
Vrindavan Banke Bihari Temple Video Viral: ઉત્તર પ્રદેશના ભગવાન શ્રીકૃષ્ણની નગરી વૃંદાવનમાં આવેલા પ્રખ્યાત બાંકે બિહારી મંદિરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે ધાર્મિક સ્થળો પર મહિલાઓની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે મંદિરમાં દર્શન દરમિયાન ભીડનો લાભ લઈને કોઈએ તેના પ્રાઈવેટ અંગોને સ્પર્શ કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પીડિત મહિલાએ આ ઘટના વિશે ખુલાસો કરતાં અન્ય મહિલાઓને સુરક્ષા સાથે મંદિર આવવાની સલાહ આપી છે.
મહિલા શું કહે છે?
मंदिर जैसे पवित्र स्थानों में लोग गिरी हुई हरकत कर रहे हैं। लड़की ने बताया मैं दर्शन करने आई थी भीड़ का फायदा उठाकर किसी ने मेरे प्राइवेट अंग को टच किया। जो बहुत ही घिनौनी हरकत थी। pic.twitter.com/v3B8qaDi6g
— Abhimanyu Singh Journalist (@Abhimanyu1305) July 11, 2025
વાયરલ વીડિયોમાં મહિલાએ રોષભેર જણાવ્યું કે, “બાંકે બિહારી મંદિરમાં દર્શન માટે આવેલા લોકોમાંથી કેટલાક લોકો ભીડનો ફાયદો ઉઠાવીને ગંદી હરકતો કરે છે. મેં આવી ખરાબ ઘટનાનો સામનો કર્યો, જેમાં મારા પ્રાઈવેટ અંગોને સ્પર્શ કરવામાં આવ્યો. આ ખૂબ જ શરમજનક અને નિંદનીય છે.” તેણે ઉમેર્યું કે, “લોકો દર્શનના નામે મંદિરમાં આવે છે, પરંતુ કેટલાક હલકી માનસિકતા ધરાવતા લોકો આવી ઘટનાઓને અંજામ આપે છે. હું બધી મહિલાઓને અપીલ કરું છું કે મંદિરમાં હંમેશા સુરક્ષા સાથે આવો, કારણ કે આવી ઘટના કોઈની પણ સાથે બની શકે છે.”
બાંકે બિહારી મંદિર વૃંદાવનનું એક પ્રમુખ ધાર્મિક સ્થળ છે, જ્યાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે આવે છે. ખાસ કરીને તહેવારો અને વીકએન્ડ દરમિયાન અહીં ભારે ભીડ જોવા મળે છે. મહિલાએ વીડિયોમાં એમ પણ જણાવ્યું કે, “લોકો અહીં માળાઓ ફેંકીને સગાઈઓ કરે છે, પરંતુ ભીડમાં કેટલાક અસામાજિક તત્વો આવી હરકતો કરીને મંદિરની પવિત્રતાને કલંકિત કરે છે.”
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટનાને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો છે. ઘણા યુઝર્સે મંદિર પ્રશાસન અને સ્થાનિક પોલીસને આવી ઘટનાઓ રોકવા માટે કડક પગલાં લેવાની માગ કરી છે. એક યુઝરે લખ્યું, “ધાર્મિક સ્થળો પર પણ મહિલાઓ સુરક્ષિત નથી, આ કેટલું શરમજનક છે! મંદિરમાં CCTV અને સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ.” અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, “આવા લોકોને કડક સજા થવી જોઈએ, જેથી બીજું કોઈ આવી હરકત કરવાની હિંમત ન કરે.”
પીડિત મહિલાએ અન્ય મહિલાઓને સલાહ આપી કે, “મંદિરમાં હંમેશા પ્રોટેક્શન સાથે આવો. જૂથમાં આવવું અને આસપાસની ગતિવિધિઓ પર નજર રાખવી જરૂરી છે.” તેમણે એમ પણ જણાવ્યું કે આવી ઘટનાઓથી ડરવાને બદલે તેનો સામનો કરવો જોઈએ અને પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઈએ.
આ પણ વાંચોઃ
Kanwar Yatra: કાવડ તૂટી જતાં બાઇકચાલકને ભારે માર મરાયો, કાવડિયાઓએ બાઈક પણ તોડી નાખ્યું
UP: બાંકે બિહારી મંદિર કોરિડોર પર વિવાદ વકર્યો, ભક્તોનો ભારે વિરોધ, શું છે મામલો?
UP husband murder: 8 વિઘા જમીન માટે પ્રેમી સાથે મળી પતિને પૂરો કરી નાખ્યો, પછી લાશને….
Sabarkantha: ગાંજો રાખવા અને ઉગાડવા મામલે મંદિરના મહંત સહિત બેની ધરપકડ
Japan Heavy Rain: જાપાનમાં વરસાદે અને વાવાઝોડાએ મચાવી તબાહી, બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી!









