
ભાજપ સરકારે મોડલ જ એવું બનાવ્યું છે કે, કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરવા મજબૂર થઇ ગયા છે: જૂઓ રિપોર્ટ
દેશના કેન્દ્રમાં બેસેલી ભાજપની સરકાર હોય કે પછી દેશના પ્રદેશોમાં શાસન કરી રહેલી ભાજપની સરકાર હોય. એક જ મોડલ પર કામ ચાલી રહ્યું છે. તે છે દેશના યુવાઓનું શોષણનું મોડલ. કેવી રીતે?
એક એવો મોડલ જેમાં રોજગારના નામ પર માત્ર આઉટ સોર્સિંગ અથવા પછી કોન્ટ્રાક્ટ પર જ સરકારના વિભિન્ન વિભાગોમાં નોકરી આપવામાં આવી રહી ચે. નિવૃત થઈ રહેલા સરકારી કર્મચારીઓને પણ ફરીથી કોન્ટ્રાક્ટ પર રાખીને યુવાઓના ભવિષ્ય સાથે મજાક કરવામાં આવી રહી છે. યુવાઓને નોકરી પણ આપવામાં આવી રહી છે તો પછી તેમને એકદમ મામૂલી પગાર આપવામાં આવી રહ્યો છે. આટલા પગારમાં તો કોઈપણ વ્યક્તિ જીવન ચલાવી શકાતો જ નથી. તેથી જ તેઓ ભ્રષ્ટાચાર કરવા પર મજબૂર થઈ જાય છે. આનો અર્થ તે થયો કે, સરકાર જ પોતાના કર્મચારીઓને ભ્રષ્ટાચાર કરવા પર મજબૂર કરી રહી છે.