UP: થનાર જમાઈ સાસુને વહુ બનાવીને લાવતાં જ ભગાડ્યા, આશરો પણ ન આપ્યો, આ રીતે કાઢી રાત?

  • India
  • April 20, 2025
  • 4 Comments

UP, Mother-in-law Son-in-law Love Story:  ઉત્તર પ્રદેશના અલગીઢમાંથી બહાર આવેલી સાસુ જમાઈની લવ સ્ટોરી હાલ ખૂબ ચર્ચામાં છે. ત્યારે હવે જાણવા મળી રહ્યું છે સાસુને વહુ બનાવીને લાવેલા પુત્ર રાહુલને ઘરમાં પગ પણ મૂકવા દીધો નથી. પરિવારે બંનેને ખદેડી મૂક્યા છે. કારણ કે એક સમાજ માટે કલંકરુપ ઘટના છે. સમાજમાં ખોટો દાખલો બેસાડતી ઘટના છે. સાસુ જમાઈના સંબંધને શર્મશાર કરતી ઘટના છે. જેથી પરિવાર સહિત સમાજે સપના અને રાહુલના સંબંધોની ભારે ટીકા કરી છે.

પરિવારે સાસુને વહુ તરીકે સ્વીકારવાની ચોખ્ખી ના પાડી

સપના, જે તેના થવાના જમાઈ રાહુલ સાથે ગઈ હતી, સપનાને રાહુલના પરિવારે સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી છે. પરિવારે તેને ઘરમાં રહેવાની દેવાની ના પાડી દીધી છે. પરિવારે રાહુલને ઘરમાં ન ઘૂસવા દેતાં સાસુ જમાઈએ પાડોશીને ત્યા રાત વીતાવી હતી. આ પછી તે સવારે ફરી બંને ફરાર થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે એક મિત્રએ તેને બાઇક પર પાલી વિસ્તારમાં છોડી આવ્યો હતો.

દીકરી લગ્ન કરે તે પહેલા જમાઈને લઈ સાસુ ભાગી ગઈ

આ ઘટનામાં પરિવાર પણ સ્તબ્ધ થઈ ગયો છે. રાહુલના પિતા કંઈપણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. મદ્રકના મનોહરપુર કાયસ્થ ગામની જીતેન્દ્રની પત્ની સપનાને તેના જમાઈ રાહુલ સાથે પ્રેમ સંબંધનો તાતણો બંધાઈ ગયો હતો. સાસુ પોતાની દીકરીના લગ્ન થાય તે પહેલા જ જમાઈને લઈ ફરાર થઈ ગઈ હતી. ગત બુધવારે બંને દાદોન પોલીસ સ્ટેશન હાજર થયા હતા. અહીં આવ્યા પછી તેણે નિવેદન આપ્યું કે તે બંને પોતાની મરજીથી ગયા હતા. બંને જીવનભર સાથે રહેવા માગે છે.

પોલીસ અને કાઉન્સલેરિંગની ટીમે બંનેને ઘણા સમજાવ્યા પણ…

ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં રાહુલ અને સપનાનું કાઉન્સેલિંગ પણ કરાયું હતુ. જો કે બંને એકમેક થઈ જતાં તે પણ નિષ્ફળ ગયું છે. સપનાના પરિવારજનો પણ ઘરે લઈ જવા રાજી હતા. જો કે તે માની ન હતી. એસપી રૂરલ અમરિચ જૈનના જણાવ્યા અનુસાર, મહિલાએ કહ્યું કે તે પોતાની મરજીથી તેના જમાઈ સાથે જવા માંગે છે. કારણ કે બંને પુખ્ત વયના છે. તેથી તે સ્ત્રીને રાહુલ સાથે મોકલવામાં આવી છે. બધી કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી, તેને તેની ઇચ્છા મુજબ મોકલવામાં આવી છે.

16 એપ્રિલે દિકરીના લગ્ન થવાના હતા

ખરેખર, મદ્રકના મનોહરપુર કાયસ્થ ગામનો જીતેન્દ્ર તેની પત્ની સપના, પુત્રી અને પુત્રો સાથે ગામમાં રહેતો હતો. જીતેન્દ્રએ પોતાની પુત્રીના લગ્ન દાદોનના માચરિયા ગામના રહેવાસી રાહુલ સાથે નક્કી કર્યા હતા. લગ્નની સરઘસ 16 એપ્રિલે આવવાની હતી. આ પહેલા, સપના અને તેના થનારા જમાઈ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંનેએ તક જોઈને 6 એપ્રિલે ઘર છોડી દીધું હતું. પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો કે સપના ઘરમાંથી ઘરેણાં અને પૈસા લઈ ગઈ છે.

દિકરીએ કહ્યું અમારા પૈસા અને ઘરેણાં આપી દે બસ

દીકરી શિવાનીએ કહ્યું કે તેના માટે હવે માતા મરી ગઈ છે. મારે કોઈ સંબંધ રાખવો નથી. અમારા પૈસા અને ઘરેણાં પાછા મળી જાય એટલે બસ. ઉલ્લેખનીય છે કે સપના ઘરેણા, રોકડ સહિત 5 લાખથી વધુનો મુદ્દામાલ લઈને જમાઈ સાથે ભાગી હતી. હાલ તો સાસુ જમાઈને પોતાની રીતે જીંદગી જીવવા છોડી દીધા છે.

 

આ પણ વાંચોઃ

Ahmedabad: નરોડામાં લિફ્ટ તૂટી, ફસાયેલી મહિલાઓએ ચીસાચીસ કરી, જાનહાનિ ટળી

ઈડલી કઢાઈનો સેટ આગની લપેટામાં, ફિલ્મી ગામ બળીને ખાખ| Idli Kadhai Set Fire

UP: પત્નીને છોડી પતિ મહિલા પોલીસકર્મી સાથે ભાગી ગયો, હેડ કોસ્ટેબલની બદલી, જાણો વધુ!

Mumbai માં જૈન મંદિર તોડી પડતાં ભારે વિરોધ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની બદલી, ભાજપ સામે રોષ

Earthquake: અફઘાનિસ્તાન આવેલા ભૂકંપની ભારત અને પાકિસ્તાન અસર?

 

Related Posts

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે . અહીં, એક પતિને તેની પત્નીએ માર માર્યો હતો. મારથી પતિ એટલો ઘાયલ થયો કે તેણે 100 ફૂટ ઊંડા…

Continue reading
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પોલીસે એક કાકા અને ભત્રીજાની ધરપકડ કરી છે. તેઓ એક અધવચ્ચે થયેલ એન્કાઉન્ટરમાં ઝડપાયા હતા. તેમણે લગભગ 10 દિવસ પહેલા રેલવે કલેક્શનમાંથી ₹69 લાખની ઉચાપત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!