UP News: મહિલાનો પ્રાઈવેટ પાર્ટ પકડી નાડુ તોડવું બળાત્કારની કોશિશ નથી: હાઈકોર્ટનો ન્યાય

  • India
  • March 20, 2025
  • 0 Comments

UP News: ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસમાં એવો ચૂકાદો આપ્યો છે કે સૌ કોઈના મગજ હલી ગયા છે. કોર્ટે કહ્યું છે કે સગીર છોકરીના સ્તનને પકડી રાખવું, તેના પાયજામાના નાડાને ખેંચવાનો પ્રયાસ કે તોડી નાખવું બળાત્કાર કે બળાત્કારના પ્રયાસ હેઠળ ગુનો ગણવામાં આવશે નહીં. આ નિર્ણયના આધારે હાઇકોર્ટે કાસગંજ જિલ્લાના 3 આરોપીઓને મોટી રાહત આપી છે અને ટ્રાયલ કોર્ટ દ્વારા તેમના વિરુદ્ધ જારી કરાયેલ સમન્સ ઓર્ડરમાં ફેરફાર કરવાનું કહ્યું છે.

આરોપી દ્વારા દાખલ કરાયેલી ફોજદારી સુધારણા અરજીને આંશિક રીતે સ્વીકારતા હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યું છે કે POCSO એક્ટની કલમ 18 અને બળાત્કારનો પ્રયાસ હેઠળ આરોપીઓ સામેનું સમન્સ ખોટું છે. હાઈકોર્ટે નીચલી કોર્ટને સમન્સના આદેશમાં ફેરફાર કરવા અને છેડતી અને POCSO એક્ટની અન્ય કલમો હેઠળ સમન્સ જાહેર કરવા કહ્યું છે.

શું છે કેસ?

આ કેસ 10 નવેમ્બર, 2021 ના રોજ સાંજે 5 વાગ્યે યુપીના કાસગંજ જિલ્લાના પટિયાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી એક ઘટના સાથે સંબંધિત છે. આમાં એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તે તેની 14 વર્ષની પુત્રી સાથે ક્યાક જઈ રહી હતી. ત્યારે   પવન, આકાશ અને અશોક નામના ત્રણ યુવાનોએ પુત્રીને ઘરે મૂકવાના બહાને લઈ ગયા હતા. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે એક આરોપીએ રસ્તામાં  પુલ પાસે પુત્રીના સ્તનોને પકડી લીધા અને તેના પાયજામાનું નાડુ તોડી નાખ્યું હતુ.

દરમિયાન ચીસો સાંભળીને લોકોનું ટોળું ત્યાં એકઠું થઈ ગયું હતુ અને આકાશ નામનો આરોપી તેની પુત્રીને છોડીને ભાગી ગયો હતો. આ કેસમાં આરોપીઓ સામે બળાત્કારની IPC ની કલમ 376 અને  POCSO એક્ટની કલમ 18 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. નીચલી કોર્ટે આ કલમો હેઠળ આરોપીઓ સામે સમન્સ જારી કર્યા હતા.

ન્યાયાધીશે શું કહ્યું?

આરોપીઓએ ગયા વર્ષે નીચલી કોર્ટના નિર્ણય સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં  અરજી કરી હતી. આરોપીની અરજીને આંશિક રીતે સ્વીકારીને હાઇકોર્ટે આ કેસમાં ચુકાદો આપ્યો છે. ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રાની સિંગલ બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું છે કે મહિલાના સ્તનને પકડવા, તેના પાયજામાની નાડુ તોડી નાખવુ અને તેને ખેંચવા જેવા કૃત્યને બળાત્કારનો પ્રયાસ ગણી શકાય નહીં. આ કૃત્યો પરથી એવું માની શકાય નહીં કે આ ફક્ત બળાત્કારનો ગુનો કરવા માટે કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ વડોદરામાં રાજકોટવાળી થતી રહી ગઈ, કોમ્પ્લેક્સના ચોથા માળે આગ | Vadodara Fire

આ પણ વાંચોઃ ખેડૂત આંદોલન વચ્ચે સરકારની બૂલડોઝર કાર્યવાહી, હવે ખેડૂતો શું કરશે? | Kisan Andolan

આ પણ વાંચોઃ Mumbai: ચહલ-ધનશ્રીના છૂટાછેડા અંગે આજે કોર્ટ ચુકાદો આપશે, 4.75 કરોડમાં શું થશે સમાધાન!

આ પણ વાંચોઃ   Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો

Related Posts

Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા
  • October 27, 2025

Russia: રશિયાએ અમર્યાદિત રેન્જ ધરાવતી ‘બુરેવેસ્તનિક’નામની પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો છે,સાથેજ ચિંતા પ્રસરી છે,આ મિસાઈલ મહિનાઓ સુધી આકાશમાં રહી શકે છે અને વિશ્વના કોઈપણ રડારમાં પકડાયા વગર…

Continue reading
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે . અહીં, એક પતિને તેની પત્નીએ માર માર્યો હતો. મારથી પતિ એટલો ઘાયલ થયો કે તેણે 100 ફૂટ ઊંડા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

  • October 27, 2025
  • 1 views
Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 7 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 8 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 7 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 3 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?