
UP Religion conversion case: દેશમાં સતત દબાણ, લલચાવ આપી ધર્માંતરના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે હવે એક સનસનાટીભર્યા કેસમાં હનીટ્રેપનું મોટું સડયંત્ર બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. દેખાવડી મુસ્લિમ છોકરીઓ દ્વારા પહેલા હિન્દુ યુવાનોને પ્રેમજાળમાં ફસાવતી અને પછી ઇસ્લામ સ્વીકારવા માટે મજબૂર કરતી હોવાનો ખૂલાસો થતાં ખળભળાટ મચ્યો છે. જયપુરનો રહેતો પિયુષ પવાર પણ આ જાળમાં ફસાઈ ગયો. સના નામની છોકરીની પ્રેમજાળમાં ફસાયા પછી પછી તેણે પોતાનું નામ, ધર્મ અને જીવન બદલી નાખ્યું. હવે યુવતીને કરતૂતોની જાણ થતાં તે ફરી હિન્દુ ધર્મ અપનાવવા મથામણ કરી રહ્યો છે. જો કે તે હાલ જેલમાં બંધ છે, જાણો સમગ્ર મામલો.
આ સમગ્ર કેસમાં એ વાત સામે આવી છે કે સુંદર મુસ્લિમ છોકરીઓ ધર્માંતરણ કરી રેકેટમાં યુવાનોને હનીટ્રેપમાં ફસાવતી હતી. આ છેતરપીંડીમાં જયપુરનો રહેવાસી પીયૂષ પણ ફસાઈ ગયો હતો. તેણે સના નામની છોકરીએ ફસાવ્યો હતો.
આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પીયૂષ ઉર્ફે મોહમ્મદ અલી નામના યુવકની આગ્રાથી ધરપકડ કરવામાં આવી છે. તે ખરેખર જયપુરનો રહેવાસી છે, જે પહેલા પીયૂષ પવાર હતો. તેણે કબૂલ્યુ કે સના નામની એક મુસ્લીમ છોકરીએ તેને વર્ષ 2021માં પ્રેમમાં ફસાવ્યો. અને તેની સાથે લગ્ન કરવા માટે મુસ્લિમ બનવાની શરત મૂકી. સનાએ તેનું સુન્નત કરાવ્યું, પછી તેને મસ્જિદોમાં રહેવા માટે મજબૂર કર્યો અને તેને જમાતમાં જોડાવ્યો. તે દિવસમાં પાંચવાર નમાજ અદા કરવા લાગ્યો. તેણે વર્ષ 2021માં મુસ્લીમ ધર્મ અંગીકાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે મુસ્લીમ યુવતીએ પિપૂષને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ દિલ્હીમાં મોકલ્યો હતો. ત્યા તે કલીમ સિદ્દીકી (જે હવે ગેરકાયદેસર ધર્માંતરણના કેસમાં જેલમાં છે) ને મળ્યો હતો.
કલીમ સિદ્દીકીની મદદથી પીયૂષે પોતાનું નામ બદલીને મોહમ્મદ અલી રાખ્યું હતુ. તેણે એક સોગંદનામા પર સહી કરી. આ પછી, મુફ્તી અબ્દુલ મજીદે તેને ધાર્મિક શિક્ષણ માટે પશ્ચિમ બંગાળ મોકલ્યો. ત્યાં તે 3 મહિના સુધી આસનસોલ, વર્ધમાન અને કટવાડા પાડાના મદરેસામાં રહ્યો. ત્યાંથી પાછા ફર્યા પછી મોહમ્મદ અલી ઉર્ફે પીયૂષને સંપૂર્ણ તાલીમ આપવામાં આવી. હવે તે ફક્ત ધર્માંતરિત જ નહોતો, પરંતુ ધર્માંતરણ સિન્ડિકેટનો ભાગ બની ગયો હતો.
પિયૂષને મૂકી મુસ્લીમ પ્રેમિકા ફરાર
મોહમ્મદ અલી ઉર્ફે પીયૂષે જણાવ્યું કે જ્યારે તે ધર્મ પરિવર્તન પછી ટોંક પાછો ફર્યો, ત્યારે સનાએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. તેનો મોબાઇલ બંધ દેખાતો હતો. તે ફરાર થઈ ગઈ હતી. બાદમાં જાણવા મળ્યું કે સના પણ ધર્માંતરણ ગેંગની સક્રિય સભ્ય હતી. તે હિન્દુ છોકરાઓને ફસાવીને ઇસ્લામમાં પરિવર્નત કરતી હતી.
અહીં ઇસ્લામ ધર્મ સ્વીકાર્યા પછી પીયૂષ ઉર્ફે મોહમ્મદ અલીએ તેના પરિવારે ઘરમાંથી કાઢી મૂક્યો હતો. આ પછી મોહમ્મદ અલીએ એક મુસ્લિમ છોકરી સાથે લગ્ન કર્યા. તેનું ઘર ઉત્તર પ્રદેશના બરેલીમાં છે. ત્યાં તે છોકરીની મદદથી PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) ના નેતા મોહમ્મદ ગૌસને મળ્યો. ગૌસ દ્વારા તે ફરીથી કલીમ સિદ્દીકીના સંપર્કમાં આવ્યો. પિયૂષ ઉર્ફે મોહમ્મદ અલીને રાજસ્થાનમાં ધર્માંતરણ ફેલાવવાની જવાબદારી સોંપી.
પીયૂષ પહેલા મહિલા ડોક્ટરને ફસાવી
પીયૂષ ઉર્ફે મોહમ્મદ અલીએ ધર્માંતરણ ગેંગના સભ્ય તરીકે સક્રિય થયો. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી કે તેણે ઘણા લોકોને ધર્માંતરણ કરાવ્યા છે. તેણે જયપુરના એક મહિલા ડોક્ટરને પ્રેમ જાળમાં ફસાવી હતી અને તે તેણે ઇસ્લામ કબૂલ કરવા લલચાવી હતી. આ કામમાં તેનો સાથી જુનૈદ કુરેશી પણ સામેલ હતો, જે સોશિયલ મીડિયા દ્વારા છોકરીઓને ફસાવવામાં માહેર હતો.
આ લોકોએ પહેલા મહિલા ડોક્ટરની સાથે મિત્રતા કરી. પછી સોશિયલ મીડિયા અને યુટ્યુબ વીડિયો દ્વારા તેને ઇસ્લામ તરફ આકર્ષિત કરી. પછી જ્યારે છોકરીઓ સંપૂર્ણપણે તેમના વિશ્વાસમાં આવી ગઈ, ત્યારે તેઓ તેને અન્ય રાજ્યોમાં લઈ ગયા અને પછી તેમની સાથે લગ્ન કરીને ધર્મ પરિવર્તન કરાવ્યું. આ ગેંગનું લક્ષ્ય માત્ર ધર્મ પરિવર્તન કરાવવાનું છે.
6 મહિનામાં 25 થી વધુ છોકરીઓએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો
પૂછપરછ દરમિયાન પીયૂષ ઉર્ફે મોહમ્મદ અલીએ જણાવ્યું કે લગભગ એક વર્ષ પહેલા તે ઇન્સ્ટાગ્રામ પર આયેશા નામની એક મહિલાને મળ્યો હતો. તે ઇસ્લામ ધર્મ સ્વીકારનારી છોકરીઓના નામ ગેઝેટમાં છાપતી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન મોહમ્મદ અલીએ કબૂલાત કરી કે 6 મહિનામાં અમે 25 થી વધુ ધર્માંતરણ પ્રમાણપત્રો તૈયાર કરાવ્યા. દિલ્હી, યુપી, રાજસ્થાનની છોકરીઓ આમાં સામેલ હતી.
કલીમ સિદ્દીકી કોણ છે?
કલીમ સિદ્દીકી અને તેના સાથીઓની 2021 માં ATS દ્વારા સામૂહિક ધર્માંતરણ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 2024 માં, કલીમ અને તેના 12 સાથીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
ધર્માંતરણ ગેંગનો માસ્ટરમાઇન્ડ કોણ?

મોહમ્મદ અલીએ પોલીસ પૂછપરછ દરમિયાન અબ્દુલ રહેમાન કુરેશીના નામનો ખૂલાસો કર્યો. તેણે જણાવ્યું હતું કે અબ્દુલ રહેમાન ધર્માંતરણ ગેંગનો માસ્ટરમાઇન્ડ છે. વધુમાં કહ્યુ કે રહેમાન યુટ્યુબ ચેનલ અને પોડકાસ્ટ દ્વારા ઇસ્લામિક કટ્ટરવાદનો પ્રચાર કરતો હતો. અબ્દુલ રહેમાનની પોલીસે દિલ્હીથી ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન ઓસામા નામના વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે. આગ્રા પોલીસ હવે ઓસામાને શોધી રહી છે.
આ ગેંગનો બીજો મુખ્ય સભ્ય જુનૈદ કુરેશી છે, જે જયપુરનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જુનૈદ મોહમ્મદ અલી માટે કામ કરતો હતો. તે સોશિયલ મીડિયા દ્વારા છોકરીઓનો સંપર્ક કરતો હતો અને તેમને પ્રેમ કરવાનો ડોળ કરતો હતો અને ધીમે ધીમે તેમને ધર્માંતરણ તરફ ધકેલી દેતો હતો. પૂછપરછ દરમિયાન એ પણ બહાર આવ્યું કે દિલ્હીનો અબ્દુલ રહેમાન કુરેશી નિકાહ માટે રાજસ્થાનના કાઝીને બોલાવતો હતો. હવે ભરતપુર સાથે એક નવી કડી જોડાયેલી છે, જ્યાં એક કાઝીને શોધવામાં આવી રહ્યો છે. જે ઉત્તર પ્રદેશ જઈને ગેંગ માટે બળજબરીથી લગ્ન કરાવતો હતો. ભરતપુરનો આ કાઝી અબ્દુલ રહેમાનના સંપર્કમાં હતો અને તેણે ડઝનબંધ નિકાહ કર્યા છે. હાલ આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
Modi UK visit: અનુવાદકે અંગ્રેજીનું હિન્દીમાં ભાષાંતર કરવામાં ખાધા ગોથા, તો મોદી કેમ હસ્યા?








