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી બંધ કરવામાં આવે તેવી માગ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ AMRELI: પૂર્વ સાંસદ નારણ કાછડીયા વિરુધ્ધ અર્ધનગ્ન અવસ્થામાં રજૂઆત, લાગ્યા ભ્રષ્ટાચારના આરોપ