
UP Crime: ઉત્તર પ્રદેશના મૈનપુરી જીલ્લામાંથી એક હચમચાવી નાખતી ઘટના બહાર આવી છે. જિલ્લામાં દિલ્હી યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની પર બળાત્કારનો પ્રયાસ કરાયો છે. વિદ્યાર્થિની સાથે આ કૃત્યનો આરોપ ચાર શખ્સ પર લાગ્યો છે, કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થિની દિલ્હી જવા માટે રોડવેઝ બસમાં બેઠી હતી. ભોગાવ કોતવાલી વિસ્તારમાં જીટી રોડ પર સિટીઝન ઢાબા પર બસ થોડીવાર માટે ઉભી રહી. તે દરમિયાન વિદ્યાર્થિની શૌચાલય જવા નીચે ઉતરી હતી. આ તકનો લાભ લઈને આરોપીઓએ વિદ્યાર્થિની સાથે ક્રૂરતા કરી. પોલીસે ચારેય આરોપીઓને પકડી લીધા છે અને તેમની સામે કેસ નોંધ્યો છે.
મૈનપુરીના ભોગાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતાપગઢની રહેવાસી દિલ્હી યુનિવર્સિટીની 18 વર્ષીય બીએસસી વિદ્યાર્થિની પર બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભોગાવ કોતવાલી વિસ્તારમાં જીટી રોડ પર સ્થિત સિટીઝન ધાબા પર ચાર યુવકોએ વિદ્યાર્થિની સાથે છેડતી કરી અને બળાત્કારનો પ્રયાસ કર્યો. જાણવા મળ્યું છે કે વિદ્યાર્થિની રોડવેઝ બસ દ્વારા દિલ્હી જઈ રહી હતી. ભોગાવ કોતવાલી વિસ્તારમાં જીટી રોડ પર સ્થિત સિટીઝન ધાબા પર બસ થોડીવાર માટે ઉભી રહી. તે દરમિયાન, જ્યારે વિદ્યાર્થિની પણ શૌચ કરવા માટે નીચે ઉતરી ત્યારે 4 આરોપીએ તેને એકલી જોઈને તે જ ક્ષણે આ જઘન્ય ગુનો કર્યો.
ભોગાવ શહેરના રહેવાસી સુનિલ કુમાર, નારાયણ, વિશાલ અને દિનેશ પર વિદ્યાર્થિની સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ છે. આરોપીઓએ વિદ્યાર્થિનીને ખેતરો તરફ ઢસડી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિદ્યાર્થિનીએ બૂમો પાડતા ઢાબા પર હાજર કર્મચારીઓ અને અન્ય મુસાફરો તેમની તરફ દોડી ગયા. ત્યારબાદ ચારેય આરોપીઓને પકડી લેવામાં આવ્યા અને માર મારવામાં આવ્યો. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીઓને પકડી લીધા.
આ સમગ્ર કેસમાં એએસપી સિટી અરુણ કુમાર સિંહે જણાવ્યું હતું કે ‘ડીયુની વિદ્યાર્થીની રોડવેઝ બસ દ્વારા દિલ્હી જઈ રહી હતી. જ્યારે તે ભોગાવમાં શૌચ કરવા માટે ઉતરી ત્યારે ત્યાં પહેલાથી હાજર 4 લોકોએ તેની સાથે છેડતી કરી હતી. પોલીસે ચાર લોકો સામે કેસ નોંધીને તેમની ધરપકડ કરી છે. તપાસ ચાલુ છે. જે પણ તથ્યો સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:
Wankaner: લુણસરીયામાં હનુમાનજીનો મુગટ ચોરાયો, નવ મહિનામાં ત્રીજીવાર ચોરી, છતાં પોલીસ સદંતર નિષ્ક્રિય
Rajkot: હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી રીબડા પેટ્રોલપંપ પર ફાયરિંગ કરનારા બે શખ્સો ઝડપાયા, મોટા ખૂલાસા
Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?