
Tragic Incident at Gujarat: મહેસાણાના વિસનગરમાં આવેલી મર્ચન્ટ હોમિયોપેથીક(Homeopathy) મેડિકલ કોલેજમાં ગંભીર ઘટના સામે આવી છે. વિદ્યાર્થિની ઉવર્શી શ્રીમાળી (ઉ.વ.19)એ હોસ્ટેલની રૂમમાં આપઘાત(Sucide) કરી લીધો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતાં અન્ય વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે અને કોલેજ તંત્રની બેદરકારી ગણાવી છે.
મર્ચન્ટ હોમિયોપેથીક મેડિકલ કોલેજના BHMS પ્રથમ વર્ષની વિદ્યાર્થિની ઉવર્શી શ્રીમાળી (ઉ.વ.19)એ ગર્લ્સ હોસ્ટેલની પોતાની રૂમમાં આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થીનીએ પંખે લટકીને આપઘાત કર્યો છે. આપઘાતની જાણ થતાં જ કોલેજ સ્ટાફ દોડી આવ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. મર્ચન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ કોલેજમાં વિદ્યાર્થિનીના મૃત્યુના કારણો અંગે તપાસ ચાલી રહી છે. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે કોલેજ સત્તાધીશોની બેદરકારી આ ઘટના માટે જવાબદાર છે.
આપઘાતની બીજી ઘટના વડોદરા(vadodara)માં
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતી અને એમ.એસ. યુનિવર્સિટીમાં ફાર્મસીનો અભ્યાસ કરતી બાંગ્લાદેશી વિદ્યાર્થીની મોહોના મંડલ એ પોતાના રૂમમાં પંખા સાથે ઓઢણીથી ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. રાવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મોહોનાએ મરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેને લખ્યું છે કે, હું જાણું છું કે હું શું કરું છું પરંતુ, મારે આ કરવું છે. આના માટે મને કોઈએ ઉશ્કેરી નથી.
આ પણ વાંચોઃ Ahmedabad: ઘરો પર બુલડોઝર ફેરવી દેતાં રબારી સમાજ ભાડે રહેવા મજબૂર, કોંગ્રેસ પ્રવક્તાનું પણ ઘર તૂટ્યું