
UP: ઉત્તર પ્રદેશના બાગપતમાં આવેલા ટીકરી શહેરમાં એક માતાએ પોતાની 3 પુત્રીઓનું ગળું દબાવીને આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથેના વિવાદ બાદ આ ભયાનક પગલું ભરનાર મહિલા વિશે નવા ખૂલાાસા થયા છે. તેજકુમારી ઉર્ફે માયા (29) નામની મહિલા મૂળ નેપાળની હતી. તેના વિકાસ નામના બસ ડ્રાઇવર સાથે લવ મેરેજ થયા હતા. વિકાસ તેની પહેલી પત્નીથી છૂટાછેડા લઈ ચૂક્યો છે. તેને તેનાથી એક પુત્રી હતી. જ્યારે, તેજકુમારીથી તેને બે પુત્રીઓ છે.
મળતી માહિતી મુજબ તેજકુમારી અને વિકાસ છેલ્લા 6 વર્ષથી સાથે રહેતા હતા. વિકાસ દિલ્હીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો અને દર ત્રણ-ચાર મહિનામાં ઘરે આવતો હતો. તેજકુમારી ઇચ્છતી હતી કે તે દિલ્હીમાં રહે જેથી તેની દીકરીઓ સારું શિક્ષણ મેળવી શકે. પરંતુ તેના ઓછા પગારને કારણે વિકાસ તેમને પોતાની સાથે રાખી શકતો ન હતો. આ બાબતે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. જેના કારણે તેજકુમારીએ તેની ત્રણ દીકરીઓની હત્યા કર્યા પછી આત્મહત્યા કરી લીધી. જ્યારે એક ઘરમાંથી ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા ત્યારે વિસ્તારમાં ખળભળાટ મચી ગયો.
લવ મેરેજનો કરુણ અંત
નેપાળની રહેવાસી તેજકુમારી પંજાબ જતી વખતે લુધિયાણામાં પ્રવાસી બસ ડ્રાઇવર વિકાસને મળી હતી. તેઓ પહેલી નજરમાં જ એકબીજાના પ્રેમમાં પડી ગયા. પરંતુ પ્રેમથી શરૂ થયેલી આ કહાની પરસ્પર વિવાદોને કારણે ભયાનક અંત સુધી પહોંચી. આર્થિક તંગી અને ભવિષ્યની ચિંતાઓએ આ પરિવારને એટલી હદે તોડી નાખ્યો કે એક માતાએ પોતાની જ દીકરીઓની હત્યા કરી પોતે જીવન ટૂકાવી લીધું.
વિકાસને તેની પહેલી પત્નીથી એક દિકરી ગુંજન (7) હતી, જેના જન્મદિવસની તૈયારીઓ ચાલી રહી હતી. તેનો જન્મદિવસ 12 સપ્ટેમ્બરે હતો. જેથી તેજકુમારી પોતે તેને તેની ફોઈના ઘરેથી લઈ આવી હતી. પછી તેણે ગુંજન (7) ને તેની પોતાની દીકરીઓ કીતો (2) અને મીરા (4 મહિના)ને સાથે મારી નાખી. અંતે તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.
પોલીશે શું કહ્યું?
બાગપતની પોલીસે જણાવ્યું હતું કે ઘટના સમયે તેજકુમારીનો પતિ ઘરની બહાર એક ઝાડ નીચે સૂતો હતો. જ્યારે તે જાગ્યો અને રૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે તે અંદરથી બંધ હતો. તેથી તેણે પોલીસને જાણ કરી. જ્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડ્યો ત્યારે તેઓએ જોયું કે ત્રણેય બાળકોના મૃતદેહ ખાટલા પર પડેલા હતા અને તેજકુમારી પંખાથી લટકતી હતી.
આ પણ વાંચો:
UP News: પરિણીત મહિલાને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતા જોઈ ગઈ 6 વર્ષની બાળકી, અને પછી જે થયું…
Gujarat: ભાજપની ચાર સરકારોએ મજૂરોનું કલ્યાણ કરવાને બદલે બિલ્ડરોને ફાયદો કરાવ્યો
નેપાળમાં થયેલા હિંસક પ્રદર્શનોથી ભારત સરકારે શું શીખવું જોઈએ? | Nepal | India








