
UP lover Firing: ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં 21 વર્ષીય દિવ્યાંશી રાઠોડ સાથે જે બન્યું તે બધાને ચોંકાવી દે છે. ખરેખર, દિવ્યાંશી રાઠોડને મંદિરમાં ભગવાન શિવની પૂજા કરતી વખતે એકએક બંદૂકમાંથી છૂટેલી ગોળી વાગી. જેથી તે ઢળી પડતાં હોસ્પિટલમાં દાખલ છે. હાલ તે જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. જાણવા મળ્યું છે કે છોકરી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હાલમાં તે હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ છે. આરોપીને પોલીસે આરોપીને પણ પકડી લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી છોકરીને પ્રેમ કરતો હતો. થોડા સમય પહેલા તેનો પીડિતા સાથે વિવાદ થયો હતો. આ પછી પાગલ પ્રેમીએ આ પગલું ભર્યું.
મંદિરનો દરવાજો બંધ કરી ગોળીઓ ચલાવી
દિવ્યાંશી રાઠોડ મૈનપુરીના મોહલ્લા ચૌથિયાનાની રહેવાસી છે. ગત શુક્રવારે તે તેના ઘરની નજીકના શિવ મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. આરોપ છે કે તે સમયે રાહુલ દિવાકર નામનો એક યુવક ત્યાં જઈ ચઢ્યો હતો. બાદમાં આરોપીએ મંદિરનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો. જેથી બહારના લોકોને ગોળીબારનો અવાજ ન સંભળાય. છોકરી પૂજા કરી રહી હતી ત્યારે રાહુલે તેના પર ગોળીબાર કરતાં 3 ગોળીઓ વાગી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલ દિવાકર અને યુવતી એકબીજાને ઓળખતા હતા. થોડા સમય પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો. હવે યુવતીના લગ્ન બીજી જગ્યાએ નક્કી થયા હતા. રાહુલને આ વાતની જાણ થતાં તે ગુસ્સે થઈ ગયો હતો. શંકા છે કે આ કારણે આરોપીએ યુવતીને ગોળીઓ મારી દીધી હતી.
હાલમાં છોકરીને ગંભીર રીતે ઘાયલ હાલતમાં સૈફઈ પીજીઆઈ રિફર કરવામાં આવી છે. ઘટનાના 3 કલાકની અંદર પોલીસે આરોપી આરોપીની ધરપકડ કરી લીધી છે.
છોકરીનો જીવ બચાવવા માટે 10 પોલીસકર્મીઓએ રક્તદાન કર્યું
તમને જણાવી દઈએ કે છોકરીની હાલત હજુ પણ ગંભીર છે. 10 પોલીસકર્મીઓએ તેનો જીવ બચાવવા માટે પહેલ કરી છે. 10 પોલીસકર્મીઓએ સૈફઈ મેડિકલ કોલેજમાં જઈને બાળકીનો જીવ બચાવવા માટે પોતાનું રક્તદાન કર્યું. હાલમાં છોકરીને બચાવવાના પ્રયાસો ચાલુ છે. પોલીસ આરોપીઓ સામે કડક કાર્યવાહી પણ કરી રહી છે.
આ પણ વાંચો:
UP: શાળાઓ મર્જ કરવાના યોગી સરકારના નિર્ણય સામે ભારે વિરોધ, વિદ્યાર્થીઓની અટકાયત કરતાં ભારે હોબાળો
America Plane Fire: અમેરિકામાં અમદાવાદવાળી થતાં રહી ગઈ, ઉડાન ભર્યા બાદ પ્લેનમાં આગ
US Plane Crash: ઘરો પર એકાએક વિમાન પડતાં આગ, પાયલોટનું મોત, વાંચો વધુ
Uttarakhand: હરિદ્વારના મનસા દેવી મંદિરમાં મચી ભાગદોડ, 6ના મોત, ભક્તો એકબીજા પર પડ્યા, વાંચો વધુ
Gujarat heavy rain: બનાસકાંઠામાં મેઘતાંડવ, 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
મોદી માત્ર શોબાજી કરે છે, કંઈ જ દમ નથી: રાહુલે ભડાસ કાઢી કહ્યું કે મારી આટલી ભૂલો છે! | Rahul Gandhi
Modi UK visit: અનુવાદકે અંગ્રેજીનું હિન્દીમાં ભાષાંતર કરવામાં ખાધા ગોથા, તો મોદી કેમ હસ્યા?