
UP Baghpat: ઉત્તર પ્રદેશના બાગપતમાં એક ભયાનક હત્યા કેસમાં કોર્ટે દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. આ મામલો વર્ષ 2021નો છે. અહીં શતાબ્દી નગરના રહેવાસી રાહુલ તોમરનો મૃતદેહ કોતવાલી બારૌત વિસ્તારની મોટી નહેરમાંથી મળી આવ્યો હતો. લાશને કોથળામાં બંધ કરવામાં આવી હતી અને હાથ-પગ દોરડાથી બાંધેલા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કોઈ બીજા નહીં પણ રાહુલની પત્ની પ્રિયા અને તેના પ્રેમી વિકાસનું કાવતરું હતું. પ્રિયા અને વિકાસનું પ્રેમ પ્રકરણ ફેસબૂકથી થયું હતુ.
ગોળીઓ આપી બેભાન કર્યો
પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે બંનેએ પહેલા રાહુલને તેના ખોરાકમાં ઊંઘની ગોળીઓ ભેળવીને બેભાન કર્યો, પછી તેનું ગળું દબાવીને હત્યા કરી. આ પછી, તેઓએ મૃતદેહને એક કોથળામાં ભરીને બાઇક પર મોટી નહેર પર લઈ ગયા. વિકાસ આખા રસ્તે બાઇક ચલાવતો રહ્યો અને પ્રિયા મૃતદેહ સાથે બેઠી રહી.
પોલીસને આ સનસનાટીભર્યા ઘટનાનો ફોટો સીસીટીવી ફૂટેજમાંથી મળ્યો. જેમાં પ્રિયા અને વિકાસ મૃતદેહને બાઇક પર કોથળામાં ભરીને લઈ જતા જોવા મળ્યા. ત્યારબાદ પોલીસે બંનેની ધરપકડ કરી અને પૂછપરછ દરમિયાન સમગ્ર સત્ય બહાર આવ્યું.
પ્રેમ લગ્નનો કરુણ અંજામ
પોલીસનું કહેવું છે કે મૃતક રાહુલે પ્રિયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ લગ્ન પછી તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ. ઝઘડા અને અંતર વચ્ચે પ્રિયાએ ફેસબુક પર વિકાસ સાથે મિત્રતા કેળવી, પછી આ સંબંધ ખતરનાક વળાંક આવ્યો.
રાહુલના હત્યા કેસની સુનાવણી લગભગ 4 વર્ષ સુધી કોર્ટમાં ચાલી. આ સમય દરમિયાન 10 સાક્ષીઓના નિવેદનો અને પુરાવાઓના આધારે, બાગપત અધિક જિલ્લા કોર્ટે રાહુલની હત્યાના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે બંને પર 42,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
સરકારી વકીલ અશોક સૈનીએ જણાવ્યું હતું કે રાહુલ 19 જૂન 2021 ના રોજ ગુમ થયો હતો, ગુમ વ્યક્તિનો કેસ નોંધવામાં આવ્યો હતો. થોડા દિવસો પછી રાહુલનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે રાહુલની હત્યા તેની પત્ની પ્રિયાએ તેના પ્રેમી સાથે મળીને કરી હતી. કોર્ટે બંનેને આજીવન કેદ અને 42,000 રૂપિયા દંડની સજા ફટકારી છે.
આ પણ વાંચો:
UP: નાના ભાઈનું મોટા ભાઈની સાળી સાથે લફરું, મેથીપાક ચખાડી ઈચ્છા પુરી કરી!, જુઓ
Punjab: પૂરના પાણીમાં 400 વિદ્યાર્થીઓ અને 40 શિક્ષકો ફસાયા, જુઓ સ્થિતિ
Meerut: “સૈનિક પર હુમલો ચલાવી નહીં લેવાય” NHAI દ્વારા ટોલ કંપની પર ₹20 લાખનો દંડ
સુરતની BRTS બસમાં પાર્ટીની મંજૂરી કોણે આપી?, ગોવાની પાર્ટીને ટક્કર મારતા જલસા કર્યા