UCC લાગુ થશે તો આદિવાસીઓનું રાજકીય અને શૈક્ષણિક આરક્ષણ ખતમ થશે: ચૈતર વસાવા

આજે નર્મદા જિલ્લા ખાતે સમાન સિવિલ કોડ (UCC) સમિતિની બેઠક યોજાઈ હતી. એ બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા યુસીસી આદિવાસી સમાજ પર લાગુ કરવામાં ન આવે તે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.

આ મુદ્દા પર ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે વિવિધતામાં એકતા એ ભારત દેશની ઓળખ છે. આપણો દેશ અને રાજ્ય વિભિન્ન ધર્મ સંપ્રદાયો અને જાતિઓમાં વહેંચાયેલો છે અને તમામના પોતાના અલગ અલગ સામાજિક અને ધાર્મિક નિયમો છે. અમારું માનવું છે કે યુસીસી લાગુ થવાથી સૌથી વધારે અસર આદિવાસી અને અલ્પસંખ્યકો પર થશે. જો આદિવાસી સમાજ પર યુસીસી લાગુ કરવામાં આવશે તો બંધારણમાં અનુસૂચિ પાંચ, પેસા એક્ટ, આદિવાસીઓને મળતું શૈક્ષણિક અને રાજકીય આરક્ષણ ખતમ થઈ જશે માટે અમે આના સખત વિરોધમાં છીએ.

આ પણ વાંચોઃ 2023માં શરુ થયેલી શિક્ષકોની ભરતી ટલ્લે, 24,700 શિક્ષકોની ભરતી અંગે ચૈતર વસાવાએ ઉઠાવ્યો સવાલ | Chaitar Vasava

‘અંગ્રેજોના રાજમાં ન થયું હતુ તે ભાજપના રાજમાં થાય છે’

અગાઉ મુસ્લિમોના 500 વર્ષના શાસન દરમિયાન અને અંગ્રેજોના 175 વર્ષના શાસન દરમિયાન પણ આદિવાસી સમુદાયના રીત રિવાજમાં કોઈ પણ પ્રકારની દખલગીરી કરવામાં આવી ન હતી. પરંતુ હાલ ભાજપ સરકાર યુસીસી લાવીને આદિવાસીઓ વિરોધી પગલું ભરી રહી છે.

આદિવાસીઓની પ્રથાઓ પર તરાપ મારવાનો આરોપ

વર્તમાનમાં 705 જેટલી અનુસૂચિત જનજાતિના સમુદાયો આપણા દેશમાં છે અને કુલ 13 કરોડ જેટલી વસ્તી છે. આ તમામ લોકોના સામાજિક, ધાર્મિક, રીતરિવાજો, પ્રથાઓ, પરંપરાઓ, લગ્ન પ્રથા, વારસાઈ, છૂટાછેડા જેવી અનેક બાબતો માટે અલગ અલગ નિયમો છે. પરંતુ અમારું માનવું છે કે સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી લાગુ થશે તો આદિવાસી સમાજની અલગ અલગ રૂઢિપ્રથાઓ અને રીતરિવાજો આપોઆપ નષ્ટ થઈ જશે. માટે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને અસ્તિત્વ બચાવવા માટે અમારી માંગણી છે કે સમાન નાગરિક સંહિતા (UCC)માંથી રાજ્યના આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે. અમુક આદિવાસી સમાજના લોકો જ હાલ યુસીસી લાગુ કરવાની વાત કરી રહ્યા છે. જે ખૂબ જ નિંદનીય છે. હાલ અમે કોઈ નેતાનું નામ નથી લેતા, પરંતુ એટલું સ્પષ્ટ કહી શકે આદિવાસીઓનું ભલું ઇચ્છનાર કોઈપણ આદિવાસી માણસ કે આદિવાસી નેતા યુસીસીના સમર્થનમાં નથી. જેથી ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજ પર યુસીસી લાગુ કરવામાં ન આવે તેવી માંગ કરી છે.

આ પણ વાંચોઃ જગ્ગી વાસુદેવ પર મહિલાઓએ બળાત્કારના આરોપો મૂક્યા! | Video | Jaggi Vasudev

આ પણ વાંચોઃ 2023માં શરુ થયેલી શિક્ષકોની ભરતી ટલ્લે, 24,700 શિક્ષકોની ભરતી અંગે ચૈતર વસાવાએ ઉઠાવ્યો સવાલ | Chaitar Vasava

આ પણ વાંચોઃ Banaskantha: હવે ડીસાની શાળામાં બાળકોએ હાથમાં કાપા કર્યા

આ પણ વાંચોઃ Tesla: અમેરિકામાં ટેસ્લાની કારને લોકો આગ લગાવી રહ્યા છે, જાણો કારણ?

  • Related Posts

    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
    • August 5, 2025

    Gambhira Bridge Collapse:  વડોદરા અને આણંદ જીલ્લાને જોડતાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 1 મહિનો થવા આવશે. ગત મહિને આ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકોના…

    Continue reading
    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ
    • August 5, 2025

    Vadodara: વડોદરા ફાયર બ્રિગેડ વિભાગમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિઓની ફરિયાદો ઉઠતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક તપાસના આદેશ આપ્યા હતા.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

    • August 5, 2025
    • 8 views
    Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

    • August 5, 2025
    • 22 views
    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

    • August 5, 2025
    • 25 views
    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

    • August 5, 2025
    • 13 views
    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

    Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

    • August 5, 2025
    • 30 views
    Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

    Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

    • August 5, 2025
    • 30 views
    Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?