Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Unseasonal Rain: રાજ્યમાં આજે તા. 19 થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ ક્રિએટ થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયાના અહેવાલ છે, સાથેજ સર્વત્ર ઠંડા પવનો ફૂંકાતા ઠંડક પ્રસરી ગઈ છે.

અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હળવો વરસાદ અને ભારે પવનો ફૂંકાઈ રહયા છે, આગામી 20 માર્ચ સુધી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટાડો રહેશે.

હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી 25થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી થઈ છે જેમાં આજે તા.19 માર્ચના બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે આવતી કાલે તા. 20 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,દાહોદ, મહીસાગર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યના કચ્છ અને મોરબી, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ખેડામાં યેલો એલર્ટ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઈ છે, દરમિયાન આજે સવારથીજ રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો છે અને અનેક વિસ્તારોમાં ભારે પવન અને વંટોળીયો ફૂંકાયો હતો અને વરસાદના અમી છાંટણા પડતા ઠંડક પ્રસરી છે.

વાવ-થરાદમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડયાના અહેવાલ છે,વાવ અને થરાદ અને જિલ્લામાં મધરાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો,ભારે તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.
વાવ, સુઈગામ, ભાભર અને થરાદ સહિતના વિસ્તારોમાં મધરાત્રે ભારે પવન ફૂંકાવા સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો, અમદાવાદમાં ઠેરઠેર ધૂળની ડમરીઓ ઉડવા સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો.

અમદાવાદના ઉજાલા સર્કલ વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડતા વિઝીબિલિટી ઓછી થઈ અને ઉજાલા અને વણઝર વિસ્તારમાં વીજળી ગુલ થઈ જતા અંધારપટ છવાયો હતો.

રાજ્યમાં વિસનગરમાં પણ ભારે પવન ફૂંકાતા અનેક દુકાનોના શેડ હોડિંગ તૂટ્યા હતા આ ઉપરાંત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો,હિંમતનગરમાં વહેલી સવારે ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયાના અહેવાલો છે.
આમ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 6 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 8 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 5 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 3 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 7 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 5 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?