UP Murder Case: પત્ની બળાત્કારના કેસમાં જુબાની આપે તે પહેલા જ હત્યા!, દિયરે શું કહ્યું?

  • India
  • May 12, 2025
  • 1 Comments

UP Murder Case: ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં અચલગંજ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક જ પરિવારના ચાર લોકોના મૃતદેહ મળી આવતા હંગામો મચી ગયો છે. શંકા છે કે પતિએ તેની પત્ની અને બે પુત્રીઓની હત્યા કર્યા બાદ આપઘાત કરી લીધો છે. પોલીસે આ મામલાની સઘન તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શરીર પર કોઈ નિશાન મળ્યા નથી.

ચારેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઘટના સ્થળે, પત્ની અને બે પુત્રીઓના મૃતદેહ પલંગ પર પડેલા મળી આવ્યા હતા, જ્યારે પતિનો મૃતદેહ ઘરની છત પર જાળી સાથે બાંધેલા ફાંસીથી લટકતો મળી આવ્યો હતો.

શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી

ઘટના સમયે, પરિવારના અન્ય સભ્યો રાયબરેલીમાં એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. મૃતકના પિતરાઈ ભાઈએ ઘટના અંગે પોલીસને જાણ કરી. આ પછી અચલગંજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી. હાલમાં પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસને મૃતકોના શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી.
‘ભાભી પર રેપ થતાં ગર્ભ પડી ગયો હતો’

મૃતકના કાકાના દિકરાએ કહ્યું  2022માં ભાભી (મૃતક) સાથે બળાત્કારની ઘટના બની હતી, સાથે સાથે તેને મારવામાં આવી હતી. જેના કારણે 4 મહિનાનો ગર્ભ પડી ગયો હતો. આ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. 27મી તારીખે ભાભી આ કેસમાં જુબાની આપવાની હતી. જેથી ચારેયની અન્ય કોઈએ હત્યા કરાવી હોવાની આશંકા સેવાઈ રહી છે.

પોલીસ ટીમ તપાસમાં લાગી

પોલીસે મૃતકનો પંચનામા તૈયાર કર્યો છે અને ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિક્ષક દીપક ભુખરે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે ચારેય મૃતદેહો પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી. આ ઉપરાંત પોલીસ ટીમ સીસીટીવી ફૂટેજ શોધી રહી છે. મૃતક પતિની ઉંમર 34 વર્ષ જ્યારે પત્નીની ઉંમર 30 વર્ષ હોવાનું કહેવાય છે. બંને છોકરીઓની ઉંમર 10 વર્ષ અને 6 વર્ષ હોવાનું કહેવાય છે. પહેલી નજરે, પતિએ તેની પત્ની અને બે પુત્રીઓની હત્યા કર્યા બાદ ફાંસી લગાવીને આત્મહત્યા કરવાનો મામલો લાગે છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ

MP: પોલીસે પીછો કરતાં દુષ્કર્મનો આરોપી હાઈટેન્શન લાઈન પર ચઢી ગયો, પછી શું થયું?

ભાજપા નેતાઓની હત્યા-આત્મહત્યાઓનો ઈતિહાસ, ભાજપાના ગુંડાઓ કેમ ફૂલ્યા ફાલ્યા? | Murder-suicide

ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી

ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી

બચ્ચને યુદ્ધવિરામ બાદ એવું તે શું લખ્યું કે પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ? | Amitabh Bachchan

Ahmedabad: સાબરમતી નદીનું પાણી ખાલી કરાયું

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે વાતચીત, ભારતને સીઝ ફાયર કેમ કરવું પડ્યુ? | Ceasefire

PM મોદીને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી, દેશ સાથે દગો કર્યો: સંજય રાઉત | ceasefire

Related Posts

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે . અહીં, એક પતિને તેની પત્નીએ માર માર્યો હતો. મારથી પતિ એટલો ઘાયલ થયો કે તેણે 100 ફૂટ ઊંડા…

Continue reading
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પોલીસે એક કાકા અને ભત્રીજાની ધરપકડ કરી છે. તેઓ એક અધવચ્ચે થયેલ એન્કાઉન્ટરમાં ઝડપાયા હતા. તેમણે લગભગ 10 દિવસ પહેલા રેલવે કલેક્શનમાંથી ₹69 લાખની ઉચાપત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!