
Unnao Girlfriend Murder: ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં એક માથાના ફરેલા પ્રેમી યુવકે પ્રેમિકાના ઘરમાં ઘૂસીને પર છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી છે. હુમલાનો ભોગ બનેલી છોકરીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. ઘટનાને અંજામ આપ્યા પછી આરોપી યુવાન ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પરિવારે ફરિયાદ દાખલ કરાવ્યા બાદ પોલીસ આરોપી પ્રેમીને શોધી રહી છે.
મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલો સદર કોતવાલી વિસ્તારના આદર્શ નગરનો છે. અહીં શનિવારે અચલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બલ્લુ ખેડા ગામના રહેવાસી 24 વર્ષીય દિલીપ 22 વર્ષીય પ્રીતિને તેના ઘરે મળવા ગયો હતો. આરોપ છે કે ત્યા છોકરી સાથે પ્રેમી દિલપી અને પ્રીતી વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ઉશ્કેરાયેલા પ્રેમી દિલપે પ્રેમિકા પ્રીતીના પેટ અને ખભામાં છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી. બાદમાં આરોપી પ્રેમી ફરાર થઈ ગયો.
છોકરીની ચીસો સાંભળતાં જ પરિવાર દોડી ગયો હતો જે બાદ પ્રીતીને જીલ્લાની હોસ્પિટલમાં લઈ ગયા. જોકે તેની હાલત વધુ ગંભીર થતાં કાનપુરની હેલેટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.
ડોક્ટરે શું કહ્યું?
હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે પ્રાથમિક સારવાર બાદ યુવતીને રિફર કરવામાં આવી હતી. રેફર કર્યાના લગભગ 2 કલાક પછી યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ સમગ્ર કેસમાં પોલીસ ફરાર આરોપીની શોધી રહી છે. મૃતક યુવતીના પરિવારજનો કંઈ પણ કહેવાનું ટાળતા જોવા મળ્યા હતા. જો કે પરિવારના સભ્ય સીમાએ જણાવ્યું હતું કે તે આરોપી યુવકને ઓળખતી નથી, કે તેનું નામ પણ જાણતી નથી.
પોલીસે શું કહ્યું?
આ સમગ્ર કેસમાં સીઓ સોનમ સિંહે જણાવ્યું હતું કે અચલગંજનો રહેવાસી દિલીપ સદર પોલીસ સ્ટેશન વિસ્તારના આદર્શ નગરમાં રહેતી એક છોકરીને મળવા તેના ઘરે ગયો હતો. આ દરમિયાન તેણે છોકરી પર છરી વડે હુમલો કર્યો. ઘાયલ છોકરીને સારવાર માટે કાનપુર હેલેટ રિફર કરવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું. આરોપી યુવકની શોધખોળ ચાલુ છે.
યુવકને છોકરી ઈગ્નોર કરતી!
મળતી જાણકારી અનુસાર આદર્શનગર વિસ્તારમાં થયેલી યુવતીની હત્યા અચાનક થયેલા ઝઘડાનું પરિણામ નહોતું, પરંતુ એક સુનિયોજિત કાવતરાના ભાગ રૂપે કરવામાં આવી હતી. વાસ્તવમાં આરોપી દિલીપ ગુસ્સે રહેતો હતો, કારણ કે તેની ગર્લફ્રેન્ડ પોતાને દૂર રાખતી હતી. જેથી તે ગર્લફ્રેન્ડ પ્રીતિના ઘરે છરી લઈને પહોંચ્યો અને તેના પેટ અને ખભામાં ઉપરાછાપરી છરીના ઘા કર્યા. જે જોતાં શંકા છે કે તે પ્રીતિની હત્યા કરવાના ઇરાદાથી આવ્યો હતો.
આ પણ વાંચો:
America Plane Fire: ઉડાન ભર્યા બાદ પ્લેનમાં આગ, સવાર હતા 226 મુસાફરો અને 9 ક્રૂ, જુઓ પછી શું થયુ?
Bihar Election: બિહારમાં ના વીજળી આવશે, ના બીલ…ફ્રી થઈ ગઈ!, વીજળી મુદ્દે ભાજપની જુમલેબાજી?
Lucknow: બારમાંથી હિંદુ છોકરીઓ અને મુસ્લીમ છોકરા નગ્ન પકડાયા?, જાણો શું છે સચ્ચાઈ?
UP: 9 ધોરણની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, શાળમાં ફી ભરવા થતું દબાણ?
UP: 3 બાળકોની માતા મીટિંગમાં ગયા પછી પાછી જ આવી!, પોલીસને મળ્યું લોકેશન