Ukraine: નરેન્દ્ર મોદીના ‘ઉતાવળિયા’ નિવેદનથી ઝેલેન્સકી નારાજ,કહ્યું “અમારા નિર્દોષ બાળકો અને લોકો મરે છે ત્યારે કેમ કઈ ન બોલ્યા?

Ukraine: ભારતના વડાપ્રધાન મોદીજીએ રશિયન પ્રમુખના ઘર પર યુક્રેનના ડ્રોન હુમલાને વખોડી કાઢતા ઝેલેન્સકીએ કહ્યું કે આ ખૂબજ આશ્ચર્ય જનક અને વિચિત્ર લાગી રહ્યું છે કે ભારત અને યુએઈ સહિત ઘણા દેશોએ પુતિનના નિવાસસ્થાન પર અમારા કથિત ડ્રોન હુમલાની નિંદા કરી જે ખરેખર અમે હુમલો કર્યો જ નથી ઝેલેન્સકીએ પ્રેસને સંબોધન કરતા જણાવ્યું કે જ્યારે “અમારા બાળકો પર બોમ્બમારો થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો મરી રહ્યા છે ત્યારે કેમ કોઈ રશિયન હુમલાની નિંદા નથી કરતા? સાચું કહું તો, મને આ મુદ્દાઓ પર ભારત કે યુએઈ તરફથી અમારા તરફી કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી જેનું અમને દુઃખ છે.

■આખો મામલો શું છે?

તા.29 ડિસેમ્બરે, રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે જણાવ્યું હતું કે યુક્રેને રશિયન રાષ્ટ્રપતિના નિવાસસ્થાન પર 91 ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ થયો પણ તે તમામ ડ્રોનનો રશિયાએ હવામાં જ નાશ કર્યો. જો કે, યુક્રેને રશિયાના આ દાવાઓને ફગાવી દેતા કહ્યું હતું કે રશિયા શાંતિ વાટાઘાટોને વિક્ષેપિત કરવા માટે ખોટા આરોપો લગાવી રહ્યું છે.

બીજી તરફ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના વિદેશ મંત્રાલયે યુક્રેન દ્વારા રશિયન રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાન ઉપર થયેલા હુમલાની નિંદા કરી હતી. પીએમ મોદીએ બંને પક્ષોને શાંતિ સ્થાપિત કરવાની અપીલ કરતા કહ્યું હતું કે એવું કોઈ પગલું ન ભરવું જોઈએ જે શાંતિ વાટાઘાટોમાં અવરોધ ઉભો કરે.ભારતની આ પ્રતિક્રિયા સામે ઝેલેન્સકીએ પ્રેસને સંબોધન કરતા જણાવ્યું કે જ્યારે “અમારા બાળકો પર બોમ્બમારો થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે કેમ કોઈ બોલતું નથી? અને અમે કોઈ ડ્રોન હુમલો કર્યો નથી છતાં રશિયાની તરફેણમાં ભારત અને યુએઈ તરતજ આવી ગયા.આ મુદ્દા ઉપર The Gujarat Reportના MD મયુર ભાઈ જાનીએ કરેલું વિશ્લેષણ અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ
  • March 23, 2026

UP: મથુરાના પ્રખ્યાત ગૌ રક્ષક સંત ચંદ્રશેખર કે જેઓ ફરસા વાલે બાબા તરીકે જાણીતા હતા તેમનું ૨૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ સવારે એક ટ્રકે અડફેટમાં લેતા તેઓનું મોત થયું ગયું…

Continue reading
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?
  • March 23, 2026

 SHANKARACHARY: દેશમાં એક તરફ હિન્દૂ સંગઠનો લવ જેહાદ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહયા છે તો બીજી તરફ કટ્ટર હિન્દુવાદી સંસ્થા RSSના પ્રચારક ઈન્દ્રેશ કુમારે 10 લાખ હિન્દુ છોકરીઓને મુસલમાનો સાથે નિકાહ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 4 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 17 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 12 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 12 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 12 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર