Donald Trump: PM મોદી પોતે મને સામેથી મળવા આવ્યા હતા અને કહ્યું હતું કે “સર,શું હું તમને મળી શકું? અને મેં કહ્યું- Yes!”

  • World
  • January 7, 2026
  • 0 Comments

–ટ્રમ્પ વારંવાર નરેન્દ્ર મોદીની ‘ફજેતી’ કેમ કરી રહયા છે?જો ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે તો મોદી સાહેબ કેમ ચૂપ છે?

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર મોદીજીની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી કરી રહયા છે અને ફરી વધુ એકવાર તેઓએ ગઈકાલે મંગળવારે દાવો કર્યો કે મોદી સામે ચાલીને મારી પાસે આવ્યા અને મારી પરમિશન માંગી અને કહ્યું કે સર શુ હું તમને મળી શકું? અને મે હા પાડી બાદમાં ચર્ચા થઈ હતી.

ન્યૂઝ એજન્સી PTI અનુસાર, ટ્રમ્પે આ વાત મંગળવારે વોશિંગ્ટનમાં હાઉસ રિપબ્લિકન પાર્ટીના સભ્યોની બેઠકમાં કહી હતી, ટ્રમ્પે એમ પણ કહ્યું-પીએમ મોદી પોતે મને મળવા આવ્યા હતા. તેઓ મારી પાસે આવ્યા અને બોલ્યા- “સર, શું હું તમને મળી શકું? અને મેં કહ્યું- હા.”જોકે ટ્રમ્પે એ જણાવ્યું ન હતું કે આ બધી વાતચીત ક્યારે અને ક્યાં થઈ હતી.ટ્રમ્પે કહ્યું હતું કે અપાચે હેલિકોપ્ટરને લઈ ભારત ઘણા વર્ષોથી મારી પાસે આવી રહ્યું હતું. અમે તેને બદલી રહ્યા છીએ. ભારતે 68 અપાચે હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો છે.

તેઓએ ફરી વાર એકજ વાત દોહરાવી કે “મારા (પીએમ મોદી) સાથે ખૂબ સારા સંબંધો છે”અને મોદીએ હવે રશિયા પાસેથી તેલ ખરીદવાનું મોટાભાગે ઘટાડી દીધું છે.ટ્રમ્પે ભારત પર કુલ 50% ટેરિફ લગાવ્યો છે, જેમાં 25% વધારાનો ટેરિફ રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે લગાવવામાં આવ્યો છે.

ટ્રમ્પે ગઈકાલે પણ ભારત દ્વારા રશિયા પાસેથી તેલની આયાત ઘટાડવા અંગે નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે ભારતે આ નિર્ણય પોતાને ખુશ કરવા માટે લીધો છે.

આમ,ટ્રમ્પ વારંવાર ફીરકી લઈ રહયા છે પણ મોદી સાહેબ તરફથી કોઈ વળતો ખુલાસો કરવામાં આવતો નહિ હોવાથી હવે નરેન્દ્ર મોદી ઘર આંગણે ઘેરાઈ રહયા છે અને કોંગ્રેસ દ્વારા આ મામલે AI VIDEO શેર કરતા રાજકારણ ગરમાયુ છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત
  • September 24, 2026

Oman Ship Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓમાનના મુસંદમ તટ નજીક વાણિજ્યિક જહાજ MV Cape Dao પર બુધવાર, 23 સપ્ટેમ્બરે થયેલા હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી ભારતીય નાવિક…

Continue reading
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 3 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 5 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 7 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 8 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 6 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 7 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ