
UP: કરાહી રેલવે ફાટક પાસે બની દર્દનાક ઘટના, ઈ-રિક્ષા ચાલક અચાનક રિક્ષા પર નિયંત્રણ ગુમાવતાં રિક્ષા પલટી મારી હતી આ બનાવમાં લાડો નામની બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું.આ બાળકી માત્ર એક વર્ષની હતી. અને તેની માતા અને નાની ગંભીર રુપે ઘાયલ થાય છે. માતા પુત્રીના મોતની ખબર સાંભળી બેભાન થઈ ગઈ હતી. મામલો પોલીસ પાસે પહોંચી ગયો.
શું ઘટના બની હતી?
કોતવાલીના કકરાહી રેલવે ફાટક પાસે શનિવારે સવારે કાબૂ ગુમાવેલી રિક્ષા પલટી જાય છે.જેથી તેમાં બેઠેલા પેસેન્જરમાંથી 1 વર્ષની નાની લાડોનું મૃત્યું થઈ જાય છે. જયારે તેની મા કવિતા અને નાની મંજિતા ઘાયલ થઈ જાય છે. પછી પોલીસ તેમને સારવાર માટે સીએચસીમાં ભર્તી કરે છે. કવિતા દરુનહાંમાં રહે છે. જયારે મંજિતા ગોપપુરમાં રહેતી હોય છે. પરિવારને સમાચાર મળતાં જ રડી રડીને બેહાલ થઈ જાય છે.
રિક્ષાચાલક નશામાં હોવાની શંકા
કવિતા તેની દિકરીને લઈને માતાના ઘરે ગોપપુર આવી હતી. શનિવારે સવારે તે માતા મંજિતા દેવી સાથે લાડોને લઈને ડોકટર પાસે ગોપીગંજ જતી હતી.ત્યારે જ આ ઘટના બને છે.પરિવારને રિક્ષાચાલક નશામાં હોવાની શંકા.મેડીકલ ચેકઅપ કરવામાં આવશે,આ રિક્ષાચાલક કોઈરાન ગલીનો રહેવાસી હતો.
પોલીસની કાર્યવાહી
આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ત્યાં પહોંચી જાય છે. અને પૂછપરછ કરી વાહન જપ્ત કરે છે. રિક્ષાચાલકને પણ પૂછપરછ કરવામાં આવે છે. અને પરિવારને નશાનો શક હોવાથી તેને મેડીકલ તપાસ માટે પણ લઈ જવામાં આવશે. બધાં તપાસ પુરી થયાં બાદ પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે.
નિયમોનું પાલન ન કરવું
આજકાલ લોકો ઝડપી વાહન ચલાવવાને ફેશનની જેમ વાપરી રહ્યાં છે. એટલા મશગૂલ થઈ જાય છે કે નીતિનિયમો ભૂલી જાય છે. કેટલી વાર કહેવામાં આવે છે કે વાહન્ ધીમે હાંકો આજુબાજુ ધ્યાન રાખો અને દારુ પીને વાહન ન ચલાવો પણ લોકો બધું જ નકારી દેતા હોય છે. જેના કારણે પોતે તો અકસ્માતનો ભોગ બને પણ બીજા લોકો માટે પણ મુસીબત બનતાં હોય છે. પોતાની સાથે બીજાનો જીવ પણ લેતાં હોય છે.ઝડપની મજા કયારે મોતની સજા બની જાય છે. ખબર પણ નથી પડતી. જલદી પહોંચવાની ઉતાવળમાં મોટા અકસ્માતો સર્જે છે. દેશમાં વધતી જતી અકસ્માતની ઘટનાઓમાંથી પણ કોઈ શીખ લેતાં નથી.
આ પણ વાંચો
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં આભ ફાટવાથી 60 લોકોના મોત અને 120 ઘાયલ, ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ
UP News: વારાણસીમાં ટ્રેનમાં બેસીને પોતાની બેનના ઘરે જતી યુવતીને અલ્તાફे છેતરી કર્યું આવું