
UP News: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે અહીં ટ્રાફિક પોલીસે એક સ્ફુટી ચાલકને ₹20,74,000 નો દંડ ફટકાર્યો છે,આ વિવાદાસ્પદ દંડ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા લોકો પોલીસ વિભાગની કાર્યવાહી સામે રોષ ઠાલવી રહયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તા.4 નવેમ્બરના રોજ નવી મંડી પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિત ગાંધી કોલોની પોલીસ ચોકી નજીક પોલીસે અનમોલ સિંઘલ નામના એક સ્કૂટર સવારને રોકી વાહન જપ્ત કરી રૂ. 20.74 લાખનું ચલણ ફાડયું હતું. ચલણમાં સ્કૂટર સવારે ન તો હેલ્મેટ પહેર્યું હતું અને ન તો તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હતુ કે નતો વાહનના કોઈ દસ્તાવેજો હતા પરિણામે, પોલીસે ચલણ આપી વાહન જપ્ત કર્યું હતું.
જ્યારે સ્કૂટર ચાલકે સોશિયલ મીડિયા પર ચલણ વાયરલ કર્યું, ત્યારે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તરત જ દંડ ઘટાડીને ₹4,000 કરી દીધો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, જો આ સ્કૂટર સામે કાર્યવાહી કરવામાં આવી હોત તો મોટર વાહન કાયદાની કલમ 207 લાગુ થઈ હોત.જોકે, ચલણ જારી કરનાર સબ-ઇન્સ્પેક્ટર 207 મોટર વાહન ભરવાનું ભૂલી ગયા હતા. પરિણામે દંડમાં લઘુત્તમ દંડ ઉમેરવામાં આવ્યો, જેના કારણે દંડ વધીને ₹20,74,000 થઈ ગયો હતો.
વિડીયો વાયરલ થયા બાદ હોબાળો મચી જતાં તરતજ કાર્યવાહી કરવામાં આવી હતી આ અંગે એસપી ટ્રાફિક અતુલ ચૌબેએ મીડિયાને જણાવ્યું હતું કે મુઝફ્ફરનગરના નઈ મંડી પોલીસ સ્ટેશન વિસ્તારના એક સબ-ઇન્સ્પેક્ટર વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન આ સ્ફુટીચાલક પાસે વાહનના કોઈ કાગળો કે ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતુ તેમજ હેલ્મેટ પણ પહેર્યું ન હતુ જોકે,તપાસ અધિકારીએ વાહન પર મોટર વાહન કાયદાની કલમ 207 હેઠળ દંડ વસૂલવાનો હતો. જોકે, લઘુત્તમ દંડની રકમ અને 207 નંબર ઉમેરવામાં આવ્યો, પરિણામે ₹20,74,000 નું ચલણ થઈ ગયું હતું, જો વાહનનું મોટર વાહન કાયદાની કલમ 207 હેઠળ ચલણ કરવામાં આવેતો લઘુત્તમ દંડ ₹2,000 થાય છે.
જોકે,આજના સોશ્યલ મીડિયામાં હોબાળો થતા પોલીસે પોતાની ભૂલ સુધારી લીધી હતી.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?






