
UP murder case: ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ખળભળાટ મચાવતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક આશા કાર્યકરનો મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં તેના દિયરની રુમમાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મૃતકની ઓળખ ખામપુર ગામની રહેવાસી અંજલી (ઉંમર 45 વર્ષ) તરીકે થઈ છે.
શરીર પર ગોળીઓના નિશાન
પોલીસના જણાવ્યા અનુસાર અંજલિનો મૃતદેહ બારૌત વિસ્તારના કોટાના રોડ પર એક રુમમાંથી પ્લાસ્ટિકની થેલીમાં ભરેલો મળી આવ્યો હતો. શરીર પર ગોળીઓના નિશાન હતા, જેથી તેની ગોળી મારી હત્યા થઈ હોવાની શંકા વક્ત થઈ રહી છે. બીજી તરફ હથોડાથી હત્યા કરી હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે.
મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે અંજલિની હત્યા તેના દિયર ભૂપેન્દ્ર દ્વારા કરવામાં આવી છે, જે શામલી જિલ્લાના તિતૌલી ગામના રહેવાસી છે અને ખાંડ મિલમાં કામ કરે છે.
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર અંજલિ શનિવારે સવારે ઘરેથી નીકળી ગઈ હતી અને કહ્યું હતું કે તે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) જઈ રહી છે. પરંતુ જ્યારે તે સાંજ સુધી ઘરે પાછી ન આવી અને તેનો ફોન પણ બંધ મળી આવ્યો, ત્યારે પરિવારે પોલીસને જાણ કરી.
બળાત્કારની શંકા
જે સ્થિતિમાં લાશ મળી આવી છે તેનાથી હત્યા તેમજ બળાત્કારની શંકા ઉભી થઈ છે, જોકે પોલીસે સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી નથી. આ કેસની તપાસ ચાલુ છે અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ અને અન્ય પાસાઓ સ્પષ્ટ થશે. આ ઘટનાને કારણે ગામ અને આસપાસના વિસ્તારોમાં આઘાત અને ભયનો માહોલ છે.
પતિએ લગાવ્યો ગેંગ રેપનો આરોપ
રાજપુર ખામપુર ગામના રહેવાસી ચશ્મવીર સિંહે કહ્યું મારી પત્ની અંજલી દેવી આશા કાર્યકર હતી. તે શનિવારે સવારે લગભગ 9 વાગ્યે બાગપત સીએચસી જવા માટે ઘરેથી નીકળી હતી. પતિએ આરોપ લગાવ્યો કે ગેંગરેપ કર્યા પછી હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે. પતિના જણાવ્યા મુજબ ગુનાના સ્થળે બિયર, દારૂની બોટલો અને નાસ્તા વેરવિખેર પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે આરોપી પતિનો પિતરાઈ ભાઈ થાય છે.
મહિલાએ દિયર પાસે માગ્યા હતા રુપિયા
એએસપી નરેન્દ્ર પ્રતાપ સિંહના જણાવ્યા અનુસાર આરોપી ભૂપેન્દ્રની પૂછપરછમાં ખુલાસો થયો છે કે દિયર અને મૃતક મહિલા વચ્ચે સંબંધ હતો. પોલીસના મૃતક મહિલા ઘણીવાર ઉછીના આપેલા પૈસાની માંગણી કરતી હતી. ઘટનાના દિવસે પણ તે 1 લાખ રૂપિયા લેવા ગઈ હતી, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ભૂપેન્દ્રએ તેની હત્યા કરી દીધી. આ પછી તેણે મૃતદેહને એક કોથળામાં ભરી દીધો અને રાત્રે આવીને નહેરમાં ફેંકી દેવાની યોજના બનાવી હતી. પરંતુ તે પહેલાં જ પોલીસે તેને કબજે કરી લીધો. આરોપ છે કે તેણે ગોળી મારી હત્યા કરી છે. જ્યારે ચર્ચા એવી પણ થઈ રહી છે કે હથોડો મારી મોતને ઘાટ ઉતારી. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
2003થી હતા સંપર્કમાં
આરોપી ભૂપેન્દ્ર અને આશા કાર્યકર 2003 થી સંપર્કમાં હતા. તે મલ્કપુર મિલમાં કામ કરે છે અને અહીં નિર્માણાધીન રુમમાં રહેતો હતો. તેણે શનિવારે આશા કાર્યકરને મળવા બોલાવી હતી.
પણ વાંચો:
Banda: ગર્ભપાતની દવા ન લઈ આપતાં પત્નીનો આપઘાત, પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો, જાણો ચોકાવનારો કિસ્સો
ભાજપ સરકાર સુધરી જાય, નહીં તો જૈનોને સુધારતા આવડે છે: Muni Ativirji Maharaj
UP Crime: ભૂવાને ઘરમાં લાવતાં પહેલા વિચાર જો, વિધિના નામે નવપરણિતાને પીંખી નાખી, વાંચો વધુ
UP Police: બિચારા પોલીસકર્મીઓને કાવડિયાઓ માટે ખાવાનો બંદોબસ્ત કરવો પડ્યો!
Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે
London plane crash: લંડન એરપોર્ટ પર ટેકઓફ થયાની થોડીવારમાં વિમાન થયું ક્રેશ, જાણો વિગતો