
Ghaziabad Crime: ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ પોલીસે IPL ખેલાડી યશ દયાલ વિરુદ્ધ લગ્નના બહાને શારીરિક અને માનસિક શોષણના ગંભીર આરોપોની ફરિયાદ દાખલ થઈ ગઈ છે. ક્રિકેટર પર ઈન્દિરાપુરમમાં રહેતી એક મહિલાએ નોંધાવ્યો છે. જેમાં યશ પર પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં રહેવાનો અને બાદમાં તેની સાથે શારિરીક સંબંધો રાખ્યાના આક્ષેપ કર્યા છે. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે યશના ઘણી અન્ય મહિલાઓ સાથે પણ શારિરીક સંબંધો બાંધતો હતો.
પિડિત યુવતીએ પોલીસને સ્ક્રીનશોટ, વીડિયો કોલ બતાવ્યા
21 જૂનના રોજ પીડિતાએ મુખ્યમંત્રીના પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી, પરંતુ જ્યારે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી ત્યારે તેણે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. આ પછી, પોલીસ એક્શનમાં આવી અને 24 જૂનના રોજ કેસની તપાસ શરૂ કરવામાં આવી. 27 જૂનના રોજ યુવતીએ પોલીસને વિગતવાર નિવેદન આપ્યું અને કોલ રેકોર્ડ, ચેટ સ્ક્રીનશોટ, વીડિયો કોલ જેવી ઇલેક્ટ્રોનિક સામગ્રી સોંપી. પોલીસે યશને તેનું નિવેદન નોંધવા માટે નોટિસ મોકલી, પરંતુ તે હાજર થયો નહીં.
યુવતી અને ક્રિકેટરની પહેલી મુલાકાત પ્રયાગરાજમાં થઈ હતી
પીડિતાએ જણાવ્યું કે તે નવેમ્બર-ડિસેમ્બર 2020 માં સોશિયલ મીડિયા પર યશના સંપર્કમાં આવી હતી. પ્રયાગરાજમાં પહેલી મુલાકાત પછી બંને વચ્ચે પ્રેમસંબંધનો તાતણો બંધાયો. આ પ્રેમસંબંધ પાંચ વર્ષ સુધી ચાલ્યો. આ દરમિયાન ક્રિકટરે યુવતી સાથે સેક્સ માળ્યો હતો. યુવતીએ યશના ઘરના પરિવાર સાથે પણ ઘણો સમય વિતાવ્યો. 2022 માં ગુજરાત ટાઇટન્સની જીત દરમિયાન તે સ્ટેડિયમમાં ક્રિકેટર યશ સાથે પણ પિડિત યુવતી સાથે જ હતી. પરંતુ યુવતીએ કહ્યું કે પછીથી યશનું વર્તન ધીરે ધીરે બદલાવા લાગ્યું.
ફેબ્રુઆરીમાં સગાઈની વાત
પીડિતાએ જણાવ્યું કે ફેબ્રુઆરી 2025 માં તે અને યશ બંને ખેલાડીના લગ્નમાં સાથે ગયા હતા. જ્યા બંને વચ્ચે સગાઈ અંગે પણ ચર્ચા થઈ હતી. જોકે યુવતીએ જણાવ્યું કે યશ અન્ય છોકરીઓ સાથે સંબંધ રાખતો હતો. મારી સાથે છેતરપીંડી કરતો હતો.
રિલેશનશીપમાં રહેતી યુવતીને યશ ધિક્કારતો
પીડિતાના જણાવ્યા મુજબ છેલ્લા અઢી વર્ષમાં યશના ઘણી છોકરીઓ સાથે સંબંધો હતા અને તે તેને અવગણતો રહ્યો. તે માનસિક અને ભાવનાત્મક રીતે તૂટી ગઈ હતી અને અંતે તેણે ભગવાન અને કાયદા સમક્ષ ન્યાયની આશા છોડી દીધી હતી. પિડિત યુવતી એવો પણ દાવો કર્યો હતો કે યશનો પરિવાર શરૂઆતમાં લગ્નનું વચન આપતો રહ્યો હતો પરંતુ બાદમાં ફરીવાર પણ પિડિતાને તરછોડી દીધી.
બે પિડિતાઓ ભેગી થઈ ક્રિકેટરની કરતૂતોનો ભાંડો ફોડ્યો
એપ્રિલ 2025 માં બીજી એક યુવતીએ પીડિતાનો સંપર્ક કર્યો અને યશ સાથેના તેના સંબંધોના પુરાવા શેર કર્યા. આ પછી બંને યુવતીઓએ યશ કરતૂત ભાંડો ફોડવાનો નિશ્ચિય કરી લીધો.
ઇલેક્ટ્રોનિક પુરાવા એક મોટો આધાર બનશે
પીડિતાઓએ પોલીસને મોબાઇલ ચેટ, વિડિયો કોલ રેકોર્ડિંગ અને અન્ય સામગ્રીઓ આપી છે. જેથી પોલીસ ફોરેન્સિક તપાસ કરીને તેમની સત્યતાની પુષ્ટિ કરશે. આ કેસ IPL ખેલાડીના ભવિષ્યને અસર કરી શકે છે અને તેના આધારે આગળની કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે.
બીએનએસની કલમ 69 હેઠળ કેસ
આ કેસ હવે ક્રિકેટર સામે ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 69 હેઠળ નોંધવામાં આવ્યો છે. આ કલમ લગ્નના ખોટા વચન પર જાતીય સંબંધો બાંધવાને સજાપાત્ર ગુનો માને છે. જો આરોપો સાબિત થાય છે, તો ગુનેગારને 10 વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે. આ ગુનો બિનજામીનપાત્ર છે અને ધરપકડ પણ શક્ય છે.
યશની ક્રિકેટ કારકિર્દી મુશ્કેલીમાં
યશ દયાલે IPL 2025 માં RCB ને ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. રિંકુ સિંહ સામે એક ઓવરમાં પાંચ છગ્ગા ફટકારીને ચર્ચામાં આવેલા યશને ભારતની ટેસ્ટ અને T20 ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ડેબ્યૂ કરી શક્યો ન હતો. હવે આ બાબત તેની કારકિર્દી પર મોટી અસર કરી શકે છે અને તેને ટીમમાંથી બહાર કરી શકાય છે.
હવે શું કાર્યવાહી થશે?
હવે ગાઝિયાબાદ પોલીસ મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ164 હેઠળ પીડિતાનું નિવેદન નોધાવ્યું છે. હવે તબીબી તપાસ કરવામાં આવશે. ન્યાયિક પ્રક્રિયા પછી જ ધરપકડ અથવા અન્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, પોલીસ ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધી રહી છે અને વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ
સંજય રાઉતનો નિશિકાંત દુબે પર વાર, કહ્યું તેમને કોણ ઓળખે છે? CM ફડણવીસને આડે હાથ લીધા | Sanjay Raut
Census: તમે તમારી જાતે જ વસ્તી ગણતરી કરો, સરકાર બનાવી આપશે એપ
Amit Shah: અમિત શાહને ગુજરાતના લોકો કેમ ધિક્કારે છે?