
FIR singing poetry on Kanwar Yatra: ઉત્તર પ્રદેશના બરેલીમાં એક ઇન્ટરમીડિયેટ કોલેજના શિક્ષક વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. એક શિક્ષકની કવિતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં તે કાવડ યાત્રા પર કવિતા સંભળાવતા જોવા મળે છે. જોકે કાવડ પરની તેમની કવિતા કેટલાંક હિંદુ લોકોને પસંદ ન આવી અને તેમણે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી. આરોપ લાગ્યો છે કે શિક્ષકે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તેમની કવિતા વાતાવરણ બગાડી શકે છે. ત્યારબાદ પોલીસે શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરી.
આરોપી શિક્ષકનું નામ રજનીશ ગંગવાર છે. તેમણે કોલેજના એસેમ્બલી હોલમાં વિદ્યાર્થીઓની સામે ઉભા રહીને એક કવિતા વાંચ હતી- “તુમ કાવડ લેને મત જાના, તુમ જ્ઞાન કી દીપ જલાના, માનવતા કી સેવા કર કે સચ્ચે માનવ બનના. તેમની આ કવિતા ખૂબ વાયરલ થયા બાદ હિંદુઓ ભડક્યા છે અને ફરિયાદ દાખલ કરાવી છે.
વીડિયો ક્યાનો છે?
આ વીડિયો જિલ્લાના થાણા બહેડી વિસ્તારમાં આવેલી એમજીએમ ઇન્ટર કોલેજનો હોવાનું કહેવાય છે. શિક્ષક રજનીશ ગંગવારનો આ વીડિયો વાયરલ થતાં જ હિન્દુ સંગઠનોના લોકો ગુસ્સે ભરાયા હતા. હિંદુ સંગઠનોનું કહેવું છે કે એક તરફ શ્રાવણ મહિનામાં કાવડ યાત્રાળુઓનું વિવિધ સ્થળોએ ફૂલોની વર્ષા થાય છે, મુખ્યમંત્રી પોતે કાવડ યાત્રાળુઓ માટે વ્યવસ્થા કરી રહ્યા છે, તો બીજી તરફ એક શિક્ષક શાળામાં કાવડ વિશે ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ કવિતાઓ ગાઈને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બિલકુલ સહન ન કરવા જેવું નથી.
પોલીસે શું કહ્યું?
આ કેસમાં બહેડીના સીઓ અરુણ કુમાર સિંહે જણાવ્યું હતું કે 14 જુલાઈના રોજ બહેડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમજીએમ ઇન્ટર કોલેજના એક શિક્ષકના વાયરલ થયેલા વીડિયો અંગે ફરિયાદ મળી હતી. તેના આધારે, સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહી છે.
કવિતા ગાનાર શિક્ષક શું બોલ્યા?
“मैं ABVP का नगर अध्यक्ष हूँ”….कांवड़ कविता विवाद पर टीचर रजनीश गंगवार ने कहा
◆ टीचर पर कल कांवड़ से सम्बंधित कविता पढ़ने के मामले में FIR दर्ज हुई थी#RajnishGangwar #FIR | #UttarPradesh pic.twitter.com/9R0BgUuFfn
— News24 (@news24tvchannel) July 16, 2025
શિક્ષક રજનીશ ગંગવારનું કહેવું છે મેં માત્ર નાના બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે હાલ કાવડ યાત્રામાં મારામારી થઈ રહી છે. જેમાં બાળકોને ઈજા થઈ શકે છે. હું તેમના ઘરેથી રોકવા જવાનો નથી. માત્ર મારુ એક શિક્ષક તરીકે સમજાવવાનું કામ છે. જેને ફરિયાદ કરી છે. તે નેતાઓ સામે કેમ અવાજ ઉઠાવવતા નથી.
પાખંડી સરકાર શાળાઓ બંધ કરી છે
“कांवड़ लेने मत जाना, तुम ज्ञान के दीप जलाना,”
नामक कविता पढ़कर विवादों में आए बरेली के शिक्षक डॉ० रजनीश गंगवार द्वारा मीडिया के माध्यम से रखी गई अपनी बात: pic.twitter.com/BJcVnfc9oF
— बेसिक शिक्षा सूचना केंद्र (@Info_4Education) July 16, 2025
વધુમાં કહ્યું જે લોકોએ ફરિયાદ કરાવી છે તે વ્યક્તિગત દ્રેષ રાખી કરાવી છે. જો તેમની ભાવના ભડકી હોય તો રાજભર મંત્રી સામે કેમ ન બોલ્યા?, સરકાર પાખંડ ફેલાવી રહી છે. શાળાઓ બંધ કરી રહી છે. તેનો વિરોધ કરવો જોઈએ.
આ પણ વાંચો
Kanwar Yatra: કાવડ તૂટી જતાં બાઇકચાલકને ભારે માર મરાયો, કાવડિયાઓએ બાઈક પણ તોડી નાખ્યું
Vadodara: માંજલપુરમાં ડિવાઇડરની અધૂરી કામગીરી, ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે નાગરિકોનું આંદોલનનું એલાન?








