ચાંદીના પુરવઠાની તીવ્ર અછત વર્તાઈ રહી છે બજાર ટાઈમ બોમ્બ પર બેઠી છે

  • Others
  • February 21, 2025
  • 0 Comments
  • ચાંદીના પુરવઠાની તીવ્ર અછત વર્તાઈ રહી છે બજાર ટાઈમ બોમ્બ પર બેઠી છે
  • ગોલ્ડ સિલ્વર રેશિયો ૯૦નો થતા ચાંદીના ભાવ શું ૫૦ ડોલર થાય?
  • જાન્યુઆરી ૨૦૨૪મા ચાંદીના ભાવ ૨૪ ડોલરના તળિયે બેઠા ત્યારે આવું માનવા કોઈ તૈયાર નાં હતું
  • માર્ચ ૨૦૨૦મા કોવિડ મહામારી આવી ત્યારે ગોલ્ડ સિલ્વર રેશિયો ૧૨૪.૬૫ની વિક્રમ ઉંચાઈએ ગયો હતો

ઇબ્રાહિમ પટેલ, મુંબઈ તારીખ ૨૧: ગોલ્ડ સિલ્વર રેશિયોમાં હાલ જે હાલમાં ૯૦ આસપાસ છે તેમાં મોટી અફડાતફડી જોવાઈ રહી છે, સોના ચાંદીની રોજીંદી વધઘટ, આ રેશીયોમાં પ્રતિબિંબ થાય છે. પરંતુ દર વખતે આવું નથી બનતું. આ રેશિયો જુદાજુદા સમયે ઇતિહાસમાં બનતી ઘટનાઓનું હંમેશા પ્રતિબિંબ પાડે છે. જુદાજુદા સમયે વિશ્વભરની સરકારો તેમની નાણાકીય સ્થિરતા માટે જે કાઈ પગલાં લે, તેની અસર પણ આ રેશિયોમાં જોવાતી હોય છે. કરન્સી અવમુલ્યન, ડીફલેશન (ફુગાવા કરતા વિપરતી સ્થિતિ) અને કરન્સી મુલ્યમાં થતા બદલાવથી ચિંતિત મોટાભાગના ટ્રેડરો રેશિયો બજારમાં ખેલ પાડતા હોય છે. દેશનાં સત્તાવાર કાગળિયા નાણાનાં મુલ્ય સામે પડકારો ઉભા થાય ત્યારે, કિંમતીધાતું આવા પડકારો સામે ઢાલ બનીને પોતાનું મુલ્ય નિર્ધારણ કરે છે.

એક ઔંસ સોનાના ભાવથી કેટલા ઔંસ ચાંદી ખરીદી શકાય તેનું માપ આ રેશિયો દાખવે છે. રેશિયો જોઇને બજારમાં એવો પ્રશ્ન પુછાઈ રહ્યો છે કે શું ચાંદીના ભાવ ૫૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) વટાવી જશે? હા, ચાંદીની વર્તમાન તેજી ભાવને ૫૦ ડોલર વતાવવા ઘોડેસવાર થઇ છે. જાન્યુઆરી ૨૦૨૪મા જ્યારે ચાંદીના ભાવ ૨૪ ડોલરના તળિયે બેઠા હતા, ત્યારે આવું માનવા કોઈ તૈયાર નાં હતું. ૨૦૨૩થી અત્યાર સુધીમાં ગોલ્ડ સિલ્વર રેશિયો અસંખ્ય વખત ૯૦ને ટચ કરી ગયો છે.

મહત્તમ રોકાણકાર ચાંદી કરતા સોનાને વધુ ચાહે છે. શું રેશિયો ફરીથી ઘટીને ૮૦ની અંદર જઈ શકે છે? શું ચાંદીના ભાવ (તેજી) સોનાને ઝાંખું પાડી દેશે? આવા અનેક પ્રશ્નો અસ્થાને નથી. છતાં આનો અર્થ એવો પણ નથી કે સોનાના ભાવ ઘટી જશે. બુધવાર ૧૯ ફેબ્રુઆરીએ રેશિયો ૮૯.૯૫ થયો હતો. આનો અર્થ એ છે કે ફુગાવા વૃદ્ધિ થઇ રહી છે, ત્યારે આખું ચિત્ર ફરી બદલાઈ જાય છે, આનો પડઘો કદાચ ભાવમાં નિર્ધારીત થશે.

માર્ચ ૨૦૨૦મા વિશ્વભરમાં કોવિડ મહામારી આવી ત્યારે ગોલ્ડ સિલ્વર રેશિયો ૧૨૪.૬૫ની વિક્રમ ઉંચાઈએ ગયો હતો. ત્યારે અલબત્ત, રેશિયો ૧૪૫૧ ડોલર સોનાના ભાવની તરફેણ કરતો હતો, બરાબર એ જ સમયે ચાંદીના ભાવ ૧૧.૬૪ ડોલર હતા. ફેબ્રુઆરી ૨૦૨૧મા કોવિદ મહામારીએ ઉપાડો લીધો અને ફૂગાવો ચરમસીમાએ ગયો, આ તબક્કે રેશિયો ચાંદીની તરફેણમાં ઘટીને ૬૫.૮૫ થયો હતો, ત્યારે ચાંદીના ભાવ ૨૫.૮૦ ડોલર અને સોનાના ભાવ ૧૬૯૯ ડોલર હતા.

૩ જુલાઈ ૨૦૨૪એ ચાંદીએ ૩૧.૫૦ ડોલરના ભાવથી પીછેહઠ કરીને બ્રેકાઉટ લેવલ નિર્ધારિત કર્યું. ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૪ પછી ચાંદીએ ૨૮.૮૦ ડોલરથી નીચે નહિ જવાની હઠ પકડી, આ ઘટાડા પછી જોરદાર લેવાલી નીકળતા, ભાવ સતત વધતા રહી ૨૨ ઓકટોબરે ૩૪.૮૩ ડોલરની ઉંચાઈએ પહોચ્યા. અ બધી ભાવ વધઘટને આધારે અમે એવા નિષ્કર્ષ પર આવ્યા કે દરેક પ્રત્યાઘાતી ઘટાડે ભાવ વધતા રહી ૫૦ ડોલરની સપાટી ટચ કરવા પ્રયાસ કરશે. છેલ્લા બે મહિનાથી ચાલતી આ પ્રક્રિયામાં ચાંદીના ભાવે ૨૮.૮૦ ડોલરનું તળિયું રચી ૫૦ ડોલરની સપાટી પાર કરવાની મુસાફરી શરુ કરી છે.

અહી આપણે ૧૯૮૦ની ઐતિહાસિક તેજીને પણ સમજી લઈએ, બંકર હન્ટ બંધુઓએ ચાંદીનાં સટ્ટામાં મોટો ખેલો પાથર્યો, ૨૭ માર્ચ ૧૯૮૦ના રોજ હન્ટ બંધુ માર્જીન કોલ ભરવામાં નિષ્ફળ ગયા, ભાવ ૫૦.૪૨ ડોલરની ઊંચાઈએથી ટૂંકાગાળામાં ધડામ ૧૧ ડોલરની અંદર જતા રહ્યા. આ દિવસને સિલવર થર્સડે તરીકે ગણવામાં આવ્યો. આ ખેલામાં હન્ટ ભાઇએઓ ૧.૭ અબજ ડોલર ગુમાવ્યા અને એ સમયનો મહાન ઈતિહાસ રચાયો.

હાલમાં ચાંદીના પુરવઠાની તીવ્ર અછત વર્તાઈ રહી છે, બજાર ટાઈમ બોમ્બ પર બેઠી છે. આવી સ્થિતિ છતાં કોમેકસ સિલ્વરનાં ભાવ નીચી સપાટીએ પ્રવર્તી રહ્યા છે, આખરે તો માંગ પુરવઠો જ ભાવ નિર્ધારિત કરશે. આપણે ગંભીર પુરવઠા અછત તરફ અગ્રેસર છીએ, બજાર વાસ્તવિક ભાવ નિર્ધારણ થાય, તેની રાહ જોઈ રહી છે. આખરે નવી ઊંચાઈ સર્જવા ભાવના નવા ડાયનેમિક્સ તૈયાર થઇ રહ્યા છે. અલબત્ત, ચાંદીની અછતની સમસ્યા બજારમાં વર્તાઈ રહી છે, તે આપણને ધરખમ તેજીના સંકેત આપે છે. તાજેતરના આંકડાને જો પુરાવા તરીકે લઈએ તો, પસાર થતા દરેક મહિના, આપણને કૈક ગડબડ થઇ રહ્યાના સંકેત પણ આપે છે.

આ પણ વાંચો-ગુજરાતના તમામ વિજગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત; ઊર્જા મંત્રીએ વિધાનસભામાં આપી માહિતી

એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.

Related Posts

plastic polythene: તમે જે પોલિથીનમાં શાકભાજી લાવો છો તેનાથી થઈ શકે છે કેન્સર જેવા ઘાતક રોગ
  • July 5, 2025

plastic polythene: પ્લાસ્ટિકનું નામ સાંભળતાની સાથે જ આપણને બધે જ પોલીથીન દેખાય છે. કરિયાણાની દુકાનોથી લઈને શાકભાજી વેચનારાઓ સુધી અને ફૂડ પેકેજિંગથી લઈને બજાર સુધી, બધે જ પોલીથીનનો ઉપયોગ થાય…

Continue reading
Viral Video: લગ્નમાં કપલને રોલો પાડવો ભારે પડ્ચો, ફોટોશૂટના ચક્કરમાં મજાકનો શિકાર બન્યા
  • June 16, 2025

Viral Video: હાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ડરામણો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલ ગળામાં અજગર રાખીને ફોટોશૂટ કરાવતું જોવા મળે છે. આ વીડિયોએ લોકોને ચોંકાવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

  • August 7, 2025
  • 5 views
Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

  • August 6, 2025
  • 11 views
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 8 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 9 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 17 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 32 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!