
UP: દિવસને દિવસે દેશમાં અપરાધિક ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અસમાજિક તત્વો માનસિક અસ્વસ્થ યુવતીઓેને પણ પોતાની હવશનો શિકાર બનાવતા ખચકાતા નથી. આવી જ ઘટના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના લોની વિસ્તારમાં બની છે. જ્યા બહેર- મૂંગી યુવતી પર ગેંગ રેપ થતાં આપઘાત કરી લીધો છે. જેથી પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે.
લોનીમાં 23 વર્ષની માનસિક અસ્વસ્થ યુવતી પર ગેંગ રેપ થતાં આપઘાત કરી લીધો છે. આ ઘટના બાદ આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ તે નિર્દોષ માનસિક અસ્વસ્થ યુવતીને જીવનનું શું?, જેને કદાચ ખ્યાલ પણ નહોતો કે આવા અસમાજિક તત્વો સમાજમાં રહે છે. તે યુવતીએ એવા પ્રશ્નો છોડી દીધા છે જે આ સમાજને પરેશાન કરતા રહેશે અને તેના મૃત્યુ પછી પણ ન્યાયની માંગ કાનમાં ઢોલના અવાજની જેમ ગુંજશે.
પોલીસે બે આરોપીઓ પકડ્યા
પોલીસે બે આરોપીઓને પગમાં ગોળી મારી પકડી લીધા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે તેમના કબજામાંથી બે ગેરકાયદેસર પિસ્તોલ, બે ખાલી કારતૂસ, બે જીવંત કારતૂસ અને ચોરાયેલી બાઈક જપ્ત કરી છે.
એક આરોપી 31 વર્ષનો અને બીજો 53 વર્ષનો
પોલીસે જણાવ્યું છે કે તેમની ટીમ નિથોરા અંડરપાસ નજીક શંકાસ્પદ વાહનોની તપાસ કરી રહી હતી. આ દરમિયાન નિથોરા બાજુથી બે શંકાસ્પદ લોકો બાઈક પર આવતા જોવા મળ્યા. પોલીસે તેમને રોકવાનો ઈશારો કર્યો પરંતુ બંને દોડવા લાગ્યા અને પીછો કરવામાં આવતાં તેઓએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો. જેથી સ્વબચાવમાં પોલીસે વળતો પ્રહાર કર્યો. જેમાં બંને આરોપીઓને પગમાં ગોળી વાગી અને તેઓ ઘાયલ થઈને નીચે પડી ગયા. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ધર્મવીરના પુત્ર રોહિત (31) અને જ્ઞાનચંદ્રના પુત્ર વીર સિંહ ઉર્ફે ભોલા (53) તરીકે થઈ છે. જો કે આ ઘટનામાં ત્રીજો આરોપી હોવાનું પણ કહેવાઈ છે.
આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે બંને આરોપીઓ 19 ઓગસ્ટના રોજ લોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગેંગરેપ કેસમાં ફરાર હતા. એસીપી લોની સિદ્ધાર્થ ગૌતમે જણાવ્યું હતું કે બંનેના ગુનાહિત ઇતિહાસ વિશે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ ઘણી ઘટનાઓમાં સંડોવાયેલા છે.
યુવતી કેવી રીતે આરોપીઓના સકંજામાં આવી?
માનસિક અસ્વસ્થ છોકરીને એકલી ભટકતી જોઈને, બાઇક પર સવાર ત્રણ યુવકોએ તેને ઘરે મૂકવાના બહાને બાઇક પર બેસાડી દીધી. ત્રણેય યુવકો છોકરીને નિથોરા ગામ નજીકના જંગલમાં લઈ ગયા. ત્યાં તેઓએ તેની સાથે ગેંગરેપ કર્યો. ત્યારબાદ, તેઓ તેને લોની વિસ્તારમાં છોડી ગયા.
યુવતીના પિતાએ શું કહ્યું?
છોકરીના પિતાએ કહ્યું કે દીકરી માનસિક રીતે નબળી હતી. તે બહેરી અને મૂંગી હતી. દીકરી ઘણી વાર ઘરની બહાર જતી હતી. પણ તે બે-ત્રણ કલાક પછી પાછી આવતી હતી. ઘણી વાર અમારે તેને શોધવી પડતી હતી, પછી તે અમને ઈશારા દ્વારા કહેતી હતી.
મારી દીકરી બુધવારે સાંજે ઘરેથી ગુમ થઈ ગઈ હતી. જ્યારે તે ત્રણ કલાક પછી પાછી આવી ત્યારે તેની હાલત ખરાબ હતી. તેણે મને ઈશારામાં કહ્યું કે ત્રણ લોકોએ તેની સાથે બળાત્કાર કર્યો છે. આ પછી, મેં લોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં મેં કહ્યું કે ત્રણ યુવકો મારી દીકરીને પકડીને જંગલમાં લઈ ગયા હતા. ત્યાં તેઓએ તેની સાથે ગેંગરેપ કર્યો.
ગુરુવારે સવારે મારી દીકરીનો મૃતદેહ રૂમમાં ફાંસીથી લટકતો મળી આવ્યો. તે રૂમમાં એકલી સૂવા ગઈ હતી. મેં આ અંગે લોની પોલીસને જાણ કરી. આ પછી થોડી વારમાં પોલીસ ઘરે પહોંચી ગઈ. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
UP: વિદ્યાર્થીએ જ શિક્ષકને ગોળી મારી દીધી, શિક્ષકની હાલત ગંભીર
Lipulekh Dispute: લિપુલેખ વિવાદ શું છે?, જેના પર ભારત-નેપાળ ફરી આમને સામને આવી ગયા?
Ahmedabad: ભ્રષ્ટાચારના પ્રતિકનું પતન, ખોખરા બ્રિજ તોડવાનું શરું, જુઓ